________________
४८
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત વંદના કરી ત્રણ પ્રદક્ષિણા આપી ચરણકમલ પાસે બેઠા. સુરાસુરવાળી બાર પર્ષદાના મધ્યભાગમાં સિંહાસન ઉપર બેસી તીર્થકર ભગવંત ધર્મને ઉપદેશ આપવા લાગ્યા કે–“મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ગાવડે છે આઠ પ્રકારનું કર્મ બાંધે છે અને તે કર્મના વિપાકથી સંસાર–અટવીમાં પરિભ્રમણ કરે છે. તથા સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રની સામગ્રીવાળા સંસારના કારણભૂત કર્મ–પરિણતિને છેદીને મેક્ષ પામે છે. આ પ્રમાણે ત્યાં આવેલા ના સંશય છેદાવાથી, હૃદયમાં રહેલા ગુપ્ત ભાવેને પ્રગટ કરવાથી, પૂર્વના બે પ્રગટ કરવાથી કેટલાકએ અનંતાનુબંધી કષાયેને દબાવીને સમ્યકૃત્વને પ્રાપ્ત કર્યું. કેટલાક જાએ બીજા અપ્રત્યાખ્યાન કષાના ક્ષપામ થવાથી દેશવિરતિરૂપ શ્રાવકધર્મને અંગીકાર કર્યો. કેટલાક ઉત્તમ આત્માઓએ વળી ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયેના ઉદયરહિત થવાથી મહાપુરુષોએ સેવન કરેલી પ્રત્રજ્યા અંગીકાર કરી.
ત્યાર પછી અવસર પ્રાપ્ત થવાથી પૂર્વભવના અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા, પાતળા કષાય થવાથી હલુકમાં થયેલા વજનાભે પિતાના સહોદરે સાથે કહ્યું કે-“હે ભગવંત! આપના પ્રભાવથી આ લોક સંબંધી સમગ્ર મનુષ્ય લેકના જન્મનું ફળ મેળવ્યું. મેટા પુત્રને રાજ્યાભિષેક કર્યો. હવે ત્રણે ભુવનના ગુરુ, સંસાર–સમુદ્રથી તારનાર નિર્ધામક સરખા આપની પાસે કામગોથી કંટાળેલા અમે સંસાર તરવાની ઈચ્છાવાળા થયા છીએ ત્યારે ભરાવંતે અમૃતકળશમાંથી નીકળતા અમૃતના શબ્દ જેવા મધુર સ્વરથી કહ્યું-“હે દેવાનુપ્રિયે ! શુભ કાર્યમાં વિલંબ ન કર.” એમ કહીને વસેન સ્વામીએ પાંચે ને તથા છઠ્ઠા સારથિને ગણધર ભગવંત પાસે દીક્ષા અપાવી. વાસેન તીર્થકર શૈલેશીકરણ કરીને બાકીનાં ભપગ્રાહી ચારે કર્મો ખપાવીને સિદ્ધ થયા. પેલા દીક્ષિતે વિહાર કરવા લાગ્યા. વિશ સ્થાનક તપની આરાધના
વજનાભ મુનિએ આચારાંગાદિ સૂત્રો અને ચૌદ પૂર્વેને અભ્યાસ કર્યો. વીશ સ્થાનક તપની આરાધના કરીને તીર્થકર—નામત્ર કર્મ ઉપાર્જન કર્યું.
તીર્થકર નામકર્મનાં કારણભૂત વીશ સ્થાનકે –
૧ તીર્થકર-વાત્સલ્ય-તીર્થંકર પરમાત્માનું આગમન સાંભળીને પ્રફુલ્લ મનવાળે થઈને પિતાની શક્તિ અનુરૂપ દાનમાં પ્રવૃત્તિ કરે, તીર્થંકર પરમાત્માની પ્રતિમાની સાર-સંભાળ કરે, ભક્તિ, સ્તુતિ, વંદનાદિ કરે. કેઈતીર્થકરના અવર્ણવાદકરે, તે સ્વશક્તિ અનુસાર તેનું નિવારણ કરે. તીર્થકર ભગવંત અને તેના વચનની યથાસ્થિત પ્રરૂપણ કરે. ૨. સિદ્ધ-વાત્સલ્ય-સિદ્ધક્ષેત્રમાં સિદ્ધશિલાને વિશે સેવા, ભક્તિ, વિનય, વંદનરૂપ પ્રતિજાગરણ કરવું તથા સિદ્ધ પરમાત્માઓની યથાર્થ પ્રરૂપણ કરીને સિદ્ધોનું વાત્સલ્ય કરે. ૩. પ્રવચન-વાત્સલ્ય-પ્રવચન–બાર અંગ-ગણિ. પિટક અને તેના આધારરૂપ સંઘના અવર્ણવાદને પ્રતિકાર કરે. તેની પ્રભાવના કરવી. કેવલજ્ઞાનીએ કહેલા પદાર્થની શ્રદ્ધા કરવી, યથાર્થ પ્રરૂપણ કરવી. ઈત્યાદિક પ્રવચનનું વાત્સલ્ય કરવું. ૪. ગુરુ-વાત્સલ્ય-ગુરુ મહારાજને અંજલિ કરવી, હાથ જોડવા, વંદન કરવું, સામા જવું, આહાર, સંયમેપચેગી ઉપકરણે. ઔષધાદિક આપવા રૂપ વાત્સલ્પ કરવું. ૫. સ્થવિર– વાત્સલ્ય-વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા, ઉંમરથી સાંઠ વર્ષના પર્યાયવાળા અને મૃતથી સમવાયાંગસૂત્રના ધારક એમ ત્રણ પ્રકારના સ્થવિરેનું યથાશક્તિ પાલનાદિકરૂપ વાત્સલ્ય કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org