________________
પ્રભુના શલ્યની ચિકિત્સા
૪૧૧
ચિકિત્સા કરવાની પ્રાર્થના કરતા નથી, શરીરની સારસંભાળ તરફ બહુમાન કરતા નથી........ .................જીવિતની અભિલાષા રાખતા નથી. કારણ કે જુઓ આ ભગવંત તે સમગ્ર દે અને મનુષ્યથી ચડિયાતા પરાક્રમવાળા હોવા છતાં પણ ઉપસર્ગ કરવા આવનાર તરફ નિર્બળ માફક પિતાના આત્માને વહન કરી રહેલા છે. નહિંતર કોઈ સામાન્ય પુરુષ આવીને તેમને કેમ અડપલું કરી જાય ? આ પ્રમાણે વણિક અને વૈદ્ય વાર્તાલાપ કરતા હતા, તેની દરકાર કર્યા વગર જોજન પૂર્ણ કરીને ભગવંત વણિકને ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રભુ ગયા પછી સિદ્ધદરે વૈદ્યપુત્રને કહ્યું કે
સારી રીતે ઘસીને સુકુમાર બનાવેલી ભિત્તિમાં વિભાગ કરવા પૂર્વક વિવિધ રંગોથી આલેખાએલ ચિત્રામણની જેમ જગતમાં સમગ્ર ગુણે પાત્રને પામીને સફળતા મેળવે છે. તે જ સાચું વિજ્ઞાન, તે જ બુદ્ધિને પ્રકર્ષ કહેવાય, અને બલનું સમર્થ પણું પણ ત્યારે જ કહેવાય છે, જે સમગ્ર ગુણોના આધારભૂત એવા મનુષ્યના ઉપગમાં આવી શકતા હોય. એક દિવસ ઉપકાર કરનાર એવા કાર્યને વિષે કાર્ય કરવામાં તત્પર એવા આ મહાપુરુષની ચિકિત્સા કરવાથી બંને લેકની સાધના કરેલી થાય છે. સમગ્ર કાર્યો કરવાના ઉપગમાં આવી શકે એ અર્થે મારી પાસે પુષ્કળ છે. જરૂર પડે તે પ્રમાણે મારા ધનને ઉપગ કરીને તું પ્રભુનું શલ્ય દૂર કર, હવે વિચારણું કરવાને અવકાશ નથી. અતિશય ભક્તિથી રોમાંચિત ગાત્રવાળા અને વણિકના વચનથી વૃદ્ધિ પામેલા પૂર્ણ ઉત્સાહવાળા વૈદ્યપુત્રે કહ્યું કે, “ તમે મને જે કહ્યું, તે મારા હૃદયમાં બરાબર સમજાયું છે. પરંતુ આ કિયાના ચાર અંગે કહેલાં છે. તે આ પ્રમાણે સમજવા-પ્રથમ દરદીના રેગની બરાબર ચિકિત્સા કરવી, ઔષધ સ્વાધીન હોવું જોઈએ, નજીક રહેલ પરિવાર સેવાચાકરીમાં અનુકૂલ હોવો જોઈએ, દરદના સ્વરૂપને ઓળખનાર વૈદ્ય. આ સર્વનિ વેગ મળી આવે તે ચિકિત્સા સફળ થાય.” અહી તે જેમની ચિકિત્સા કરવાની છે, તે પીડા વગરના અને રોગ મટાડવાની અભિલાષા વગરના છે. આ સ્થિતિ હોવાથી હું બીજું શું કરી શકું ? ત્યારે સિદ્ધદરે કહ્યું–હૃદયથી પિતે ચિકિત્સા કરવાની ઈચ્છાવાળા ન હોય, તેવા ગુરુજનને જેમાં વિરોધ ન હોય તે, કુશળ પુરુષે તેવા કાર્ય માં કરેલા પ્રયત્ન સફળ થાય છે. બીજાને નુકશાન ન થાય તેવા ગુણથી જે ભક્તિયુક્ત થાય અને ગુરુવર્ગ તેનાથી અજ્ઞાત હોય તે પણ તેવા ગુણને ગ કરી આપ જોઈએ. જેમાં દોષ ન થાય અને મનવાંછિત ગુણે જેમાં થતા હોય તે તેમની આજ્ઞા વગર પણ શુદ્ધ કાર્ય કરવા ગ્ય છે.” આ પ્રમાણે વણિકપુએ કહ્યું, એટલે વિદ્યપુત્રને ઉત્સાહ વૃદ્ધિ પામે અને વૃક્ષ નીચે પ્રતિમાપણે કાઉસ્સગ્નમાં પ્રભુ રહેલા હતા, ત્યાં પહોંચ્યા. ત્યાર પછી વૃક્ષની બે બાજુમાં તેની શાખાઓ નમાવીને દોરડાથી બાંધીને ખીલાના છેડે પણ દેરડાં બાંધ્યાં. ત્યાર પછી શાખાએને સ્વાભાવિક સ્થિતિમાં મુક્ત કરી. એમ કરતાં ખીલાઓ ડાળીઓ ખેંચાવાથી બહાર ખેંચાઈ આવ્યા. પ્રભુને શલ્યરહિત કર્યા. જ્યારે ખીલા બહાર નીકળ્યા અને પ્રભુ શલ્યરહિત થયા ત્યારે જે આગલા વાસુદેવના ભવમાં ઉપાર્જન કરેલ અશાતા–વેદનીયકર્મ ભેગવતાં બાકી રહેલ કમશિના કારણે ભગવંતે ગંભીર તીર્ણ અને મધુર હુંકાર છોડ્યો. જે વખતે વાળે કાનમાં ખીલા ઠેકયા, ત્યારે ભગવંતને તેટલી તીવ્ર વેદના થઈ ન હતી, જેટલી ભારી વેદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org