________________
ચપન્ન મહાપુરુષનાં ચરિત જૂરવા લાગ્યાં. આ પ્રમાણે અતિપ્રમાણુ વરસાદ પડવાથી ક્ષણવારમાં મહીતલના પ્રદેશો જળબંબાકાર થઈ ગયા. નગરી એકદમ રોકાઈ ગએલા પ્રવેશ-નિર્ગમ માર્ગવાળી થઈ ગઈ
આ પ્રમાણે નીચાણ કે ઉંચાણના ભૂમિહલના પ્રદેશને વિચાર કર્યા વગર વરસાદ ખૂબ વરસવા લાગે. નજર સમક્ષ જ ગાય, ભેંસ વગેરે જાનવર, મહેલે અને મકાનની શ્રેણી અને લેકવાળી આખી નગરી જળમાં એવી ડૂબી ગઈ કે, પાણી સિવાય સર્વ દેખાતું બંધ થયું. તે બંને મુનિઓ તે કાળે કરેલા તીવ્ર કષાયના પ્રતાપે કોલ કરીને નીચે સાતમી નરકપૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થયા. માટે આ ક્રોધ પ્રતિકાર ન કરી શકાય તે શત્રુ, ઔષધ વગરને વ્યાધિ, ઇંધણ વગરને અગ્નિ, કારણ વગરનું મૃત્યુ છે. જે કારણ માટે દેખે કે –
“હદયમાં પ્રચંડ ઉત્પન્ન થતા તીવ્ર સંતાપવાળો જ્યારે કોધવાળે થાય છે, ત્યારે રૌદ્રધ્યાન પામેલા ચિત્તવાળે તે પ્રથમ પિતાને જ બાળનારે થાય છે. વળી રૌદ્રધ્યાનથી નરકગતિના કારણભૂત કર્મ ઉપાર્જન કરે છે, માટે નરકના દુઃખથી ભય પામનારાએ ક્રોધશત્રુથી સાવધાની પૂર્વક ડરતા રહેવું. ઉત્પન્ન થએલે કોધાગ્નિ પ્રથમ પિતાના આશ્રયને બાળશે. ઘસાયા વગરના અરણિકાષ્ઠને અગ્નિ કાષ્ઠસમૂડને બાળી શકે ખરો ! તેથી ધર્મથી ભ્રષ્ટ થવાના ભયવાળા મહર્ષિઓ આકોશ, તાડન, તર્જન, અપમાન કરનાર કેઈ ઉપર પણ પિતાના પ્રાણના સંદેહમાં પણ કોઈ કરતા નથી, બલકે તેઓને ખમાવે છે, ક્રોધ કરનાર પામર આત્માના વિષયમાં મહર્ષિઓ ભાવદયા ચિંતવતા એમ વિચારે છે કે, અજ્ઞાની બિચારો કાધ કરીને અધમગતિમાં ગમન કરનાર થશે. “મારી ખાતર આ મહાક્રોધ કરીને અશુભકર્મ ઉપાર્જન કરે છે.' એમ પિતાના અપરાધથી ભય પામ્યાની જેમ તે મહર્ષિએ લજજા પામે છે. અપકાર કરનાર વેરી છે તે માત્ર એક જન્મ પૂરતે થાય છે. પરંતુ ધ બંને ભવમાં અપકાર કરનાર થાય છે. જેમ ક્રોધ, તે જ પ્રમાણે બીજા પણ દુર્જય કષાયે આત્માના પરમ શત્રુઓ છે, માટે તેના વિપક્ષભૂત ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષથી મુનિએ તેઓને જિતવા જોઈએ. જે તે કષાયોને જિતવામાં ન આવે અને પ્રમાદથી વૃદ્ધિ પામે તે વૈરિસમૂહની જેમ નિર્દય અપકારી થાય છે. નિર્મળ સંયમ લાંબા સમય સુધી પાળીને જે શુભકર્મ ઉપાર્જન કર્યું હોય, તેને ક્રોધરૂપી અગ્નિ એકક્ષણમાં રૂના ઢગલાની જેમ બાળીને ભસ્મ કરી નાખે છે. સંસારની અંદર રહેલા સમગ્ર પ્રાણીઓને આ કષાયે નક્કી દુઃખ પમાડનારા છે. વૃદ્ધિ પામેલા વિકારવાળા હાથીની જેમ સર્વને અંધ કરનાર અથવા ભાન ભૂલાવનાર થાય છે. આ કષાયે આત્માનું સ્વસ્વરૂપ હરણ કરાવીને તેમ જ વિકૃત સ્વરૂપ ધારણ કરાવીને મંત્રથી જેમ પરાધીન બનાવે તેમ અવળે માગે ખેંચી જાય છે. કષાય-સહિત નીચે જાય છે અને કષાયરહિત ઉંચે જાય છે–આ સમજીને વીરપુરુષો કષાયમૂડને ત્યાગ કરે છે. આ પ્રમાણે તે બંને મુનિઓના સંયમ–ઉદ્યમ યોગ સર્વથા નિષ્ફળ ગયો અને ક્રોધના દોષથી નરકમાં પતન થયું. માટે નરક-પતન થવાના ભયવાળા બુદ્ધિશાળી આત્માએ હંમેશાં કષાના વિપાકે વિચારીને કોધવાળાં વચનને ત્યાગ કરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org