________________
નંદિષણની કથા
૪૨૯ રહીને પ્રાણીનું રક્ષણ કરી શકાતું નથી. વિવિધ પ્રકારની પરિગ્રહની આસક્તિના લેભમાં વતી રહેલા મૂઢમતિના માર્ગવાળા પરિવાર માટે આરંભ કરનાર પ્રાણિઘાત વગેરેનું રક્ષણ કરવા કેવી રીતે સમર્થ બની શકે ? માંસના ટુકડાના લેભથી શ્વાનાદિક પણ પ્રાણિના ઘાતમાં પ્રર્વતે છે, પરંતુ વિષયરૂપ માંસથી વિરમેલા યતિઓ જગતમાં પ્રાણિ-ઘાતનું રક્ષણ કરવા ઉદ્યમ કરે છે. આ કારણથી તમારી આજ્ઞા પામીને હું વિરપ્રભુના ચરણ-યુગલની સેવા સર્વકાલ શિષ્યપણે કરવાની અભિલાષા રાખું છું.
આ પ્રમાણે મેઘકુમારે કહેલું સાંભળીને “અભયકુમાર કહેવા લાગ્યા કે- તમે બહુ સુંદર વાત કરી, પરંતુ જે પ્રમાણે બોલ્યા, તે પ્રમાણે પાલન કરવાની શક્તિ છે ? કારણ કેયૌવનની ખૂમારી વિષમ છે, કામદેવને જિતને મુશ્કેલ છે, વિષયવાળા ઈન્દ્રિય-અશ્વોને કબજે રાખવા કઠિન છે. સ્ત્રીઓના વિલાસે મેહ કરાવનાર હોય છે. પ્રવ્રજ્યાના પરિણામ કાયમ ટકાવી રાખવા દુષ્કર છે. વ્રતવિશે–અભિગ્રહ કરવા દુશકય છે. પરિષહો સહન કરવા, તે સહેલી વાત નથી. કક્ષાના વેગને રોકી શકાતું નથી. માટે હું કહું છું કે “લેવી સહેલ છે, પણ નિર્વાહ કરે મુશ્કેલ છે. અપરિપકવ કષાયવાળા આત્માને દીક્ષાનો ઉદ્યમ નંદિષેણની જેમ લધુતામાં પરિણમનારે થાય છે. ત્યારે મેઘકુમારે પૂછ્યું કે, તે નંદિષેણ કેણુ? અભયકુમારે કહ્યું
અહીં નંદિષેણ નામને મારો ભાઈ હતે. તે કેઈક વખત સંસારવાસથી ઉદ્વિગ્ન મનવાળે થય અને દીક્ષા લેવા માટે ઉદ્યત થયે, ત્યારે કુટુંબિઓએ, મિત્રો, સગા-સ્નેહીઓએ તેને રોક્યો અને કહ્યું કે, પ્રવજ્યાની ક્રિયા અતિ દુષ્કર છે. યૌવનમાં કામદેવ પોતાનું સામર્થ્ય વિશેષ પ્રગટ કરે છેમહાવત વગરનો મદન- હાથી અમદા–વનને ઉપદ્રવ કરવાની અભિલાષા કરે છે. આ પ્રમાણે કહેવાયા પછી તેણે કહ્યું કે-એમ જ છે. પરંતુ હું તેવા પ્રકારને પ્રયત્ન કરીશ કે, જેથી સ્ત્રીવર્ગ મારા નેત્રના માર્ગમાં સ્થાન ન પામે. કેવી રીતે?—જેના સંગથી અલ્પ પણ વિનાશ થાય, તેનો સંગ તે કરેજ નહિ. કયે જીવિતાથી કાલકૂટ ઝેરનું ભક્ષણ કરે? મહાદુઃખના અને પ્રસાદના કારણભૂત હોય તે ખરેખર પ્રમદાઓ છે. કયે વિવેકી તેવી સ્ત્રીને દૂરથી ત્યાગ ન કરે? રમણીઓના રાગમાં ભાન ભૂલેલા રામ, રાવણ, નલ વગેરે સેંકડે આપત્તિઓ પામ્યા છે–તે પ્રત્યક્ષ સાંભળીએ છીએ. તે હવે હું મારી પિતાની શ્રેષ્ઠ પત્નીઓને ત્યાગ કરીને કુશળકાર્યમાં ઉદ્યમ કરીશ, તે પછી પારકી સ્ત્રીઓને દેખવાને પણ અવકાશ કયાં રહ્યો ? આ પ્રમાણે કહીને વૃદ્ધિ પામતા હૃદયના આનંદે ઉત્પન્ન કરેલા રોમાંચવાળા નંદિષેણે જિનેશ્વર ભગવંતે કહેલા માર્ગને અનુસારે પ્રત્રજ્યાને સ્વીકાર કર્યો.
ત્યાર પછી જિનપ્રવચન-વિધિથી શ્રમણપણું અંગીકાર કરીને સમગ્ર સૂત્ર, અર્થ અને ક્રિયાકલાપ ગ્રહણ કરીને, પિતાના નિવાસસ્થાનને, તથા દેશને ત્યાગ કરીને અનેક તાલ, તમાલ, સરલ, દેવદાર, પુન્નાગ વગેરે વૃક્ષેથી ખીચખીચ એવા મહાઅરણ્યમાં પ્રવેશ કર્યો જે અરણ્ય જાણે કોયલના શબ્દવડે ‘આવે, પધારો” એમ આમંત્રણ કરતું ન હોય ? ગુંજારવ કરતા બ્રમોના ટોળાંવડે જાણે ગાયન કરતું ન હોય ? પવનથી કંપતી શાખારૂપ ભુજાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org