________________
૩૪૨
ચાપને મહાપુરુષોનાં ચરિત ભાર્યાની કુક્ષિમાં ઉત્પન્ન થયું. “વાના નામ પાડ્યું. તેને બાલ્યકાળ પૂર્ણ થયો, તે રૂપ, સૌભાગ્ય, બલાદિકથી યુક્ત યૌવન પામે. વાવીયે રાજાએ ઘણા કાળ સુધી રાજ્યલક્ષ્મી ભગવ્યા પછી વિષયસુખની તૃષ્ણાથી મુક્ત બની વજાનાથને રાજ્ય આપી પિતે પિતાની પત્ની સાથે દીક્ષા અંગીકાર કરી.
તે વજીનાથ રાજાને પણ અનેક સામંત, અગણિત સુભટ, પુરોહિત, મહામંત્રી, સેવકવર્ગ વિશાળ હતો. વિજયા’નામની અમહિણી સાથે વિષયસુખ ભોગવતાં અનેક દુર્દાન્ત રાજાઓને વશ કરવા પૂર્વક રાજ્ય પાલન કરતાં કેટલાક સમય ગયે. તેને “ચકાયુધ' નામને પુત્ર ઉત્પન્ન થ, તે યૌવન પામે. યૌવનવય પામેલા ચકાયુધ પુત્રને દેખીને વજાનાથે વિચાર્યું કે “બેટા પુરુષાર્થને ગર્વ કરનાર મને દિકકાર થાઓ. મારા વંશમાં થયેલા પૂર્વે મહાપુરુષોએ ધર્મ ધુરાને વહન કરી, જ્યારે હું પુત્ર યૌવન પામ્યો છતાં હજુ વિષયમાં ખરડાયેલે રહી પરલેકહિત આચરતો નથી!” એમ વિચારીને સકલ સામંત, અમાત્ય, પુહિત વગેરે પોતાના પરિ. વારને બોલાવી પુત્રને રાજ્યાભિષેક કરવા વિષયક પિતાને અભિપ્રાય જણાવ્યો. આ સમયે ચક્રાયુધ કુમારે કહ્યું કે, “હે તાત! હજુ તમારું યૌવન અખંડિત છે. ઈન્દ્રિયેની શક્તિ હણાયેલી નથી, શારીરિક બેલ ભગ્ન થયું નથી, સમગ્ર સામગ્રી-પૂર્ણ રાજ્યલક્ષમી અખૂટ છે, તો આ અકાળે પિતાજીએ આ પ્રસ્તાવ શા માટે કરવો પડે? આપ સાંભળે. દરિદ્રતાદિક દેષ-દુર્ભાગ્યથી દુભાચેલે જેને મહારાગ્ય પ્રગટ થયો હોય, ઈચ્છિત વિષની પ્રાપ્તિ ન થવાથી વૃદ્ધિ પામેલા વિષાદવાળો, વયના પરિપાકમાં સમગ્ર ઈન્દ્રિયાની શકિત નિર્બળ થયેલી હોય તેવો કઈક દીક્ષા-વિધાન કરવા માટે તત્પર થઈ શકે છે. તમે તે હજુ યૌવન લાવણ્ય, રૂપ, સૌભાગ્યમાં તેમજ બલસામગ્રીમાં આ જગતમાં સર્વથી ચડીયાતા છે.” આ પ્રમાણે ચક્રાયુધ કુમારનાં વચને સાંભળીને તરત જ મેઘ સરખા ગંભીર શબ્દ કરતા વન્નધિપે તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું કેપિતાજીને પ્રત્યુત્તર
હે ચકાયુધ! જે તેં કહ્યું કે, હજુ તમારું યૌવન અખંડ છે. તે તેનું સમાધાન સાંભળ. સંધ્યાના રંગે, પાણીના પરપોટા સરખા મનુષ્યના યૌવનમાં અને ઘણું વ્યાધિની વેદનાઓના ઉપદ્રવપૂર્ણ શરીરમાં મમતા કેવી રીતે કરવાની હય? વળી તેં કહ્યું કે- ઈન્દ્રિયવર્ગ શકિતહીન થયું નથી તેમાં પણ કારણ છે, કારણ એ સમજવું કે જ્યાં સુધી જીવને અખંડિત સામર્થ્ય હોય છે, ત્યાં સુધી ઉદ્યમ કરો યેગ્ય છે, ઈન્દ્રિયે નિર્બળ થાય છે, ત્યારે તે કંઈ પણ કરવા સમર્થ બની શકતો નથી. વળી તે કહ્યું કે તમારું શારીરિક બલ બિલકુલ ઘટેલું નથી.” તેમાં પણ હેતુ છે, તે સાંભળ
હે કુમાર ! અનેક રેગેના ઘર સરખા આ શરીરબલમાં ક્ષણવારમાં નિર્બલપણું આવી જાય છે, એવા તે બલમાં મનથી શાશ્વતી બુદ્ધિ કેવી રીતે કરી શકાય ? વળી તેં કહ્યું કેસમગ્ર સામગ્રી સહિત રાજ્યલમી મળી છે. તે વિષયમાં પણ સાંભળ-કમલપત્ર ઉપર મતીના સરખા દેખાવવાળા જળબિન્દુઓ રહેલા હોય, તેના જેવી ચંચળ રાજ્યલક્ષ્મીથી જગતમાં નિવિવેકીઓ જ છેતરાય. બીજું આ રાજ્યલક્ષ્મી જેવા પ્રકારની છે, તેનો સ્વભાવ સાંભળતે કુલમર્યાદાને ગણકારતી નથી, પરિચય પણ યાદ કરતી નથી, કુલમાં આગળ કેણ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org