________________
ઋષભ દેવના લલિતાંગ ધ્રુવ નામના ૫મે ભવ
કરીને તે જ ઇશાનકલ્પ નામના ખીજા દેવલેાકમાં કંઇક અધિક એ સાગરોપમના આયુષ્યવાળો ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થયા. ભવિતવ્યતાના યેાગે લલિતાંગ દેવની સ્વય’પ્રભા નામની મહાદેવી આયુષ્યની સ્થિતિનેા ક્ષય થવાથી ચ્યવી ગઈ, એટલે પેાતાની પ્રિયદેવીના વિયેગ-શાકથી મુંઝાયેલ મતિવાળા, તે પોતાનાં સર્વ કાર્યાં તજી મહાશાક-સાગરમાં ડૂબેલો ઉદાસીનતા અનુભવતા હતા ત્યારે પૂર્વભવના મંત્રી અને ઈન્દ્રના સામાનિક દેવે આવીને તેને કહ્યુ કે-હે મહાસત્ત્વવાળા! અરે ! એક સ્ત્રી ખાતર ચિંતા-પિશાચિકાથી આત્માને ખેદ કેમ પમાડો છે ? તે સાંભળીને લલિતાંગ દેવે કહ્યું
હું મિત્ર ! સાંભળ ! સંસારના સમગ્ર સુખનું કારણુ હોય તે મહિલાઓ, તે આ પ્રમાણે—જે સ્ત્રીઓના યાગમાં દરિદ્રતા-દુઃખીપણું જણાતુ નથી. વૈભવ ાય તે વિલાસનુ મેટું કારણ, સમગ્ર સુખના નિધાનભૂત મહિલાજનને મનુષ્ય પુણ્યથી જ પ્રાપ્ત કરે છે. એક બીજાના પરસ્પરના કાર્યાં-વૃત્તાન્તાના દુઃસહુ સંતાપથી તપેલાં હૃદયો પ્રિયપત્નીના મુખના અવલેાકનરૂપ જળવડે જરૂર શાંતિ પામે છે. આ ભુવનમાં વિલાસા ક્યા ? તેમજ તેના હૃદયની સ્વસ્થતા કઈ કે, જેના ઘરમાં સમાન સુખવાળી સુભગા પ્રિયગૃહિણી વસતી નથી. જેના ઘરમાં પેાતાના સ્વભાવને અનુકૂળ, દેખવાથી પ્રીતિ થાય, કામળ અને મધુર વચન એલવામાં તૃષ્ણાવાળી, સમગ્ર ગુણુના આધારભૂત ગૃહલક્ષ્મી જેવી ગૃહિણી હાય, તે સુખી હાય. હૃદયમાં રહેલી પ્રિયાના વિયેાગવડે દુઃખી થયેલાને એક દિવસ પસાર કરવા મુશ્કેલ થાય છે અને પ્રિયતમાના આલાપથી ષિત હૃદયવાળા રાતે સુખેથી સુવે છે. હે મિત્ર ! વધારે શુ કહેવું ? આ સર્વ સંસારનુ સુખ અને સમગ્ર જીવલોક સ્રીને આધીન છે. તે કારણથી મને પ્રિયાના દૃઢ અનુરાગ છે. ભયંકર નરકની વેદનાઓ, ધાર સંસાર–સાગરને તરવાનુ` કા` પણ જે પ્રિયા ખાતર તુચ્છ ગણાય છે, તેવા પ્રકારની પ્રિયતમા આ લેાકમાં જય પામે. આ પ્રમાણે નિર મહાસદ્ભાવ પ્રગટ થવા, પરસ્પર વિશ્વાસમાં વૃદ્ધિ થવી તે રૂપ સુખ જગતમાં પરસ્પર વિશ્વાસવાળાં વચના ખેલવા વડે દંપતી-યુગલેા પ્રાપ્ત કરે છે.
માટે હું મિત્ર ! રતિક્રીડાનુ કુલગૃહ, સમગ્ર સુખના નિધાનભૂત એવું સ્ત્રીરત્ન ક્યાંથી પ્રાપ્ત કરવું ? ત્યાર પછી ઈન્દ્રના સામાનિક દેવે ઉપયેગ મૂકીને કહ્યું, 'હું મિત્ર ! તું વિષાદ ન પામ, તારી પત્ની મને મળી છે. લલિતાંગ દેવે પૂછ્યું-કેવી રીતે ? ઈન્દ્રના સામાનિક દેવે કહ્યું –સાંભળ
૪
નિર્નામિકાની કથા
ધાતકીખંડ નામના દ્વીપમાં પૂવિદેહ ક્ષેત્રમાં નાગિલ નામના કુટુંબી છે. તે બિચારો અત્યંત દરિદ્ર સમગ્રલેાકથી અપમાનિત થઈ એક માત્ર પેટ ભરવાના કાર્ય માં તત્પર છે તેની ભાયને ઉપરાઉપરી કુબડી, સમગ્ર લાકોને અનિષ્ટ, સ્વભાવથી બહુ ભેાજન કરનારી છ પુત્રીએ ઉત્પન્ન થઇ. ત્યાર પછી તે દરિદ્ર-શિરોમણિ દરિદ્રતાથી, ઘણી પુત્રીઓના જન્મથી, સવ લોકોના પરાભવથી અત્યંત દુઃખી થઇ વિચાર કરે છે કે, શું કરૂ ? કયાં જાઉં? શું કરવાથી પુણ્ય થાય? એમ વિચારતા રહેલા છે. કેાઇક સમયે ક-પરિણતિવશથી તેની ભાર્યાને ફરી ગર્ભ રહ્યો, ત્યારે તેણે વિચાર્યું કે, જો કદાચ ફરી પુત્રી જન્મે, તે તેનું નામ પાડવાના વિધિ પણ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org