________________
પદાર્થોની ક્ષણભંગુરતાથી વૈરાગ્ય
૩૩૫
આ પણ એક આશ્ચર્યની વાત છે કે તેવા પ્રકારના મેાટા વિસ્તારવાળા ચપળ વિજળીના ચમકારાના વિલાસવાળા આકાશમાગમાં રહેલા મેઘ-સમૂહાની શાભા ક્ષણવારમાં કેવી રીતે અદૃશ્ય થઈ ? ઘણા પ્રકારના લાખા જાતિના દુઃખસમૂહવાળાસંસારમાં જગતમાં ઉત્પન્ન થનારા સર્વ પદાર્થોની ક્ષણમાં નાશ પામવા રૂપ આ જ ગતિ છે. એક વખત જે યુવાન વયમાં પોતાનાં રૂપ અને સૌભાગ્યના મહા અહંકાર કરતા હતા, તેમ જ ઊંચું મુખ કરી લાંબા માર્ગ સુધી નજર ફેંકી શકતા હતા, તે જ મનુષ્ય જ્યારે વૃદ્ધાવસ્થા પામે છે, ત્યારે તેનાં હાડકાં ખખડી જાય છે, દેખાવ એડાળ થાય છે અને ધ્રૂજતા ધ્રૂજતા ખીજાના ખભાના ટેકો દઈ ને શિત-રિડુતપણે મુશ્કેલીથી ચાલી શકે છે. યુવાનીમાં જે નયના તરુણીએનાં રૂપ, લાવણ્ય, લીલા અવલોકન કરવા માટે અર્પણુ કરાતાં હતાં, તે જ નયના વૃદ્ધાવસ્થામાં કંઈ પણુ જોવા માટે સમર્થ બની શકતાં નથી! યુવાવસ્થામાં જે શ્રવણા મધુર ગીત-ગાન શ્રવણ કરતાં લાંબા કાળ સુધી થાકતાં ન હતાં, તે જ શ્રવણા વૃદ્ધાવસ્થામાં મોટા શબ્દોથી સભળાવે તે પણ સાંભળવા શક્તિમાન બની શકતા નથી ! યુવાવસ્થામાં મસ્તકના કેશા ભમતા ભ્રમર અને અંજન સરખા નિર્મળ ચમકતા અને શ્યામ હતા, તે જ કેશે વિકસિત કાસજાતિના ઘાસના સફેદ પુષ્પ જેવા ઉજ્જવલ વર્ણવાળા થાય છે ! આવા પ્રકારની સ્થિતિ વૃદ્ધાવસ્થામાં દરેક જીવાને થાય છે એમ સમજીને ધર્મમાં ઉદ્યમ કરવેા, તે જ યુકત છે.' વળી અનાદિથી ઘણા ભવ અને ઘણા કાળથી ઉપાર્જન કરેલ મહાકની પર પરાવાળે જીવ સેંકડા દુઃખરૂપ આવતા વાળા ભવસમુદ્રમાં અટવાઈ રહેલા છે. નારકી ગતિમાં પાતે કરેલા કમ યાગે પરાધીનતા પામેલે વિવિધ શસ્રાના અભિધાતથી ઉત્પન્ન થયેલી વેદનાએ ભાગવે છે.
તિય ચગતિમાં અતિભાર ઉંચકવા, ડામની વેદના, નિશાની કરવા માટે તપાવેલા લાઢાના સળીયાના ડામ સંહન કરવા, કાન, અંડ, નાક કપાવવાની વેદના, ભૂખ, તરશ, પરિશ્રમ વગેરેની અનેક પ્રકારની વેદનાને અનુભવ કરવા પડે છે. મનુષ્યગતિમાં પણ દારિદ્રયદોષ, દુર્ભાગીપણું, દૂષિત અવયવ થા, વિષયતૃષ્ણા પૂર્ણ ન થવી ઈત્યાદિ દુઃખમાં જન્મ પસાર કરવે પડે છે. હવે કોઈ પ્રકારે વિષયની પ્રાપ્તિ થાય અને ક્ષણિક સુખનેા અનુભવ કરે, તે પણ વળી પ્રિયજનના વિયાગ, અપ્રિયજનના સમાગમ ઇત્યાદિથી ઉત્પન્ન થયેલ દુઃખ મેળવે છે. દેવગતિમાં પણ મહર્ષિક અને ઇન્દ્રાદિકની અધિક ઋદ્ધિ-સમૃદ્ધિ દેખીને દેવસમૂહો ઈર્ષ્યાથી બહુ દુઃખ પામે છે. વળી દેવત્વ સમાન હોવા છતાં અશ્વવાળા દેવા ખીજાને હુકમ કરી પેાતાની આજ્ઞાનેા સ્વીકાર કરાવે છે. આ દુઃખથી પણ દેવે માનસિક વ્યથા અનુભવે છે. આવા પ્રકારના, મહાદુઃખ સમૂહ-પરંપરાની વિશાળતાવાળા સંસારમાં વિવેકવાળા કયા સમજીને વૈરાગ્ય ન થાય ?
-આ પ્રકારે શૃંગારરસમાંથી વૈરાગ્યભાવના પામેલા રાજાને જોઈને સમગ્ર સુદરીવગ કહેવા લાગ્યા કે આ પુત્ર ! વગર પ્રસ ંગે આપે આમ આવા પ્રકારનું અનુચિત વચન કેમ કહ્યું ? જેનાથી રસાંતર દેખાવ દેખાડીને પલટાયેલા રૂપ જેવા જણાવ છે. આપની ચપળ–ઉલસિત નયન-તારાના ઉત્કંડિત જણાતા, કંઈક સ્ફુરાયમાન પાંપણાના પડલવાળા ફટાક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org