________________
[૨૫] પુરક-ક ડરીક દૃષ્ટાંત
૪૪૯
ચિત્તવાળા ઘણેભાગે કુશળકાય કરવામાં મૂંઝાયા કરે છે. આ પ્રમાણે મનથી વિષયમાં મૂઝએલા દોરડાથી જેમ (અશ્વ) તેમ ભાગ-તૃષ્ણાથી એકદમ ખેંચાયા.
પાછે આવીને નગર બહારના ઉદ્યાનમાં વિશેષ વિકસિત થએલા લીલા રંગના વૃક્ષની ડાળી પર પાત્રાદિ ઉપકરણા લટકાવીને વૃક્ષની નીચે બેઠા. મોટાભાઈ પાછા આવ્યા છે.’ તે સમાચાર સાંભળીને નાનાભાઈ વંદન કરવા માટે ત્યાં આવ્યા. દૂરથી જ દેખાયા અને દેખતાં જ તેના ઈંગિત આકારથી મેટાભાઈના મનેાગત ભાવ સમજી ગયા. તે સમયે વંદ્મન કરીને કહેવા લાગ્યા. શું ?
“ વિષય ભેળવવાની તૃષ્ણાવાળા તેના મુખાકારને ઓળખીને રાજા સ્નેહપૂર્વક પેાતાના ભાઈને કહેવા લાગ્યા- હું સહેાદર ! મારા પર રાજ્યભાર નાખીને તમે તે આવી ઉત્તમ દીક્ષા અંગીકાર કરી, પર’તુ તમારી દીક્ષા બાદ આ રાજ્યભારનો મહાકલેશ હૈાય તેમ મને લાગે છે. તમારા સરખા જ આ કારભાર નિર્વાહ કરી શકે તેવા મુશ્કેલ છે. આ રાજ્યભાર મા વહન કરવે મહાદુ:ખદાયક છે. 'મેશાં હું ખાળક હુને, ત્યારે મારા ઉપર અધિક સ્નેહ રાખીને તમે મને પાલન કર્યાં હતા, તે જ હું અત્યારે તમને દુઃખમાં જોડી રહેલા છું. મહાપુરુષ। દુઃખ પામેલા લેાકોના ઉપર કરુણાવાળી નજર કરનારા હાય છે. આ જગતમાં કરુણાની પ્રધાનતાવાળા ધર્મ પ્રશંસા પામે છે. આ રાજ્યના મહાકલેશને પામેલા મને હવે તમે છેડાવા અને અતિકષ્ટદાયક કેદખાના સરખા આ રાજ્યથી મને કરુણા કરીને મુક્ત કરાવા.’’
તેનું તેવા પ્રકારનુ પેાતાને અનુકૂળ એવું વચન સાંભળીને જેમ દરિદ્રને મહાધનનું નિધાન મળે, તેમ અથવા વ્યાધિગ્રસ્તને વ્યાધિ ચાલ્યા જાય તેમ, વિરહીજનને પ્રિય-સમાગમ થાય, તેમ આ ભાઈ અતિશય પરિતાષ પામ્યા. તેણે કહેલાં વચનને તરત જ સ્વીકારી લીધું. ત્યાર પછી તે નાનાભાઈ પાંચમુષ્ટિથી લેાચ કરીને તેનાં જ રજોહરણુ આદિ ઉપકરણાના સ્વીકાર કરીને તેમજ તેને મુગુટ, કડાં અને અંગ ઉપર રહેલાં ખીજા પેાતાનાં આભૂષણ્ણા અણુ કરીને પોતે વનમાં ગયા. પેલા દીક્ષાથી પતિત ભાઈ હવે આભૂષણાથી શરીર અલંકૃત કરીને સમગ્ર સામત, અંતઃપુર અને સેવકોથી પરિવરેલા નગરમાં ગયા. પાતાના મહેલમાં પ્રવેશ કર્યાં. નગરલેાકો મળવા આવ્યા, તેની સાથે કેટલાક સમય ગાષ્ઠી-વિનોદમાં પસાર કર્યાં. પછી રસેયાને મેલાવ્યે. તેને આજ્ઞા કરી કે, ' અઢાર પ્રકારની મીઠાઈવાળુ ભેાજન તૈયાર કર. ’ તેણે પણ ‘જેવી આજ્ઞા’-એમ કહીને આજ્ઞા પ્રમાણે ભેાજન તૈયાર કર્યું. ત્યાર પછી તે પુંડરીક સ્નાન આદિ આવશ્યક કાર્ય કરીને સુગધી ધૂપ આદ્ધિ પદાર્થાથી શરીર અને વસ્ત્રોને સુગંધી કરીને પહેરીને ભાજનમંડપમાં ગયા. થાળા ગોઠવ્યા. અંતઃપુરની સ્ત્રીઓ વિવિધ પ્રકારનાં ભેાજને પીરસવા લાગી. કેવ ? વિકસિત તાજા રસવાળા મેગરાના પુષ્પનાં પત્ર સરખા ઉજ્જવલ શાભાયમાન મણિજડિત થાળમાં પ્રચંડ સુગ'ધી ક્રૂર ભાજન પીરસ્યું. દળેલી હળદર અને ખીજા અનુરૂપ મશાલાથી ભરપૂર સુગંધ પૂર્ણ દાળ પીરસવામાં આવી. તરતના તપાવેલા માખણમાંથી બનાવેલ નાસિકાને પ્રીતિ ઉત્પન્ન કર્મનારૂ સુગંધવાળું ઘી ગ્રહણ કરાતું હતું. ત્યાર પછી દહીના તૈયાર કરેલા મઠા, સુગધી તેજાના મશાલા છાંટેલાં
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org