________________
૪૩૦
ચેપન્ન મહાપુરુષોનાં ચરિતા વડે નૃત્ય કરતું ન હોય? વિવિધ પ્રકારના પક્ષીઓના અટ્ટહાસ્યથી જાણે આનંદિત થયું ન હેય? વળી અરણ્ય કેવું હતું ?
કેઈક સ્થળમાં હાથીઓના યૂથો આમ તેમ સંચરતા હતા; કયાંઈક ભયંકર ચિત્તાએ એકઠા થતા હતા, કયાંઈક રોપાયમાન થએલા સિંહો ઉભા હતા, કયાંઈક રીંછે મોટા શબ્દો કરતા હતા, કયાંઈક વાઘ ઈર્ષાથી માર્ગ રોકીને રહેલા હતા, કાંઈક વાંદરાએ ડાળીઓ ઉપર કરીને વૃક્ષોનું ઉલ્લંઘન કરતા હતા, કયાંઈક વરાહો પિતાના મુખના આઘાતથી ગુફાઓ જર્જરિત કરતા હતા, કયાંઈક નિર્ઝરણની જળધારાના શબ્દવાળું, વળી તે અરણ્યમાં કયાંઈક ભીલોની સુંદરીઓ વડે કરાતી કીડાઓના વિલાસને જાણે જણાવતી હોય તેમ વિષમ અને સમાન ચંચળ પર્વના બિછાના કરવાના લક્ષ્યવાળું, કયાંઈક સિંહાવડે મારી નંખાએલા હાથીના કુંભસ્થલનાં મતીઓના સમૂહવાળું, જાણે વિકસિત પુની રચના કરી હોય, તેવી વનલક્ષ્મીને વહન કરતું, કેઈક જગ્યા પર હાથીના મદજળમાં મસ્ત થએલ ભ્રમરવૃન્દને કાન અફળાવવાથી તાડન કરત જાણે એમ સૂચન કરતે હોય કે, “મદિરાપાન કરનારની આવી ગતિ થાય છે.” આ પ્રમાણે મેટા વૃક્ષ અને વિવિધ વનના પશુઓથી વ્યાપ્ત વનની ગાઢ ઝાડીમાં વિધાનની જેમ સેવન કરવા લાગ્યો.
ત્યાં સંચરતા તેણે બહુ દૂર નહિં એવા પ્રદેશમાં રહેલ, નિર્મલ રજત સરખી ઉજજવલ ચમકતી શિલાઓના ભિત્તિસ્થલવાળો, ભિત્તિસ્થલમાં ઉછળતા અને મધુર ખળખળ કરતા જળનિર્ઝરણાવાળા, નિર્ઝરણાના કિનારા પર ઊગેલ દીર્ઘ પ્રમાણુવાળી લતાઓના ઘરમાં બેઠેલા કિન્નર-યુગલવાળા, કિન્નર-યુગલેનાં મનહર ગીત શ્રવણ કરવા બેઠેલ દિશાવધૂઓના સમૂહવાળા એવા “હિમવાન” નામના પર્વતને જે, અત્યંત આશ્ચર્યકારી પરમ પ્રકર્ષને પામેલા તેને જોઈને એકાંત મનોહર લાગવાથી તેના એક શિખર-પ્રદેશમાં આરૂઢ થયો. ત્યાં ગંગાનદીના કિનારા પર રહેલી વિશાળ ગુફા-ભાગમાં હૃદયમાં ઉલ્લાસ પામતી વૈરાગ્ય વાસનાની અધિકતાવાળો, આરંભ કરેલા અર્ધમાસ આદિ દુદ્ધર તપ-વિશેષવાળે, સમગ્ર તંદ્રાદિક દુઃખનાં કારણોને ત્યાગ કરનાર, સ્વર્ગસુખની ઉપમાવાળા શમસુખનો આસ્વાદ કરનાર, શુભ અધ્યયન અને ધ્યાનમાં એકાગ્રતાવાળા પ્રવચનમાં કહેલી વિધિથી ત્યાં રહેવા લાગે. કેવી રીતે ?
વૃક્ષની છાયા, ફળ કે કંદાદિકના કારણની ધારણું નહિ, પરંતુ એકમાત્ર એકાન્તગુણ હદયમાં ધારીને તે સ્થળે રહ્યા. હંમેશાં ઉપવાસ કરવાના કારણે દુર્બળતા પામતો, તપ તેજથી દીપતા, ઉત્તમ ધ્યાન કરતા, મૃગલા સરખા મુગ્ધનેત્રવાળા સેંકડો મૃગકુળથી સેવાતા, ગ્રીષ્મકાળમાં સૂર્યનાં તીવ્ર કિરણો સન્મુખ આતાપના લેતા, ઊંચી રાખેલી બંને ભુજાવાળા પૃથ્વીપીઠ ઉપર એક ચરણથી ઉભા રહેલા હતા. મેઘગર્જારવ અને ઝબુકતી વિજળીથી ભયંકર વર્ષાકાળમાં મોટા પર્વતની જંતુરહિત ગુફામાં રહેતા હતા. કઠેર ઠંડો પવન ફૂંકતી અને હિમસમૂહ વરસાવતી શિયાળાની રાત્રિમાં ઉભા ઉભા કાઉસગ્ગમાં ભુજાઓ લંબાવી ચારે પહેર ધ્યાન કરવામાં પસાર કરતા હતા. આ પ્રકારે વિવિધ ઉગ્ર તપવિશેષથી સુખશીલપણને સર્વથા ત્યાગ કરનાર નંદિષેણ મુનિ દિવસ કે રાત. સુખ કે દુઃખની કલપના સરખી પણ કરતા ન હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org