________________
ચેપન્ન મહાપુરુષોનાં ચરિતા કરે. આ ચિંતામાં સમય પસાર કરતે હતે. એવામાં તેની ભાર્યાએ પુત્રીને જન્મ આપે. તેના સમાચાર તેના પિતાને જણાવ્યા. ત્યારે વજ પડવાથી પણ અધિક વેદનાવાળે ભયભીત હૃદયવાળે તે ઘરેથી નીકળીને દેશાન્તરમાં ચાલ્યો ગયો. ઉપરા ઉપર પુત્રીના જન્મથી દુઃખિત હૃદયવાળી તેની ભાર્યા નાગશ્રી પતિ પરદેશ ચાલ્યા જવાથી શેકમાં મુંઝાયેલ મનવાળી તે આ છેલ્લી પુત્રીનું બરાબર પાલન-પોષણ કરતી નથી. માતાએ પણ તેનું નામ ન પાડ્યું. છતાં આયુષ્ય બાકી રહેલ હેવાથી અનુક્રમે મેટવિયવાળી થઈ. બહુ દુઃખવાળીનું લકે એ “નિર્નામિકા” એવું નામ પાડ્યું. દુઃખી દુઃખ કર્મ ઉત્પન્ન કરનારી સમગ્ર લેકથી તિરરકાર પામેલી, તે માતાનાં પણ નયન અને મનને ઉદ્વેગ કરાવનારી થઈ.
કઈક પર્વના દિવસે પાડોશની છોકરીઓના હાથમાં લાડવા દેખીને તેણે માતા પાસે માગણી કરી. માતાએ સંભળાવ્યું કે, પુણ્ય કરીને આવેલી છે! જેથી લાડવા ખાવાની ઈચ્છા થઈ છે. તારા પિતા પણ એવા સુખી હતા કે તને લાડવા ખવડાવે. માટે તે સંદભાગિની ! દેરડી લઈને અંબરતિલક પર્વત પર જા. ત્યાંથી કાષ્ઠ કાપીને ભારી બાંધી લાવ, તે તે વેચીને તને લાડવા ખવડાવું. ત્યારે પુણ્યવગરની નિરાશ કઈ વખત પણ પ્રિય વચનેથી આશ્વાસન ન પામેલી, ઉદાસીન ચહેરાવાળી, ગળતાં અશ્રુજળવાળી તે દોરડી ગ્રહણ કરીને ઘરેથી નીકળી. ત્યાર પછી ઉણુ લાંબા નસાસા મૂકતી તૃણ-કાઠ–પત્રને ભારે બાંધી મસ્તકે ઉચકીને ચાલી. તે સુંદર પર્વત પાસે પહોંચી. તેના શિખર ઉપર યુગંધર અણગારે એકરાત્રિની પ્રતિમા સ્વીકારેલી હતી. શુભ પરિણામ-સુવિશુદ્ધ વેશ્યાવાળા તેમને અપૂર્વકરણ આરહણ કરવાના ક્રમથી ચાર ઘાતકર્મને ક્ષય થવાથી ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે કાળને જણાવનાર દિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું. નજીકના કેઈ દેવતાએ કેવલજ્ઞાનનો મહિમા પ્રવર્તાવ્યો. પર્વતની નજીકના ગામના અને નગરના લોકો આવ્યા. એટલે તેમની સાથે નિર્નામિકા પણ પર્વત ઉપર પહોંચી. લેકે સાથે તેણે પણ કેવલીને વંદના કરી. ભગવંતે ધર્મ–દેશના શરૂ કરી. જેમાં વિષય-સુખની નિંદા, સંસારનું અસારપણું, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિનાં દુઃખે સમજાવ્યાં. ત્યાર પછી અવસર પ્રાપ્ત થવાથી મડાદખ-સમુદાયથી પીડા પામેલી નિર્નામિકાએ પૂછ્યું- હે ભગવંત! આ જગતમાં મારા કરતાં કોઈ અધિક દુઃખી હશે!” ભગવંતે કહ્યું- “તારું દુઃખ શી વિસાતમાં છે! તું તે તારી સ્વેચ્છાએ ગમે ત્યાં હરી ફરી શકવા માટે સ્વતંત્ર છે. જ્યારે બીજા પ્રાણીઓ કર્મ પરિણામ-વશથી હંમેશાં પરાધીન, મહાવેદનાવાળા, રોગોથી પરાભવિત શરીરવાળા, રાત્રિ
ક્યારે ગઈ અને દિવસ કયારે ઉ ? તેની પણ તેમને ખબર પડતી નથી–આમ પરાધીનપણે પિતાને કાળ પસાર કરે છે. એ પ્રકારે ઘણી જાતિનાં નરક-તિર્યંચનાં દુઃખો સાંભળીને વૈરાગ્ય પામી. કર્મની ગાંઠ ભેદાઈ ગઈ. પિતાના ઘરે ગઈ. તે કાલને ઉચિત આહારાદિક કર્યા. એમ વૃદ્ધિ પામતા પરિણામવાળી રહેલી છે. કેટલીક કાળ પસાર થયે. વિવિધ પ્રકારના તપની આરાધના કરે છે. તે બિચારી અત્યંત દુર્ભગ કÇપી હોવાથી કઈ પણ તેને ઈચ્છતું નથી. યૌવન પામી છે. ત્યાર પછી મહાસંવેગ પામેલી તે ફરી પણ અંબરતિલક પર્વત ઉપર યુગધર અનગારની પાસે ગઈ અને તેણે અનશનવ્રત અંગીકાર કર્યું છે.
માટે હે મિત્ર! જલ્દી તેની પાસે જા, તને દેખીને તે અનશન કરેલ હોવાથી નક્કી નિયાણું કરશે.” એમ કહીને ઈન્દ્રને સામાનિક દેવ પિતાના ભવનમાં ગયે, લલિતાંગ દેવ ઉપયોગ મૂકીને અંબરતિલક નામના ઉત્તમ પર્વત પર ગયે. અનશનવ્રત અંગીકાર કરેલ નિર્નામિકાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org