________________
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત
બીજા પાંચે મિત્રો સાધુ પાસે ગયા. વડલાના ઝાડ નીચે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા મુનિને જોયા. ગાયનું મડદું લાવ્યા. ‘હે ભગવંત! અમે તમેાને ધર્મમાં વિઘ્ન કરીએ છીએ’ એમ તેમની અનુજ્ઞા લઈ ને તેલથી મુનિને અભ્યંગન કર્યું. ત્યાર પછી તેલની ઉષ્ણતાથી, ઔષધની અચિન્ય શકિતથી ચામડીના વિલેન્દ્રિય સર્વ જીવા સળવળવા લાગ્યા. કબલરત્ન પાથયું. ત્યાં શીતળતા હાવાથી સર્વે જીવે તેમાં સંક્રમી ગયા. એટલે વૈદ્યપુત્રે તે કબલરત્નના જીવાને ગાયના મડદામાં ખંખેરી નાખ્યા. ગેાશીષ ચંદનથી શરીરે વિલેપન કરી વેદના શાન્ત કરી. એ પ્રમાણે બીજી વખત માંસમાં રહેલા, ત્રીજી વખત હાડકામાં રહેલા સવે વિકલેન્દ્રિય જીવા બહાર નીકળી ગયા. વળી ગેાશીષ ચંદનનું શરીરે વિલેપન કર્યું. મુનિવર તદ્દન સ્વસ્થ-નીરોગી કાયાવાળા બની ગયા. ઔષધની અચિન્હ શક્તિથી અને વૈદ્યની તેવી બુદ્ધિથી સુંદર કાયાવાળા સાધુ વિહાર
કરવા લાગ્યા.
૪૬
પાંચને હિતાપદેશ
વૃદ્ધિ પામતા શુભ પરિણામ અને વિવેકવાળા આ પાંચે મિત્રો સિદ્ધાચા પાસે ગયા. ગુરુને વંદના કરીને તેમની પાસે બેઠા. નિર્વાણ પામવા સમર્થ ધર્મ પૂછ્યો. ત્યારે ગુરુએ ધર્મોપદેશ આપ્યા કે હે દેવાનુપ્રિયા ! આ જગતમાં સ્થાવર અને જંગમ એમ બે પ્રકારના જીવા છે. તેમાં જગમપણું અર્થાત્ ત્રસપણું તે પ્રધાન છે. તેમાં પણ પાંચ ઇન્દ્રિયા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. વળી તેમાં મનુષ્યગતિ, તેમાં આ ક્ષેત્ર, તેમાં સારા કુળમાં જન્મ થવા, વળી તેમાં લાંબુ આયુષ્ય, તે પણ આરોગ્યવાળુ, તેમાં વિશિષ્ટ પ્રકારનું રૂપ, રૂપ પ્રાપ્ત થવા છતાં, ધર્મ બુદ્ધિ, તે બુદ્ધિ મળવા છતાં સારા ગુરુનો સમાગમ મળવા, તેમાં પણ તેમના વચનાનુસાર પ્રવૃત્તિ, વળી વિરતિના પરિણામ, તેમાં દિન-પ્રતિદિન સંવેગની ઉત્તરોત્તર વૃદ્ધિ, તેમાં પણુ સર્વ સવરરૂપ પ્રવ્રજ્યા એ જીવને મહાદુલભ છે.
અતિ ભયંકર અનેક લાખયેાનિ સ્વરૂપ ભવાટવીમાં ભ્રમણ કરતાં કરતાં કઈ પ્રકારે જીવ મનુષ્યત્વ પ્રાપ્ત કરે છે. વળી આ ક્ષેત્રમાં ધર્મ-શ્રવણુ વગરનું પ્રમાદવાળું જીવાનું જીવન પેાતાના કર્મીની પરિણતિથી પશુ સરખુ પસાર થાય છે. આ ક્ષેત્રમાં પણ ઉત્તમ જાતિ, રૂપ, આરેાગ્ય, આયુ, બુધ્ધિ આદિ ગુણાની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. વળી ધર્મીમાં અપ્રમાદ અને સારા ગુરુને સમાગમ થવા દુલ ભ છે. મુનિના સમાગમ મળવા છતાં તેમના વચનની આરાધના કોઈ પૂર્વીના પુણ્યશાળી હેાય તે જ કરી શકે છે. ઉપર્યુક્ત જણાવેલી ધમ-સામગ્રી મેળવીને શ્રદ્ધા, સયમ, વિષયેા પ્રત્યે વૈરાગ્યમુધ્ધિ-આ સ નજીકના મોક્ષગામી આત્માઓને થાય છે. તેથી હે દેવાનુપ્રિયે ! આ પ્રાપ્ત કરેલી કલ્યાણ-પરંપરા અનાદિ અનંત સંસારમાં આ જીવે પહેલાં કોઈ વખત પણ પ્રાપ્ત કરી નથી. આ સામગ્રી મેળવ્યા પછી ક્ષણ પણ પ્રમાદ કરવા ચેગ્ય નથી. આમ ગુરુનું વચન શ્રવણ કરીને પ્રત્યાખ્યાનાવરણ રૂપ ત્રીજા કષાય જેના ઉપશાંત થયા છે. એવા પાંચેય જણાએ તથા કેશવ નામના છઠ્ઠાએ કહ્યુ, હે ભગવંત! જો એમ જ છે, તેા ક-પર્વતને ભેદનાર વાશિને સરખી દીક્ષા અમને આપે.’ ભગવંતે પણ એમ થાવ.’ એમ કહીને સર્વાને દીક્ષા આપી. અનુક્રમે સાધુપણાનુ પાલન કરી કાલ કરીને તેઓ ખારમા અચ્યુતકલ્પમાં બાવીશ સાગરોપમની સ્થિતિવાળા દેવા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org