________________
જિનાભિષેક કેવો હતો ?
૩૧૯ ઈન્દ્રના હસ્તવડે ઢળાતા સુવર્ણ કળશમાંથી ઉછળતા નિર્મલ ક્ષીરસમુદ્રના જળવડે તરબોળ કરેલા ઉત્તમ માણિજ્ય રત્નના પગથીયાની પંક્તિથી નીચે વહેતા લાંબા પ્રવાહવા, જળની પ્રચુરતાથી ફેંકાયેલા સર્વે અને ભેદાયેલી મંજરીના સમૂહથી ઉડેલા ભ્રમરોની શ્રેણિએ કરેલા પ્રચંડ ઝંકારના શબ્દોથી સમગ્ર વિસ્તીર્ણ આકાશના પોલાણને પૂરનાર, તીવ્ર પવનના આઘાતથી સર્વથા દલન થતા આકાશરૂપ ઈન્દ્રનીલથી ઉત્પન્ન થતી અતિશય વાલુકા-રેતીની પ્રજાને સમૂહ જેમાં છે, ઉપર જતા ઉદ્ધત ધૂમની પંક્તિ જેમ ઊંચા-નીચા ભાગ જેણે આચ્છાદિત કરેલા છે, અતિવિશાલ વહેતે જળપ્રવાહ અથડાવાથી તૂટીને ઉખડી ગએલ સુવર્ણની ઉંચી ભિત્તિઓમાં દેખાતા વિવિધ માણિક્યની કાંતિવાળો અને પ્રકાશિત થયેલા સમગ્ર ભૂમંડલવાળે જિનાભિષેક કર્યો. વળી ઘણા લોકોએ કરેલ પ્રચંડ ઘંઘાટ મિશ્રિત, જળવાળા મેઘની શ્રેણીના ગરવની શંકા કરાવનાર, વિશાળ પર્વતના શિખરતટ પર રહેલા ઝરણામાં ભરાઈ જતું, જિનેશ્વરનું સ્નાત્રજળ અમે સારી રીતે જોયું. આ પ્રમાણે ઈન્દ્ર સર્વાદરથી કલે જિનાભિષેક જોઈને અંતઃકરણમાં વૃદ્ધિ પામતા ભાવોલ્લાસથી વિવિધ મણિમય જિનેશ્વરની પ્રતિમાઓને પ્રણામ કરીને અમે સ્તુતિ કરવા લાગ્યા. કેવી રીતે? જિનેશ્વરેની સ્તુતિ
વૃદ્ધિ પામતા સંસારના ઉદ્દભમોહ-સુભટને વિનાશ કરનાર! દુઃખે કરી નિવારણ કરી શકાય તેવા કામદેવના આયુધના પ્રહારની અવગણના કરનાર! ઉત્તમ નિર્મલ સંયમ-ગથી કર્મશત્રુને પરાભવ કરનાર ! ભવ્યજીનાં સેંકડો દુઃખે ટાળીને મનની શાંતિ કરાવનાર! મેટા શત્રુસરખા કામદેવને મદને મસળી નાખનાર ! સંસારના દુઃખનું દલન કરનાર! ભવના ભય સાથે યુદ્ધ કરનાર ! એવા સમગ્ર જિનેશ્વરના ચરણકમળમાં અમે નમસ્કાર કરીએ છીએ.”
જિનેશ્વરના ચરણ-કમળમાં આ પ્રકારે તવના કરીને પછી પ્રદક્ષિણા કરી. ત્યાર પછી હવે એક પ્રદેશમાં બેસીએ એમ વિચાર્યું, તેટલામાં અમે શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે બેઠેલા ચારણ શ્રમણ-યુગલને જોયું. તે કેવા ગુણવાળું હતું ? –રતિ-રાગરહિત, ક્રોધ, મદ, માન, માયાને મથન કરનાર, નિરવદ્ય સંયમ-પાલનના ઉદ્યમની મતિવાળા. દષ્ટ ઇન્દ્રિયેના પ્રચંડ દપને દલન કરનાર, દુષ્ટ આઠે કમેને નાશ કરવા માટે ચેષ્ટા કરનાર, સંસારને ઉછેદ કરવા માટે ઉત્સાહ અને નિશ્ચયવાળું ચારણ મુનિયુગલ દેખાયું. તેમને દેખતાં જ આગળ વધીને અમે આદર પૂર્વક પ્રણામ કર્યા. ત્યાર પછી તેમના ચરણયુગલ પાસે બેઠા; એટલે તેમણે ધર્મકથા શરૂ કરી. કેવી રીતે ? – ધર્મકથા
જાતિ, જરા, જન્મ-મરણના દુઃખની પરંપરાવાળા આ ભવ-સમુદ્રમાં જળકલેલની માફક જેવો ભ્રમણ કરે છે. દુર્લભ મનુષ્ય-જન્મ પ્રાપ્ત થવા છતાં પણ પરલોકના વિષયમાં નિર્ભય થઈને અજ્ઞાનમોહમાં મુંઝાયેલા આત્માઓ ધર્મમાં પોતાનું મન જેડતા નથી. જાતિ, જરા અને વિવિધ પ્રકારની વ્યાધિઓના દુઃખરૂપ ડંખ મારનાર અનેક જંતુ-સમૂહને ઘાત કરનાર, મૃત્યુના મુખ છિદ્રને જોતા નથી. જે પ્રમાણે ઈચ્છાઓ ઉત્પન્ન થાય, તે પ્રમાણે સ્વચ્છેદ વિલાસ કરનારા, ઉન્માર્ગનું સેવન કરનારા, મૂઢ-અજ્ઞાની આત્માઓ પરલકના હિતકારી આચરણે અને વ્યાપારને ત્યાગ કરીને પિતાનું કિંમતી જીવન વેડફી નાખે છે. અનેક લાખે દુખેથી ઉત્પન્ન થયેલ વેદનાને નાશ કરનાર, અમૂલ્ય અમૃત સરખું ગુરુજનવડે અપાતા વચન-ઔષધનું પાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org