________________
૩૪૩
રાજ્ય-લક્ષ્મીને સ્વભાવ ગયા છે, તે જાણતી નથી. રૂપ જોતી નથી, શીયલ તરફ નજર કરતી નથી, વિશેષ જાણકારને અનુસરતી નથી, ધર્મ કરનારને આદર કરતી નથી. ભવન, ઉપવન, આરામમાં પ્રચંડ સુખની આશા ઉત્પન્ન કરાવનાર લમી આકાશમાં ગંધર્વનગરની શોભાની જેમ જોત-જોતામાં પલાયન થઈ જાય છે. અનેક ગજેન્દ્રોના કુંભસ્થળમાં ઝરતા મદજળથી થયેલા કાદવમાં ખેંચી જવા માફક મેટા નરેન્દ્રોની મહેલાતેમાં તે આ લક્ષમી અધિક ખલના પામે છે. નિરંતર કમલપત્રો પર ગમન કરતા નાલ પ્રદેશ પર રહેલે કાંટે પગમાં ભ કાય અને જેવી રીતે પગ કમલપણે કે જોરથી સ્થાપન કરાય નહીં, તેવી રીતે રાજ્યલમી ક્ષણવાર પણ દઢપણે સ્થાપન કરી શકાતી નથી. સંપૂર્ણ મૂલ, મજબુત નાલદંડ અને કોષમંડલના વિકાસની પ્રચુરતાવાળા પૃથ્વીતલમાં દિવસના અસ્તસમયના કમલની જેમ રાજ્યલક્ષમી મનુષ્યને ત્યાગ કરે છે. રાજ્યલક્ષ્મી પક્ષે-જેનાં મૂલ ઊંડાં ગયાં હોય, પ્રચંડ દંડ કરવામાં આવતો હોય, કેષ ભરપૂર હોય, રાજ-મંડલ વફાદાર હોય, અનેક રાજ્યો મેળવ્યાં હોય એવા પૃથ્વી તલમાં સંધ્યા સમયને કમલને જ જેમ, તેમ અંતસમયે મનુષ્યનો ત્યાગ કરે છે. અનેક વખત સંક્રાતિ પ્રાપ્ત કરનાર સૂર્યબિંબ જગતમાં જેમ દરેકને તપાવે છે, તેમ અનેકના હસ્તમાં સંચાર કરનાર આ સ્વચ્છેદ લક્ષમી કેને તપાવતી નથી ? બીજું હે કુમાર ! ચંચળ વિજળીના ઝબકારા સરખી આ યુ-સંપત્તિ અસ્થિર છે. પુષ્પ સવારે ખીલે છે અને સાંજે કરમાઈ જાય છે, તેના સરખું વૌવન પણ ક્ષણિક છે, કિપાકફળ ખાવાની જેમ વિષયના સંજોગો પરિણામે ભયંકર છે. સમુદ્રમાં પડી ગયેલાં રત્ન પાછાં મેળવવા માફક મનુષ્યભવ ફરી મેળવો દુર્લભ છે. આ મનુષ્યપણું કેવી રીતે દુર્લભ છે ? તે તું સાંભળજેમ સ્વપ્નમાં કેઈક નિર્ધન દુઃખીયારાને ક્ષણમાં રત્નપ્રાપ્તિ થાય છે, પરંતુ નિદ્રા ઉડી જાય ત્યાર પછી બીજી વખત સ્વપ્નમાં રત્ન મળવા માફક મનુષ્યપણું દુર્લભ છે. જેમ પરમાણુઓના મોટા ઢગલાને કેઈક દેવતા ભુંગળીમાં ભરીને દરેક દિશામાં દૂર દૂર પવન કુંકીને ઉડાડી મૂકે, તે પરમાણુઓ પાછાં એકઠાં કરવા મુશ્કેલ છે, તેમ એક વખત ગુમાવેલ મનુષ્યપણું ફરી પાછું મેળવવું મુશ્કેલ છે. જેમ સમુદ્રમાં ડૂબાડેલ ઘડો કઈ પ્રકારે ઉપરના તલ ઉપર આવી જાય છે, તેમ સંસારમાં ડૂબેલા મને કોઈ પ્રકારે મનુષ્યપણું મળી ગયું છે. આ પ્રમાણે ધૂંસરું અને ખીલી પરોવવાના દષ્ટાન્ત દુર્લભ મનુષ્યપણું મેં પ્રાપ્ત કર્યું અને તેમાં હું જે ધર્મ ન કર્યું, તે ખરેખર પિતાના પીરસેલા ભેજનના થાળમાં રાખ નાખવા બરાબર છે.
તે હે ચકાયુધ કુમાર ! જેમ મણીઓમાં વૈડૂર્યમણિ, પક્ષીઓમાં ગરુડ, સમગ્ર પુષ્પમાં કમલ, ચંદનમાં ગશીર્ષ ચંદન, દેવેમાં ઈદ્ર, તારાઓમાં ચંદ્ર, ગ્રહગણમાં સૂર્ય, સુખમાં મોક્ષસુખ, તેમ સર્વજંતુઓની ગતિઓમાં પ્રધાન ગતિ હોય તે મનુષ્યની છે, તેમાં પણ જે વિશેષતાઓ જણાવેલી છે, તે સાંભળ-મનુષ્યપણું મળવા છતાં પણ આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, નિરોગી શરીર, ગુરુ-સમાગમ, તેમની વાણીનું શ્રવણ, પ્રભુએ કહેલાં તની શ્રદ્ધા અને પ્રભુએ કહેલ ધર્મ પ્રાપ્ત થે—એ મહા દુર્લભ છે. કદાચ આ સર્વે મળવા છતાં પણ પૂર્વે કરેલા કર્મના દોષથી વિષયતૃષ્ણાના પાશથી જકડાયેલ મેહવાળે આત્મા ધર્મમાં ઉદ્યમ કરતે નથી. કદાચ તવ સમજે અને પરમાર્થ પામેલે ધર્મમાં ઉદ્યમ કરે, પરંતુ સંસાર-જાળમાં ફસાએલે વળી પાછો વિષયો તરફ આકર્ષાય છે. તે શ્રેષ્ઠ કુમાર ! તું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org