________________
૩૮૪
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત હાસ કરતે કહેવા લાગ્યું કે, “અહો ! માંસજનનું મિષ્ટાન્ન.” સિદ્ધાર્થે કહ્યું કે, “બરાબર તેમ જ છે. જે તને શ્રદ્ધા ન હોય તે વમન કર. તે જ પ્રમાણે વમન કર્યું, એટલે તેવું માંસ જોયું. એટલે તે સ્ત્રી ઉપર ઘણે કોપાયમાન થયે અને તે તરફ ગયે. એ અવસરે સિદ્ધાર્થે તેના ઘરનું દ્વાર પલટાવીને બીજી દિશામાં કર્યું. તે ઘર અને સ્ત્રી ન મળવાથી પિતાનું તેજ ફેંકીને અધું ગામ સળગાવી નાખ્યું.
તીવ્ર તપવિધાન કરવામાં તત્પર ભગવંતના દિવસે આ પ્રમાણે પસાર થતા હતા. કેવી રીતે ?
અતિતીવ્ર કઠોર સૂર્યકિરણે પ્રસાર પામેલાં હોવાથી અતિતાપવાળા ગ્રીષ્મકાળમાં મધ્યાહન સમયે આતાપના લેતા કાઉસ્સગપણે ઊભા રહેતા, સતત ગર્જના કરતા પ્રચંડ મેઘ-સમૂહ વરસવાના સમયમાં પર્વતગુફામાં રહેતા, સ્વાધ્યાય કરવામાં તત્પર, હિમકણુમિશ્રિત વાયરાથી ભરેલા ભુવનમાં જગન્નાથ લાંબી ભુજા કરીને રાત્રિ કાઉસ્સગ્નમાં પસાર કરતા રહ્યા હતા. આ પ્રમાણે વિવિધ પ્રતિમા–વિશેષના અભિગ્રહ ધારણ કરીને ઘણુ કમશે ખપાવતા, ભવ્ય છનું રક્ષણ કરતા ભૂમંડલમાં વિચરતા હતા. (૧૦) વ્યંતરીને શીત ઉપસર્ગ
કેઈક સમયે શિયાળાની ઠંડી તુમાં માહમહિનાની રાત્રીએ ભગવંત આખી રાત્રિએ કાઉસગ્ગ–પ્રતિમાપણે ઉભા રહ્યા. પહેલાના ભવમાં તાપસીપણામાં તપવિધાન પૂર્વક મરીને [ ભગવંતના પૂર્વભવની ત્રિપૃષ્ઠ વાસુદેવની અંતઃપુરની અપમાનિત એક રાણી ] વ્યંતરીપણે ઉત્પન્ન થઈ. કાઉસ ધ્યાને ઉભેલા ભગવંતને દેખીને હિમકણથી વ્યાપ્ત પવન-સહિત જળવર્ષોથી ઉપદ્રવ કરવા લાગી. ભગવંત અકંપિત ચિત્ત અને સ્થિર સત્વથી શીત ઉપસર્ગ સહન કરવા લાગ્યા. કેવી રીતે ?– હિમકથી મિશ્રિત પવનવાળા ઠંડા જળનાં બિંદુઓ સ્વભાવથી જ શીતળ હોય છે અને જ્યારે તે વ્યંતરી તેને ગ્રહણ કરે, પછી તેની શીતળતા માટે કહેવું જ શું ? વ્યંતરીએ પિતાના હાથથી ફેકેલા મંડલાકાર અને વેગવાળાં શીતળ જળબિંદુઓ તીક્ષણ અગ્રભાગવાળા બાણની જેમ જગદ્ગુરુના શરીરમાં પ્રવેશ કરતાં હતાં. આ પ્રમાણે સહ શીત ઉપસર્ગ સહન કરી રહેલા ભગવંતને કર્મસમહને ચૂર કરનાર ધ્યાનગ વિશેષ ઉદીપિત થયે. ત્યાર પછી તે “પૂતના” વંતરી પાપથી રહિત પવિત્ર થયેલા, ઉપસર્ગમાં અડેલ રહેલા ભગવંતને જાણીને રાત્રિ પૂર્ણ થઈ એટલે જ્યાંથી આવી હતી, ત્યાં પાછી ગઈ.
ત્યાર પછી સૂર્યનાં કિરણેના સ્પર્શથી નિર્મળ થએલ પૃથ્વીતલમાં વિચરતા પ્રભુ સૂરસેન” નામના દેશની નજીક પહોંચ્યા. ગોશાળે પણ તે જ પ્રમાણે તાપવિધાનમાં ઉદ્યમ કરતાં ભગવંતની સાથે વિચરતાં જટામંડલમાં અને મસ્તકમાં અનેક જૂઓવાળા, જીર્ણ વસ્ત્ર ધારણ કરનાર “વિટ” નામના બાલતપસ્વીને જે. તેવા પ્રકારના તાપસને જોઈને હાસ્ય કરતાં પૂછયું કે
આ તમારા લિંગ-વેષનું શું નામ છે? તમારે આચાર કેવા પ્રકારને છે?”એ વગેરે પ્રશ્ન કરીને તેની અવગણના કરી એટલે ક્રોધાયમાન થએલા તે તાપસના તેજને સહન ન કરી શક્યો, તરત જ ભગવંતની પાસે આવ્યું. ભગવંતના પ્રભાવથી તેનું તેજ નિષ્ફળ થયું. તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org