________________
૪૪૮
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત દેવ ભગવંત ! તમે ય પામે. દુષ્કર અભિગ્રહને પ્રથમ ધારણ કરનાર ! ઉત્તમ પરમાર્થ માગને પ્રથમ ગ્રહણ કરનાર છે આદિ જિનેશ્વર ! તમો જય પામે. પ્રથમ કેવલજ્ઞાનથી સમગ્ર પદાર્થોને સ્પષ્ટ સ્વરૂપે દેખનાર ! હે પ્રભુ! તમારે જય થાઓ. દુખે કરી જાણી શકાય એવા મહાક્ષસુખના અનેક પ્રકારના માર્ગને જાણનાર ! તમે જય પામે. આ પ્રમાણે રાજાએમાં પ્રથમરાજા, જિનેન્દ્રોમાં પ્રથમ જિનેન્દ્ર ! તમારા ચરણમાં વારંવાર નમસ્કાર કરું છું.” - ત્યાર પછી ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક જગદ્ગુરુને પ્રણામ કરીને પલ્ચકાસન–બંધનથી આગળ બેઠા. ભગવંતનું ધ્યાન કરતા કેટલેક સમય ત્યાં રોકાયા. આ સમયે ગંધર્વરતિ નામને વિદ્યાધર પિતાની પત્ની સાથે ભગવંતને વંદન કરવા આવ્યા. વંદન કર્યા પછી પુષ્ટ અને સુંદર દેહવાળા “ગૌતમ ગણધરને દેખીને વિચારવા લાગ્યું કે, “આ પર્વત ઉપર અતિશય કે લબ્ધિ વગરને મનુષ્ય આવી શકતું નથી. અતિશય તે તીવ્ર તપ કરવાથી મેળવી શકાય છે. તપસ્વીઓ તે દુર્બળ કાયાવાળા હોય છે. આ તપસ્વીને અનુરૂપ વેષ ધારણ કરનાર નથી, એટલું જ નહિં પણ અતિશય સ્નિગ્ધ પુષ્ટ શરીરની કાંતિવાળા જણાય છે. અહીં અતિશયવાળા તપસ્વી સિવાય મનુષ્યનું ચડવું થતું નથી. આવા પ્રકારના સંશય અને વિતર્કમાં પર્યાકુલ માનસવાળા વિદ્યાધરના ભાવ ઓળખીને ગૌતમ ગણધર ભગવંતે તેને કહ્યું કે, હું દેવાનુપ્રિય ! અહિં કલ્યાણ–પરંપરા પામવામાં દુર્બળતા કારણ નથી, તેમ જ બળવાનપણું પણ અકારણ છે–એમ ન માનવું. તે વિષયમાં એક દષ્ટાંત કહું છું, તે સાંભળે– રિપી પુંડરીક અને કંડરીકનું દૃષ્ટાંત
જબૂઢીપ નામના આ દ્વીપમાં “પુંડરીકિણ નામની નગરી હતી. ત્યાં પિતાની કુલપરપરથી પોતાનું રાજ્ય ચલાવતો “પુંડરીક નામને રાજા હતા. ઘણુ કાળ સુધી રાજ્યસુખ ભેગવીને, કામગથી વૈરાગ્ય પામતાં તેણે નાનાભાઈને પિતાની રાજ્યગાદી પર બેસાડીને જિનેશ્વરના શાસનમાં દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી તે તીવ્ર તપસ્યાની આચરણા કરતા. વિધિપૂર્વક નિર્દોષ અંત-પ્રાન્ત ભેજન લાવીને આહાર કરતા. રાજકુળમાં ઉછરેલા હોવાથી સુકુમાર શરીરપણુથી, તેમજ પૂર્વે કરેલા કર્મના કારણે તીવ્ર રોગની પીડાવાળા થયા. વિહાર કરતા કરતા ક્રમે કરી પુંડરીકિણી” નગરીમાં આવ્યા. “મોટાભાઈ પધાર્યા છે. એમ જાણી નાનાભાઈ રાજા બહુમાન પૂર્વક નગર બહાર ગયા અને વંદન કર્યું. મુનિના શરીરમાં રોગની પીડા જાણીને રોગની ચિકિત્સા ત્યાં સુધી કરાવી કે, જ્યાં સુધી તે સ્વસ્થ શરીરવાળા થયા. પાછળથી અશન આદિકવડે શરીરને અત્યંત પુષ્ટ કર્યું. હંમેશા તે પ્રકારનું રાજકુળનું ભજન કરતાં ચારિત્રના કુશલ પરિણામ ઓસરી ગયા, ચિત્તમાં વિકાર પ્રગટ. સર્વ ઈન્દ્રિ નિરંકુશ બની ગઈ. વિષયાભિલાષા વૃદ્ધિ પામી. છતાં નગરલેકેથી લજજા પામતા તપ કરવા માટે વનમાં ગયા. ગહન વનમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રવેશ કર્યા પછી તેની શી સ્થિતિ થઈ?—
વિશિષ્ટ આકરૂં તપ કરવાના ઉદ્યમવાળા તે મુનિના મનમાં પણ શ્રમણવેષથી વિરુદ્ધ ભેગની પ્રચંડ તૃષ્ણ અને ભજન કરવાની ઉત્કંઠા નિરંતર વૃદ્ધિ પામવા લાગી. લજજાથી શરીર ધર્મમાં ઉદ્યમ કરનારું હતું, પરંતુ ચિત્ત તે ભેગો મેળવવાની ઉત્કંઠામાં ગયું હતું, ઘણે ભાગે કાર્યને આરંભ કર્યા પછી, તેને ત્યાગ કરનાર, લેકથી શરમાય છે અને ચિત્તને રેકનાર થાય છે. તેનું ચિત્ત ફરી ફરી વિષયે મેળવવા તત્પર થતું હતું. પ્રતિકૂળ થએલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org