________________
ચમરેન્દ્રને ઉત્પાત, પ્રભુનું શરણ
૪૦૩ થાય છે. દૌર્યયુક્ત હૃદય થાય ત્યારે, બીજાની ઉન્નતિને કોણુ સહન કરી શકે? સૂંઠના અગ્રભાગમાં વૃક્ષોને ગ્રહણ કરનાર હાથીને વળી દુષ્કર શું ગણાય ? પિતાના પ્રભુત્વમાં સંતુષ્ટ થએલે બીજાની લક્ષમી લેવાની જે અભિલાષા કરતા નથી ત્યારે, તે મનુષ્ય “ આ નિરુઘમી છે” એમ ધારીને પિતાની લહમીથી પણ મુકત થાય છે. તે માની પુરુષનું જીવતર પ્રશંસા સાથે સંબંધવાળું થાય છે, જે હંમેશાં પિતાના તેજથી બીજાના તેજને કંપિત કરીને જીવી રહ્યો છે. કાં તે અસુરોના સ્વામી શક થાવ, અથવા તે હું સુરેનો સ્વામી થાઉં, કદાપિ એક મ્યાનમાં બે તરવાર રહી શકે ખરી ? આ જયલક્ષમી આજે એક પતિના પાલનથી સુખેથી રહે, એક સ્ત્રીવડે બેનું ચિત્ત-ગ્રહણ કઠિનતાથી કરી શકાય છે.
આ પ્રમાણે ચમરાસુરે વગર વિચારે પોતાના બલમાં ગર્વિત થઈને કહેલું વચન સાંભળીને પાકટવયવાળા અસુરના વડેરા દેવોએ તેને કહ્યું કે-હે સ્વામી અસુરાધિપતિ ! આ તે શ્રેષ્ઠ દેવાંગનાઓના નાથ અને દેવલોકના અધિપતિ ઉત્તમ પ્રકારના તપ–સેવનના પ્રભાવથી ત્યાં ઉત્પન્ન થયા છે. તમે વળી શુભકમના ઉદયથી ભવનવાસી દેવના અધિપતિપણે અહીં ઉત્પન્ન થયા છે. તે તમે પોતાના શુભકર્મથી ઉપાર્જન કરેલી અસુરના સ્વામી પણની લહમી સુખેથી ભોગવે, એ પણ મહેન્દ્રપદવાળી સુરલેકની લક્ષમી ભલે ભેગવે. આ વિષયમાં તમને ક્ય વિરોધ છે? બીજી નિકાયના દેવતાના સંબંધવાળું અધિપતિપણું તેને વશ હોવા છતાં તેને તે વિષયનું અભિમાન નથી. તેમનું આ વચન સાંભળીને મહાક્રોધને વશ થએલે, વૃદ્ધિ પામતી ભયંકર ભૂકુટીવાળે તે કહેવા લાગ્યું કે મારા પરાભવની ઉત્પત્તિનું સૂચક વચન બેલનારા તમારા ચિરંતનપણના ગુણનું ગૌરવ પણ લઘુતામાં પલટાઈ ગયું. કારણ કે હંમેશાં ગુણે જ પ્રાણીઓના ગૌરવને વહન કરનાર થાય છે, પરંતુ કાલપરિણતિ–પરિપાક ગૌરવ કરનારી થતી નથી. ચડિયાતા ગુણવાળે ના હોય તે પણ મહાન છે અને ગુણરહિત માટે હોય, તે પણ માને છે. અથવા મારા પરાકમથી તમે અજાણ હેવાથી તમારે દોષ કાઢ નિરર્થક છે.
હસ્તતલથી ખેંચેલા અને તેથી ભયંકરરૂપે પડી રહેલા વિશાળ શિખરોના સમૂહવાળા ઉત્તમ કુલગિરિઓના સમૂહને એટલે કે છૂટા-છવાયા પડી ગએલા તમામ પર્વતને એક પ્રદેશમાં ઢગલારૂપે કરી શકવાની તાકાતવાળે હું છું. ક્ષણવારમાં સમગ્ર સમુદ્રના તટને વિપરીત મુખવાળા એવી રીતે કરી શકું કે, પ્રચુર જળ-સમૂહ ઉલટો થઈ જાય. અથવા મેરુપર્વતના શિખરેના અવકાશમાં પરિભ્રમણ કરતા ગ્રહગણના સમૂહને વિષમરૂપે વિખરાએલા તારકસમૂહને પ્રતિકૂળભાવે પરાવર્તિત કરી શકું છું. અત્યારે ધારું તે ઉદયાચલ અને અસ્તાચલને સૂર્યરહિત કરું અને ચંદ્ર અને સૂર્યના એવા ઉદય-અસ્ત કરું કે, ફરી તેઓના ઉદય કે અસ્ત થઈ શકે નહિં. વળી તમે બીજા નિકાયના દેવની અધિકતાની પ્રશંસા અને મારી અવજ્ઞા કરી, પરંતુ હજુ તમે મારું પરાક્રમ કઈ રીતે જાણી શક્યા નથી. તમે તેને પક્ષપાત કરનારા છે. તમને તે જ પ્રશંસા કરવા યોગ્ય લાગે છે અને મારી તે તમે અવજ્ઞા કરી રહેલા છે. તેથી કરીને જેઓ એકને અનુસરનારા હોય, તે જ તેનું ચિત્તરંજન કરી શકે છે. પરંતુ જે વળી બીજાના ચિત્તની આરાધના કરવા તત્પર બને છે, તેનું ચિત્ત વેશ્યાજન માફક દુખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org