________________
૪૧૦
ચોપન મહાપુરુષનાં ચરિત કહેવા લાગ્યું કે, “હું દરેક પ્રયાસપૂર્વક પૂછું છું. અને કહું છું, છતાં પણ....તમને કહેવા અનુરોધ ન થયો, તે હવે હું તેવું કરીશ, જેથી બીજા પ્રત્યે ફરી આમ ન કરે.”— એમ કહીને ભગવંતના કાનના છિદ્રોમાં નિષ્કરુણપણે કાસના ખીલાઓ ઠોક્યા અને છેડાઓ એવા ભાંગી નાખ્યા કે ( કઈ દેખી શકે નહિં.) ભગવંતને તીવ્ર વેદના થતી હતી, છતાં પણ તેની અવગણના કરીને અધિક શુભ પરિણામની વૃદ્ધિ કરતા મેરુપર્વતની જેમ અડેલ સર્વ અંગે રાખીને તે જ પ્રમાણે કાઉસ્સગ્નમાં ઊભા રહ્યા. પેલો ગેપદારક શું ચિંતવવા લાગ્ય–
પિતાના ચરિત્રની દુષ્ટતા અને અશુદ્ધ ચિત્તથી ઉત્પન્ન કરેલ વિપરીત ભાવવાળાને આટલી શિક્ષા કરવા છતાં પણ હજુ મારા બળદ કયાં ગયા? તે કહેવાની અવજ્ઞા હજુ કેમ કરતે હશે? તે જુવે. કરુણુ વગરના પ્રહાર કરતા તે ગોવાળીયાએ પ્રભુના પરમાર્થ સ્વરૂપને વિચાર કર્યા વગર પોતાનું ગાય-બળદ ચરાવવાપણું પ્રગટ કર્યું તે દેખો. પ્રભુ દુનિયાનાં કાર્યો પ્રત્યે ઉદાસીન હોય છે-એ સ્વરૂપની, સંતપણાની કે તેમના વેષની તેણે વિચારણું ન કરી. ખરેખર પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ જેઓ પામેલા હોય, તેઓ જ આ વિચાર કરી શકે. ભગવંત માયાનિદાન અને મિથ્યાત્વ એમ ત્રણ પ્રકારના શલ્યથી રહિત હોવા છતાં પણ જગદ્ગુરુ કાસના ખીલાના શલ્ય વડે કાનના છિદ્રની અંદરના ભાગમાં શલ્યવાળા થયા. સ્વાધીન ભેગને ત્યાગ, અસંગતા, તપથી કૃશાંગતા કેઈના ઉપર અપકાર ન કરનારા એવા ભગવંતે પિતાનું સ્વરૂપ જગતને બતાવેલું છે. આ પ્રમાણે દે, મનુષ્ય અને તિર્યંચગણના હૃદયને મહાચમત્કાર કરાવનાર એ ઉપસર્ગ કરીને ગોવાળ પાછો ફર્યો.
કાનના છિદ્રમાં સ્થાપન કરેલા કાસની શલાકાના ભાંગી નાખેલા છેડાવાળા, દુસ્સહ વેદના થવાના કારણે જેના મુખનું લાવણ્ય કરમાઈ ગયું હોય–તેવા જણાતા, વિશેષ પ્રકારના તપ કરવાના કારણે ઉપાર્જન કરેલા કુલકર્મના અતિશયવાળા ભગવંત પણ મધ્યદેશમાં રહેલા મધ્ય” નામના કોઈ એક ગામમાં આવી પહોંચ્યા. ત્યાં પારણાના દિવસે સિદ્ધદત્ત નામના વણિકનાં ઘરે પ્રવેશ કર્યો. તેણે પણ ભગવંતને યથાવિધિ પ્રતિલાલ્યા અને પ્રભુએ પણ ભેજનથી પારાણું કર્યું. આ અવસરે પહેલાં આવેલા વૈદ્યપુત્રે ભગવંતનું શલ્યવાળું સ્વરૂપ જાણીને સિદ્ધદત્તને કહ્યું કે, ભગવંતનું શરીર શલ્યવાળું જણાય છે. કારણ કે સૂર્યકિરણથી વિકસિત થએલ સુવર્ણકમલ સરખું વદનકમલ પણ પ્લાન અને લાવણ્યરહિત દેખાય છે. તપાવેલા સુવર્ણ ઢગલા સરખી નિર્મલ દેહકાંતિ હોવા છતાં વેદનાના કારણે ઝાંખી પડી ગઈ છે. સૂર્યકિરણોથી અલ્પ ખીલેલા કુવલયદલ સરખું ભાવાળું લોચનયુગલ પણ બીડાઈ ગયું છે. નગરના દરવાજાની અર્ગલા સરખું ગોળ મજબૂત અને લાંબું હોવાથી સુંદર એવું બાહયુગલ કૃશ બની ગયું છે. તે હવે શરીરમાં શલ્ય કઈ જગ્યા પર હશે? એમ વિચારીને ભગવંતના સમગ્ર શરીરમાં શલ્ય કયાં હશે ? તે તપાસ કરી. તપાસ કરતાં કાનના છિદ્રમાં રહેલા કાસના ખીલાવાળા કર્ણ યુગલ જયાં અને સિદ્ધદત્ત વણિકને બતાવ્યું. તેવા પ્રકારનું શલ્ય દેખીને કરુણું પામેલા મનવાળા તે વણિકે ભક્તિપૂર્ણ ભાવથી વૈદ્યપુત્રને કહ્યું કે, “ આ સ્થિતિ હોવાથી હવે શું ઉપાય કર ? વૈદ્યપુત્રે કહ્યું કે, એક ઉપાય છે, પરંતુ આ ભગવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org