________________
પ્રભુને કેવલજ્ઞાન, ભારતને ત્યાં ચરિત્ન યશસમૂહની માફક છિદ્ર વગરની બે હાથની કરેલી અંજલિમાં રસનો ઘડો રેડ્યો. ભગવંતે પારણનો વિધિ કર્યો, ત્યારે આકાશમાં કિંકરેના હાથતાડન સરખી દેવદુંદુભીઓ વાગી. પુષ્પવૃષ્ટિ થઈ, રત્નની વૃષ્ટિ વરસવા લાગી. દેવ અને અસુરના સમુદાયે જય-જયારવ કર્યો, શ્રેયાંસરાજાની પ્રશંસા કરી. તે આ પ્રમાણે–મહામૂલ્યવાન સુપાત્રદાન કરીને શ્રેયાંસકુમારે ધનથી ભવનને, યશથી ભુવનને, રસથી ભગવંતને અને પિતાને નિરુપમ સુખમાં પૂર્ણ કર્યો. બલિરાજાએ પૃથ્વીનું દાન કરવા વડે જેને દાન આપ્યું, તે જ હરિવડે પિતે બંધાયે, જ્યારે સુપાત્ર-દાન માત્રથી શ્રેયાંસ મુક્તિ પામ્યા. ભગવતે જ્યાં પારણું કર્યું, તે સ્થાને શ્રેયાંસે ભગવંતના પગલાવાળી દેરડી બંધાવી, ત્યારથી માંડીને દાનધર્મની પ્રવૃત્તિ શરૂ થઈ તેમ જ લેક ચાર ખૂણાવાળી પીઠિકા-દેરડીઓ બંધાવા લાગ્યા. બાહુબલિએ કરેલ ધર્મચક
ભુવનનાથ ત્રાષભસ્વામી બાબલીની રાજધાની તક્ષશિલા પાસે એકરાત્રિક પ્રતિમાપણે રહ્યા. બાહુબલીના સેવકે ભગવંતના આગમનના સમાચાર બાહુબલીને આપ્યા. બાહુબલીએ નક્કી કર્યું કે, આવતી કાલે ત્રણલેકના પિતામહ ભગવંતને વંદન કરવા સર્વઋધિ-પરિવાર સાથે જઈશ. એમ વિચારતાં રાત્રિ પૂર્ણ થઈ. ઉચિત કાર્યો કર્યા. મહાઋધિ પૂર્વક વંદન કરવા માટે નીકળે. તેટલામાં મમતારહિતપણે વાયુ માફક વિહાર કરતા ભગવંત બીજે સ્થળે ગયા. ભગવંતને બીજે સ્થળે વિહાર કરી ગયા જાણીને પોતાની નિંદા કરતા બાહુબલીએ જ્યાં રાષભસ્વામીએ પિતાનાં ચરણકમલ સ્થાપન કર્યા હતાં, તે સ્થળે સર્વરમય હજાર આરાવાળું ધર્મચક બનાવ્યું. પ્રભુને કેવલજ્ઞાનોત્પત્તિ
સ્વામી પણ બહલી, અડખુલ્લ, યવદેશ, સુવર્ણભૂમિ અને ધર્મશ્રવણથી રહિત એવા મ્યુચ્છ દેશમાં વિવિધ પ્રકારના અભિગ્ર ગ્રહણ કરીને જુદા જુદા પ્રકારના તપ અને ચારિત્ર પાલન કરવામાં તત્પર થઈ એક હજાર વર્ષ સુધી વિચરતા વિચરતા પુરિમતાલ નગરના પૂર્વોત્તર દિશા–વિભાગમાં “શકટમુખ” નામના ઉદ્યાનમાં, વડલાના વૃક્ષ નીચે અઠ્ઠમતપ કરવા પૂર્વક પ્રતિમા ધારણ કરીને કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં જ્યારે ધ્યાનાંતરિકામાં વર્તતા હતા, વૃધ્ધિ પામતા શુભ પરિણામવાળા તેમણે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થતાં ચાર ઘાતકર્મોને ક્ષય કરીને દિવ્ય કેવલજ્ઞાન ઉપાર્જન કર્યું. કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં જ ઈન્દ્રનું સિંહાસન ડેલ્યું, એટલે તેમણે અહીં આવી કેવલજ્ઞાન–મહિમા કર્યો, સમવસરણ વિકવ્યું, ભગવંત ત્યાં પધાર્યા, ધર્મકથા શરૂ કરી, પાંચ મહાવ્રતની પ્રરૂપણ કરી, રાશી ગણધરેને દીક્ષા આપી. ભરતને ત્યાં ચકરત્ન ઉત્પન્ન થયું
આ બાજુ દૂતોએ ભરતરાજાને ભગવંતના કેવલજ્ઞાન ઉત્પન્ન થયાના સમાચાર આપ્યા. તે જ સમયે આયુધશાલાના પાલકે આયુશાલામાં ચક્રરત્ન ઉત્પન્ન થયાના પણ સમાચાર આપ્યા. ત્યારે ભરત વિચારવા લાગ્યા કે-આ બેમાં પ્રથમ મહોત્સવ કેને કરું?' એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org