________________
કમઠ તપાસ સમક્ષ દયામય ધર્મની પ્રરૂપણ
૩પ૭ આપતું નથી. કિલ્લા અને મોટા દરવાજા–દ્વાર વગર નગર શેભા પામતું નથી, તેમ ધપમાં ઉદ્યમ કરનારથી દયા વગર ધર્મ મેળવી શકાતું નથી. જેમ આકાશમાં મેઘ વગર કયાંય પણ જળની પ્રાપ્તિ થતી નથી, તેમ પ્રાણિ–દયા વગરને ધર્મ પણ મેળવી શકાતું નથી. આ પ્રમાણે જગતમાં સર્વ જીવને અભય આપનાર એ ધર્મ હોય, તે જ ધર્મ છે. જેમાં દયા સમજાઈ નથી, એ ધર્મ જગતમાં કેવી રીતે હેઈ શકે ?”
આ સાંભળીને કાંઠે કહ્યું કે-રાજપુત્રો તે માત્ર રથ, ઘોડા, હાથીઓની કીડા કરવાના પરિશ્રમને જ ધર્મ સમજનારા હોય છે, ધર્મ તે યતિએ જ સમજી શકે છે. તેટલામાં ભગવંતે પોતાના એક સેવક પુરુષને આજ્ઞા કરી કે–“અરે ! આ થડા બળેલા લાકડાને બહાર કાઢી કુહાડીથી ફાડી નાખી. ત્યાર પછી “જેવી આપની આજ્ઞા” એમ બોલતાં કાષ્ઠના બે ફાડિયાં કર્યા. તેમાંથી મોટું નાગકુલ નીકળ્યું. તેમાં થોડે શેડ બળતો સર્પ દેખાયે. ત્યાર પછી ભગવંતે પિતાના સેવકના મુખથી પંચનમસ્કાર” સંભળાવ્યા અને પચ્ચક્ખાણ અપાવરાવ્યાં. સર્ષે પણ અંગીકાર કર્યા. નમસ્કાર શ્રવણ કરતા અને પચ્ચકખાણ અંગીકાર કરતા કાલધર્મ પામેલે તે સર્પ નાગલોકમાં ત્યાના સમગ્ર અધિપતિ દેવપણે ઉત્પન્ન થયે.
–આ સમયે લેકેને કોલાહલ ઉછળે કે-“બહુ સારું થયું, બહુ સારું થયું. અહીં ! રાજપુત્રનું જ્ઞાન ! કે એને વિવેક ! કેવા શાસ્ત્રના અર્થના જાણકાર ! તેની સ્વાભાવિક પ્રસન્નતા, ધર્મનું જ્ઞાન ! તે સાંભળીને પરિવ્રાજક લજાવાળે થયે, બીજા કષ્ટવાળાં તપ કરી કાલ પામી મેઘકુમારની અંદર ભવનવાસીપણે મેઘમાલી' નામને દેવ થયે. ભગવંત પણ પછી નગરમાં ગયા. આમ સુખમાં દિવસે પસાર થતા હતા.
કેઈક સમયે મલયવનના પવનથી ડોલતાં વૃક્ષો અને કંપતા લતા–વલયવાળે, પાટલ પુષ્પ પડવાથી આચ્છાદિત ધુંધલા થયેલા પૃથ્વીમંડલવાળ, ખીલેલી આમ્રમંજરીને પરાગથી છવાઈ ગયેલ ભ્રમરના ઝંકાર શબ્દથી મુખરિત થયેલ દિશાન્તરાલવાળો, કેલસમૂહના મધુર કલરવ-હકાર સાંભળીને ત્રાસ પામતા પથિકજનવાળા, કુરબક પુપોના ઢગલાથી વ્યાકુલ થયેલા મુગ્ધ ભ્રમરવાળે ‘વસંતમાસ આવી પહોંચ્યા. વળી કે ? આમ્રના મૅરસમૂહને દેખવાથી ઉત્પન્ન થએલ કામના વિલાસવાળા, કોમલ મલયવનના દક્ષિણદિશાના વાયુથી ચંચળ અને લહેરાતા કામની ધજાવાળા, વસંતથી મસ્ત થએલ તરુણીના કોગળાના સિંચનથી
માંચિત બકુલવૃક્ષવાળા, અશોકવૃક્ષને કરેલા પાદપ્રહારથી શબ્દ કરતા મણિજડિત નપુરના રણકારવાળા, વિકસિત કુરબક વૃક્ષનાં પુષ્પોના સમૂહની ગંધમાં આસક્ત થએલા ભ્રમણ કરનાર ભ્રમરેવાળા, ઘણાં પુષ્પોના સમૂહમાંથી નીકળતી રજવડે ધુંધળાએલ દિશાચક્રવાળા, મકરંદના પાનથી મત્ત થયેલી ભ્રમરીઓએ ઉત્પન્ન કરેલ ગુંજારવથી બહેરા દિગતવાળા, ડેલતા પલ્લવમાં લીન થએલ કેયના મધુર શબ્દોવાળા, વિરહિણું સ્ત્રીજનના જીવિતની બલિ અર્પણથી પ્રસન્ન થએલ કામદેવવાળા, પુષ્પધનુષના ટેકાર સરખા ભ્રમરોના ગુંજારવથી ત્રાસ પામેલા મુસાફવાળા, વિરહના ભયથી ફૂટેલા પથિકના હૃદય સરખા અરુણુવર્ણવાળા ઉત્પન્ન થએલા કેસુડાંના પુષ્પોવાળા, દિવસ છતાં પણ સુંદર અભિસારિકાઓએ કરેલા પ્રયાણ વાળા, જેમાં ઉછળતા રતિસાગરથી શરીરરૂપ નાના વૃક્ષો અત્યંત કંપાયમાન થએલાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org