________________
૩૩૬
ચેપન્ન મહાપુરુષનાં ચરિત
વિકારો કયાં ચાલ્યા ગયા ? શુંગાર--પૂર્વક કરેલા બ્રભંગના વિલાસેના પ્રકાશનરૂપ અલંકાર ધારણ કરનાર લલાટનો અગ્રભાગ કયાં ગયો ? નેહગર્ભિત કપટવચનેથી ઉત્પન્ન થયેલ પ્રિયપદની પ્રચુરતાવાળા તમારા સુંદર આલાપ યાં ગયા ? હૃદયમાં વૃદ્ધિ પામેલી પ્રચંડ ઉત્કંઠા જણાવનાર સુંદર અભિનયની આકૃતિ જેમાં હતી, એવી રમણક્રીડાની અભિલાષા કયાં ચાલી ગઈ? અથવા તે તમને અપરાધ કોણે બતાવ્યું ? અથવા તે તમારી આજ્ઞા કેણે ખંડિત કરી ? અગર તે કોણે તમારો અપરાધ કર્યો ? આ પ્રમાણે પ્રિયાઓ બેલતી હતી, ત્યારે રાજાએ તેમને પ્રત્યુત્તર આપ્યું કે તમારામાંથી કેઈએ પણ મારી વિરુદ્ધ આચરણ કરેલું નથી, પરંતુ આ સર્વ યથાર્થ સંસારના સર્વ વિલાસે છે. જેથી કરીને કર્મ પરિણતિને વશ પડેલા આત્માને પ્રિય હોય, તે પણ અપ્રિય, અનુકલ પણ પ્રતિકૂળ, સ્વજન પણ દુર્જન, મિત્ર પણ શત્રુ, સંપત્તિ પણ આપત્તિ, સ્ત્રી પણ કેદખાનું અને રાજ્ય પણ મૃત્યુ લાગે છે. જેમ સુંદર પ્રકારનાં આલેખેલ ચિત્રોવાળી ભિત્તિને પાણી વડે સાફ કરવાથી સુંદર શોભા આપતી નથી, પણ ચિત્રો ભુંસાઈ જાય છે, તેમ વૃદ્ધાવસ્થા અને મરણરૂપ લાગેલા જળથી આ શરીર પણ શોભા પામતું નથી. જેમ નદીઓ સમુદ્રમાં ગયા પછી ફરી પાછી આવી શકતી નથી, તેમ શરીરમાંથી ગયેલાં રૂપાદિક સૌભાગ્ય પાછાં મેળવી શકાતાં નથી. જેમ આકાશતલમાં ઉદય પામેલો સૂર્ય ક્ષણવાર પણ સ્થિર રહી શકતો નથી, તેમ જીવેનું તારુણ્ય મુહુર્ત પણ સ્થિર રહી શકતું નથી. પવન સાથે અથડાએલાં વૃક્ષપત્રો ક્ષણવાર પણ સ્થિર રહી શકતાં નથી, તેમ આ જગતમાં વિવિધ વ્યાધિઓથી યુકત જીવનું જીવતર પણ સ્થિર રહી શકતું નથી. જેમ સુકાઈ ગયેલા પિલાણવાળા વૃદવૃક્ષમાં એકસામટાં અનેક પત્રો ઉગતાં નથી, તેમ વૃદ્ધદેહમાં વિષયના વિલાસે ઉત્પન્ન થતા નથી જેમ નિર્વાણ પામેલા અગ્નિની જ્વાળા ફરી બળતી નથી, તેમ સમગ્ર ઈન્દ્રિયોની ચાલી ગયેલી વિકાર-ચેષ્ટાઓ પાછી મેળવી શકાતી નથી. જેમ કરમાયેલાં, મર્દન કરાયેલાં પુષ્પો ઉપયોગમાં લઈ શકાતાં નથી, તેમ વૃદ્ધાવસ્થાવાળે દેહ વિષયની અભિલાષા મેળવી શકો નથી. જેમ સૂકા વૃક્ષના લાકડાને ભૂકકો પવનથી ઉડીને ચારે દિશામાં ચાલ્યા જાય છે, તેને ફરી એકઠો કરી શકાતું નથી, તેમ મનુષ્યનું ચાલ્યું ગયેલું મનુષ્યપણું ફરી મેળવી શકાતું નથી. આ પ્રમાણે તુણાગ્ર પર રહેલા જલબિદ અને સંધ્યાના રંગે સરખી ઉપમાવાળ ચંચળ જીવતરમાં જાણકાર મનુષ્ય સ્થિરપણાની આશા કેવી રીતે રાખી શકે ?” આ પ્રમાણે પિતાની સર્વ પ્રિયાઓને પ્રતિબંધ કરીને સાથે પોતાના પરિવારને પણ સમજાવીને પિતાના પુત્રનો રાજ્યાભિષેક કરીને રાજ્યલકમીને તૃણ માફક ત્યાગ કરીને નિર્મળ સ્વભાવવાળા રાજા શ્રમણ–લિંગને સ્વીકાર કરીને અતિદુષ્કર તપ-વિશેષ કરીને શરીર નિર્બલ કરીને એક ગામ થી બીજા ગામ-નગરાદિકમાં વિચારવા લાગ્યા. કેવી રીતે ?– મન, વચન, કાયા અને સમગ્ર ઈન્દ્રિયના વિષયોને ગોપવિતા, શાના શુભ અર્થોની વિચારણા કરતા, ચંદ્રની જેમ નિર્મલ ગુણરૂપ કિરણો વડે પાપ-અંધકારને દૂર કરતા, સમગ્ર કષાયો અને કલેશને ત્યાગ કરીને ઉત્પન્ન કરેલા મનહર સમ્યગ-દર્શનવાલા, સજજડ કમ–કિચડના લેપથી રહિત હો આકાશની જેમ શોભતા હતા. તપરૂપ ચરણના નહારના પ્રહારથી નાશ કરેલા મદસ્થાનકેવાળા, પ્રાપ્ત કરેલા પ્રભાવાતિશયવાળા આ રાજર્ષિ સિંહની જેમ કામદેવ-ગજેન્દ્રને વિનાશ કરી વિચરતા હતા. વળી નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તઓનું પાલન કરતા, અભિગ્રહના નિયમ કરતા, ગુરુની આજ્ઞા મેળવીને એકલવિહારી પ્રતિમા પણ વિચારવા લાગ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org