________________
o
ચપન્ન મહાપુરુષોનાં ચરિત દીક્ષા લીધી તે સમયે જ તેમને મન:પર્યવજ્ઞાન થયું હતું. તેથી ચારજ્ઞાનવાળા ભગવંત તે મૌનપણે જ નગર, પટ્ટણદિકમાં દીનતારહિતપણે વિચરતા હતા. પરંતુ સાથે રહેલા ચારહજાર સાધુએથી ક્ષુધાવેદના સહન ન થવાથી જંગલમાંથી કંદમૂલ, ફલાદિક મેળવીને અને ભારતના ભય અને લજજાથી ઘરે પાછા ન ગયા અને વનવાસ સ્વીકારી પ્રથમ તાપસલિંગ પ્રવર્તાવ્યું.
ત્યારપછી કચ્છ, મહાકછના પુત્રો નમિ, વિનમિ, જેમને સ્વામીની કૃપાથી રાજ્ય-ભાગ મળ્યો ન હતે, તેઓ તરવાર ગ્રહણ કરીને પ્રભુની સેવા કરવા લાગ્યા. કેઈક સમયે ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા માટે ત્યાં આવ્યા, ત્યારે સરખી રીતે બાંધેલ જટાવાળા, ઢાલ-તલવારયુક્ત, સાથળના ઊર્વેભાગે વૃક્ષની છાલના વસ્ત્રવાળા બંનેને જોઈને તેણે પૂછયું કે, “ આ નિઃસંગ ભગવંતની સેવા તમે શા નિમિત્તે કરે છે ? તેઓએ કહ્યું કે, ભોગે મેળવવા માટે. નાગેન્કે કહ્યું કે, જે ભગવંતે વિષયસુખને ત્યાગ કર્યો છે, તેમની પાસેથી હવે વિષયેની અભિલાષા કેવી રીતે રાખી શકાય? તેઓએ કહ્યું, “તે પણ અમેએ બીજા કેઈની સેવા કરી નથી, માટે તેમની પાસેથી જે મળવાનું તે મળ’–એમ બેલીને મૌન રહ્યા. એ સાંભળીને ધરણેન્દ્ર ચિતવ્યું કે, “ભગવંત તે વચનમાત્રથી પણ તેમના ઉપર પરોપકાર કરવાના નથી, મહાપુરુષોની સેવા કદાપિ નિષ્ફળ જતી નથી. સમગ્ર ભરતાદ્ધ તે વહેંચી આપેલું છે, તે તેમને પ્રજ્ઞપ્તિ વગેરે અડતાલીશ હજાર મહાવિદ્યાઓ આપું, એ મહાવિદ્યાના પ્રભાવથી પચ્ચીશ જન ઊંચા, પચાસ એજન વિસ્તારવાળા, દશ યેાજનની પહોળાઈવાળા વૈતાઢયપર્વતની દક્ષિણ-ઉત્તરશ્રેણિમાં નગરની સ્થાપના કરીને વિદ્યાધર–ચક્રવતીપણું ભેગવે. એમ વિચારી નમિ અને વિનમિને તે વિદ્યાઓ ભણવી. તેઓએ વારંવાર તેનું પઠન કર્યું, ભગવંતને નમસ્કાર કરી વિદ્યાઓ સ્વાધીન કરી. પછી ધરણેન્દ્ર પિતાના સ્થાને ગયા. નમિ અને વિનમિ પણ વિદ્યાથી પરિવારને સાથે લઈને વૈતાઢયપર્વત પર ગયા. નમિએ દક્ષિણ–શ્રેણિમાં પચાસ નગર વસાવ્યાં અને વિનમિએ ઉત્તરશ્રેણિમાં સાઠ નગર વસાવ્યાં. વિદ્યાના પ્રભાવથી વિદ્યાધર–ચક્રવતીની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી અને ભેગો ભેગવતા હતા.
આ બાજુ સંપૂર્ણ ચંદ્ર સરખા વદનવાળા, લાવણ્ય જળ-પ્રવાહથી જેણે પૃથ્વીતલને માર્ગ પૂરેલો છે–એવા ભગવંતને આહાર વગર એક વર્ષ કાલ પસાર થયે. આ પ્રમાણે વિહાર કરતાં કરતાં સ્વામી ગજપુર (હસ્તિનાગપુર) પહોંચ્યા. આહાર લેવા માટે શ્રેયાંસના ભવનમાં પ્રવેશ કર્યો. શ્રેયાંસે ભગવંતને જોયા. દર્શન થતાં જ ઈહ અપહ-વિચારણું કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. નિર્નામિકા વગેરે ભગવંતની સાથેના આઠ ભવ યાદ આવ્યા. પૂર્વભવમાં રાષભસ્વામીને જીવ વજાનાભ ચકવતી, તેના સારથિપણે પોતાના આત્માને જાણે, તેથી તેમની સાથે પ્રવજ્યા-પર્યાય પણ જા અને તેથી પ્રાસુકદાનની વિધિ પણ જાણી. તેટલામાં તેના પુણ્યના પ્રભાવથી કેટલાક કુટુમ્બી પુરુષે શેરડીના રસ ભરેલા ઘડાઓ લઈને ત્યાં આવી પહોંચ્યા. ત્યારે હર્ષ પૂર્ણ નેત્રવાળા, હર્ષથી જેના શરીરે રોમાંચ ખડાં થયાં હતાં, તેવા વૃદ્ધિ પામતા શુભ પરિણામવાળા, પિતાના આત્માને ધન્ય માનતા એવા શ્રેયાંરે ભવપંજરમાંથી પિતાને ઊંચકે, તેમ શેરડીના રસને એક ઘડો ઊચકડ્યો. ભગવંતને કહ્યું, “આ ભગવંત માટે શુદધ કલ્પે તે આહાર છે, માટે આપ ગ્રહણ કરે-પારણાની વિધિ કરીને મારા ઉપર અનુગ્રહ કરે.” એમ કહ્યું એટલે ભગવંતે અંજલિ કરી. ભુવનતલમાં પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org