________________
ઉપ૬
ચપન્ન મહાપુરુષોનાં ચરિત સુવર્ણના વર્ણ સરખા અવયવાળી ચાલતી પૂતળી હોય તેમ શેભતી હતી. સંધ્યાના કમળ તાપથી વિકસિત થયેલ નીલકમલની પંક્તિની જેમ કૃષ્ણ અને ઉજ્જવલ સુંદર નેત્રની પ્રભાથી આચ્છાદિત આભૂષણ સમૂહવાળી શોભતી હતી. વર્ષાલક્ષમી સરખી પ્રથમ ઉન્નત પુષ્ટ પાધરરૂપ આભૂષણવાળી, શરદલમી સરખી ઉત્તમ તકમલની જેમ વિકસિત નેત્રવાળી, વસંતલક્ષમીની જેમ અશોકવૃક્ષનાં કેમલ પલ્લનાં બનાવેલ કર્ણના આભૂષણવાળી, હાલતા ચાલતા તાજા કમલ સરખા મનોહર હરતવાળી વિષ્ણુની લહમી સરખી, પુષિત થયેલા. તિલકના અવલંબનવાળી શિશિર ત્રના દિવસની શ્રેણી સરખા વિશાળ કર્ણાભૂષણવાળી, શ્રવણ ભરણી નક્ષત્રથી યુક્ત નક્ષત્રપંક્તિ સરખી, કન્યાપક્ષે તિલકવાળી–આવા પ્રકારની મનહર રૂપસૌભાગ્યશાલિની વિશાલનેત્રવાળી નિર્ધન તરૂણવર્ગનાં નયનેને નિદ્રાની જેમ સંકુચિત કરાવનારી થઈ. લાવણ્યથી પરાજિત થયેલ લક્ષ્મીએ જેના પ્રવાલ સરખા અણવર્ણવાળા ચમક્તા કમળની ઉપમાવાળા ચરણયુગલની જાણે પુષ્પપૂજા કરી ન હોય ? વિશાળતાના કારણે જિતી લીધેલા ગંગાનદીના ઊંચા-નીચા પુલિન-તટ સરખા પ્રગટ કીડાસ્થાનને કારણે યૌવનની લહેરાતી જયપતાકા સરખી રેમલતા ઉલ્લાસ પામતી હતી. જેના વિશાળ નિતંબતટ અને પ્રગટ થએલા સ્તનપટ એ બેની વચ્ચે જાણે પીડા પામતા હોય તેમ તેનો મધ્ય ભાગ દુર્બળતાને પામ્યા. કામદેવ નરેન્દ્રના અભિષેક કરવા માટેના કળશયુગલ સરખા લાવણ્ય જળ-પૂર્ણ મનોહર જેના મોટા સ્તનભાગ શોભતા હતા. કામદેવના ધનુષની શેભાને વિશ્વમ કરાવતા, પરસ્પર એક બીજાના ઉપમાગુણને ધારણ કરતા જેના ભુજાવલ શોભતા હતા. ઘણું ચમક્તા શ્વેત દાંતના કિરણયુક્ત બિંબફળ સરખા લાલ ઉજજવલ પુષ્પોથી યુક્ત, અદ્ભવની શેભાને ધારણ કરનાર જેના હોઠ શોભતા હતા. આવા પ્રકારના સુંદરરૂપવાળી પ્રભાવતી સાથે રાજપુત્ર પાર્શ્વકુમારને દેવતાઈ ઠાઠથી શુભતિથિ-નક્ષત્રના વેગમાં પાણિગ્રહણ-વિધિ થયે. લગ્ન થયા પછી સમગ્ર સુખ સમૃદ્ધિ-પૂર્ણ ભેગવાળા વિષયસુખ અનુભવતા તેમના દિવસે પસાર થઈ રહેલા હતા.
કોઈક સમયે મહેલના ઉપર ગવાક્ષમાં પાર્શ્વકુમાર બેઠેલા હતા ત્યારે, નગરીના માર્ગ પર નજર કરી તે સમગ્ર નગરલકે શ્રેષ્ઠ પુષ્પ–બલિ-પૂર્ણ થાળ હાથમાં લઈને બહાર જતા દેખાયા. ત્યારે ભગવતે પૂછયું કે-શા કારણથી આ લાકે બહાર જાય છે? શું કઈ મહોત્સવ છે? કે કેઈમાનતા માની છે ? ત્યારે નજીકમાં રહેલા કેઈક પુરુષે કહ્યું કે, તેવું કઈ કારણ નથી, પરંતુ કેઈ મહાતપસ્વી “કઈ (કમઠ) નામના તાપસ આ મહાનગરીની બહાર આવે છે, તેને વંદન કરવા માટે આ સર્વ લેકે જાય છે. તે સાંભળીને ઉત્પન્ન થયેલા કુતૂહલવાળા ભગવંત પગ ત્યાં ગયા. કે જ્યાં આ તાપસ હતો. પંચાગ્નિ તપ કરતા તે તાપસને દેખે. ત્રણજ્ઞાનવાળા ભગવંતે એક અગ્નિકુંડમાં નાખેલા મોટા વૃક્ષકાકની અંદર બળતા નાગ કુલને જાણ્યું. તે પ્રકારે બળતા સપને જાણુને અત્યંત કરુણપૂર્ણ હૃદયવાળા પ્રભુએ કહ્યું કે, “અહે! અજ્ઞાન એ પણ કષ્ટ છે. જે માટે સાંભળે –“મૂળ ફેલા ન પામે તેવું વૃક્ષ પોતાની હસ્તી ટકાવતું નથી તેમ ધર્મના અર્થીઓને દયા વગરને ધર્મ હોઈ શકતો નથી. જેમ બીજ વગર સમગ્ર ધાત્પત્તિ હોઈ શકે નહિં, તેમ ધર્મના અથી એને દયા વગર નકકી ધર્મ હઈ શકતું નથી. જેમ રથ, અશ્વ, હાથી, સૈન્ય વગર રાજા શોભા પામતા નથી, તેમ દયારહિત ધર્મ સાધુને શેભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org