________________
વધમાનસ્વામીને સમભાવ, ગોશાલકને નિયતિવાદ
૩૮૫ રહેલો જોઈને “વિટ” તાપસ કહેવા લાગ્યું કે, “આ ગોશાળકને તમે જ બચાવ્ય” એમ કહીને તે ગયે. આ પ્રમાણે ગોશાળક અનેક ટુચરિત્રો કરતો હોવા છતાં જગદ્ગુરુ તે વિષયમાં મધ્યસ્થભાવ રાખતા હતા. જગદગુરુના વિશેષ અતિશયે દેખીને ગોશાળકે પોતાની ન્યૂનતાથી પશ્ચાત્તાપ અને આત્મનિંદા કરતાં ભગવંતના ચરણ-કમલથી છૂટા પડીને પોતાના ઈરહેલા સ્થાન તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈને નવીન શાસ્ત્રની પ્રરૂપણું શરુ કરી. ઉકળતા ધની હાંલ્લીનો વિનાશ, તલનો છેડ, માંસ–ભેજન આદિનું કથન જે પ્રમાણે સિદ્ધાર્થ વ્યંતરદેવે કહ્યું, તે તે જ પ્રમાણે થયું. –એમ બ્રાતિ-જનિત પિતાની બુદ્ધિની કલ્પનાથી વિતર્ક-નિયતિની કલ્પના કરીને “નિયતિવાદની રચના કરી, એટલે તે મત પ્રસિદ્ધિને પામે. આજીવિક લેકેની આજીવિકાના કારણે આ નિમિત્ત ખાસ કરેલું, તે જ નિયતિવાદીઓની દષ્ટિનું ઉત્પાદન થયું. આ પ્રમાણે શાળકે રચેલ “નિયતિવાદ” દર્શન ઉત્પન્ન થયા પછી ઘટી ગએલા પાપકર્મવાળા ભગવાન વાદ્ધમાન સ્વામી લેકમાં વિચરવા લાગ્યા.
અત્યંત સમાધિમય મનવાળા ભગવંત ત્રસ અને સ્થાવર નાં ચરિત્રોને નિરૂપણ કરતા, સંવર માટે પ્રવૃત્તિ કરતા, હૃદયમાં વિવિધ પ્રકારની સુંદર ભાવનાઓ ભાવતા, મિત્ર અને શત્રુઓ તરફ સમાન દૃષ્ટિ રાખતા ભગવંતે રાગવાળા ચિત્તને વિરાગવાળું કર્યું. કેવી રીતે ?- કેઈક સ્થળે સમગ્ર દે, અસુરે અને મનુષ્ય વડે વિશેષ પ્રકારે પૂજા પામતા અને કેઈક સ્થળે પ્રત્યેનીક-અત્યંત પી લેક–સમૂહથી નિંદા કરાતા, કેઈક જગ્યા પર નિર્દયતાપૂર્વક અનેક ઉપસર્ગોના સમૂહથી ઘાયલ થએલા દેહવાળા, કેઈક જગ્યા પર અનુકૂળ-ભક્તિવાળા દેવો-અસુરે વડે પૂજાએલા ચરણવાળા, જગતના તમામ જંતુઓ પ્રત્યે અભેદ સ્વરૂપવાળા અર્થાત્ મૈત્રીભાવનાવાળા, સુખ-દુઃખના વિષયમાં પિતાની સમાન ગણનારા, સ્તુતિ અને નિંદા કરનાર પ્રત્યે ભેદ ન દાખવનારા, આ પ્રમાણે સુંદર ચરિત્ર અને વિવિધતય -વિશેષથી વૃદ્ધિ પામતી શુભ લેશ્યાવાળા, વિવિધ પ્રકારના મહા ઉપસર્ગોના ભય જેમણે દૂર કરેલા છે એવા વદ્ધમાન ભગવંત વિચરી રહેલા હતા.
આ પ્રકારે અનેક તપોવિધાન કરવામાં તલ્લીન થએલા ભગવંતનું મન અનુકૂળ ઋતુઓ હોવા છતાં ક્ષોભ ન પામ્યું. ઋતુઓ કેવી હતી ?–પ્રથમ પ્રગટ થએલ આશ્રમંજરી-સમૂહની ગંધમાં આસક્ત થએલા ભ્રમણ કરતા ભ્રમરકુના ઝંકારવાળા, મનોહર વૃક્ષોની શ્રેણિમંડલમાં લીન થએલ ચતુર કોયલના મધુર શબ્દોથી મુખરિત થએલ દિશાના મધ્યભાગવાળા, મનહર યુવાન ગણેએ પહેરેલ સુંદર વેષના વિવિધ વણેથી અને રાસમંડલીઓના ગવાતા સુંદર મધુર ગીતથી કામદેવ જેમાં ઉત્તેજિત થએલ છે, એવા વસંત સમયમાં પ્રભુનું મન ક્ષોભ પામતું ન હતું. તીવ્ર સૂર્યનાં કિરણોને સમૂહ ફેલાવાના કારણે ભુવનનો મધ્યભાગ જેમાં સંતાપિત થએલ છે, તપેલા પૃથ્વીલથી ઉઠતા વાયુ વડે પ્રેરિત અને ઉડતા તીણ સ્પર્શવાળા કાંકરાના સ્પર્શથી અસહ્ય, અત્યંત અણગમતા શબ્દ કરતી ઝાલરના ઝંકારથી બીજા શબ્દો જેમાં દબાઈ ગયા છે, એવા ગ્રીષ્મકાળમાં પણ ભગવંતનું મન ક્ષોભ ન પામ્યું. નવીન મેઘની મંડલીના ગંભીર ગજરવથી મુસાફરે જેમાં ત્રાસ પામે છે, ચંચળ વિજળીદંડના આઘાતથી ત્રાસ પામેલી પથિકજનની પત્નીને શરીરને કંપાવનાર, સતત પરિપૂર્ણ વરસાદની સ્કૂલ
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org