________________
૪૫૮
પન્ન મહાપુરુષોના ચરિત દ્ધિ જોતાં તે ભેગોમાં આસક્તિ કરનાર મારા મહેલમાં રહેલી આ લક્ષ્મી કશી વિસાતમાં નથી અને મારા દરિદ્રપણાને પ્રગટ કરાવનારી થાય છે. ખાબોચિયું અને સમુદ્ર તેમાં રહેલા જળની ગંભીરતાની ઉપમા સરખા મારા અને ઈન્દ્રના વૈભવ વચ્ચે મહાન આંતરું છે. સૂર્ય અને ખજવાના તેજને પરસ્પર જેટલું અંતર છે, તે જ ઈન્દ્રના વૈભવને અને મારા વૈભવને મહા આંતરે છે. બીજાઓના વૈભવને વિચાર કર્યા વગર મેં મારા આત્માને હલકે બનાવ્યું, અથવા તે તુચ્છ હદયવાળા ને આશય પણ તુચ્છ હોય છે.”
આ પ્રમાણે ભાવનારૂઢ થતા દશાર્ણભદ્ર રાજાના પરિણામ ઉલ્લાસ પામ્યા કે જે કે આ ઈન્દ્રમહારાજાએ પોતાની ત્રાદ્રિના વૈભવથી મને હરાવ્યો, તે પણ મારી શકિતના પ્રભાવથી શ્રમણપણું અંગીકાર કરીને તેને હરાવીને હું સફલ પ્રતિજ્ઞાવાળે થાઉં. બીજું, જે પોતે બેલેલું વચન પાલન કરતું નથી, તે “બેટી બડાઈનાં વચન બોલનારે છે' –એમ ધારીને પંડિત વડે ત્યાગ કરાય છે, મિત્રવર્ગ પણ તેને વિશ્વાસ કરતું નથી, બંધુલેકે તેને આદર કરતા નથી, સાધુપુરુષની પર્ષદામાં અપમાન પામનારો થાય છે – એમ વિચારીને મુકુટ કડાં વગેરે આભૂષણે ઉતારીને પંચમુષ્ટિ લેચ કરીને ગણધર ભગવંત પાસેથી મનિષ ગ્રહણ કરીને ઈન્દ્રમહારાજના દેખતાં જ પ્રભુના ચરણમાં પડ્યો. ભગવંતના ચરણ–યુગલમાં ત્રણ પ્રદક્ષિણા આપીને ચારિત્ર અંગીકાર કર્યું. અત્યંત ઉત્તમ શકિત ફેરવીને ગ્રહણ કરેલા મુનિ વેષવાળા દશાર્ણભદ્રને દેખીને સુરપતિએ તેને કહ્યું કે, “હે મહારાજ ! સુંદર કર્યું, સુંદર કાર્ય કર્યું, તમારો વિવેક ઉત્તમ છે, ભગવંત ઉપર તમારી ભકિત અચિન્ય છે, તમારું પરાક્રમ બીજાઓથી ન ઉલ્લંઘી શકાય તેવું છે. પોતાનાં વચનને નિર્વાહ બરાબર કર્યો, પ્રતિજ્ઞા પૂર્ણ કરી. વધારે શું કહેવું ? તમે મને હાર આપી છે એમ બોલતા ઈન્દ્રમહારાજા દશાર્ણ ભદ્રના ચરણમાં પડ્યા. ઈન્દ્ર પિતાના સ્થાને ગયા. દશાર્ણભદ્ર રાજર્ષિ થઈ યથાશકિત સંયમમાં ઉદ્યમ કરવા લાગ્યા,
[૨૭] કુણલા નગરીને નાશ કેમ થશે ?
ત્યાર પછી મહાવીર ભગવત તે પ્રદેશમાંથી વિહાર કરતા અને દરરોજ ભવ્યરૂપ કમલખંડને પ્રતિબંધ કરતા “કુંડગ્રામે પહોંચ્યા. ત્યાં પણ આગળ જણાવી ગયા તે ક્રમ પ્રમાણે દે અને અસુરોએ તૈયાર કરેલા સમવસરણમાં સિંહાસન પર બિરાજમાન થયા. ધર્મદેશના શરૂ કરીને અભયપ્રદાન મૂલવાળા, અસત્યવચન ન બેસવા રૂપ વિરતિની પ્રધાનતાવાળા, પારકા ધનના ત્યાગની રુચિ, દિવ્ય, મનુષ્ય, તિર્યંચ સંબંધી મૈથુન–સેવનથી પરામુખતા, નિષ્પરિગ્રહ ગુના ગૌરવવાળા યતિધર્મનો ઉપદેશ આપ્યો. તેમ જ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતોથી અલંકૃત, ચાર શિક્ષાવ્રત–સ્વરૂપ બાર પ્રકારને શ્રાવકધર્મ સમજાવ્યું. તે સાંભળીને અનેક છ પ્રતિબોધ પામ્યા. કેટલાકે એ શ્રમણપણું, કેટલાકે સમ્યકત્વ અંગીકાર કર્યું.
વળી કોઈ બીજા દિવસે પિતાની પત્ની સહિત જમાલિનામના પિતાના જમાઈને પ્રતિબંધ કરી દીક્ષા આપી. બીજા પણ ઘણા બંધુવર્ગને મુનિલિંગ ગ્રહણ કરાવીને અનુક્રમે ત્યાંથી વિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org