________________
૩૧૮
ચેપન્ન મહાપુરુષનાં ચરિત કહ્યું- આપની ઈચ્છાથી અહીં પધારો. બે ઘડી વિશ્રાંતિ લે.” તે સાંભળીને તેમના મહેલમાં મેં પ્રવેશ કર્યો. સ્નાન, ભોજન, વગેરે સત્કાર કર્યા પછી સુખથી બેઠેલા મને તેઓ કહેવા લાગી કે
હે મહાભાગ ! આ જ ભરતક્ષેત્રમાં વિવિધ રત્ન-મણીઓની શિલા સમૂહથી યુક્ત પ્રગટ શિખરવાળા, ઊંચા શિખરના કારણે સૂર્ય રથના અશ્વોના માર્ગને રોકનાર,વહેતાં, જળનાં ઝરણાના ઝંકાર શબ્દોથી પૂરાયેલા દિશામુખવાળા, શિખરના બગીચાની અંદર રહેલા વિકસિત પુષ્પવાળા શ્રેષ્ઠ તરુવનથી શોભાયમાન, લતાગૃહમાં આવતા દેવે, વિદ્યાસિધ્ધો, કામિનીઓ સાથે રતિક્રીડા કરવા માટે તૈયાર કરેલ પુષ્પસ્યાવાળા, પવન અથડાવાથી વિશાળ ગુફામાં ઉછળેલા ગંભીર શબ્દના પડઘા વડે મને હર જણાતા, વૈતાદ્ય પર્વતની દક્ષિણશ્રેણિમાં શિવમંદિર” નામનું નગર હતું. ત્યાં અનેક વિદ્યાધરની મુગટમાળાથી પૂજાતા ચરણુયુગલવાળા “જવલનસિંહ નામના રાજા હતા. તેને અત્યંત હૃદયવલ્લભા વિશિખા નામની પત્ની હતી. તેઓની અમે બંને પુત્રીઓ છીએ. નાટ્ય-ઉન્મત્ત નામનો અમારો મોટો ભાઈ હતો. અનકમે અમે વૃદ્ધિ પામ્યા. કેઈક સમયે અમારા પિતાજી શ્રેષ્ઠ મહેલના તલભાગ અગાસીમાં અગ્નિરાજ અને અગ્નિશિખ નામના ખેચરવિદ્યાધર મિત્રો સાથે પ્રીતિ ઉત્પન્ન કરનાર મનહર વાર્તા–વિનોદ કરતા હતા, અમે બંને પણ તેમની આજ્ઞાથી ગેછીકથામાં પડખે બેઠી હતી. તે સમયે વિવિધ મણિમય મુગટના કિરણોથી મિશ્રિત સૂર્યકિરણોના સમૂહથી મેઘધનુષ્યના રંગ સરખા રંગવાળા આકાશમાં અષ્ટાપદપર્વત તરફ જિનેશ્વરને વંદન કરવા માટે જતા દેવ અને અસુરોના સમૂહને જો દેવસમૂહ કે છે?
પ્રગટ વક્ષસ્થળમાં ઉછળતી હાર-શ્રેણિનાં ચમક્તા કિરણવાળા, ઉતાવળી ગતિ કરતા હોવાથી પવન વડે ઉડતા વસ્ત્રના અગ્રપલ્લવવાળા, વિલાસ પૂર્વક પૃથ્વીમંડળનું નિરીક્ષણ કરતી વિમાનમાં બેઠેલી દેવાંગનાઓ, તેમજ વિવિધ પ્રકારના હાથીઓ, ઘેડા, સિંહો આદિ વિકુલા વાહનો પર આરૂઢ થયેલા, ભક્તિપૂર્ણ હૃદયવાળા, ફેલાવેલા જ્ય જયકાર શબ્દ વડે દશે દિશા–મંડળે જેમણે પૂર્ણ કર્યા છે, એવા દેવને અષ્ટાપદપર્વત તરફ જતા જોયા. જતા એવા તે દેવતાઓને દેખીને પિતાજીએ કહ્યું કે, “આપણે પણ જિનેશ્વર દેને વંદન કરવા માટે જઈએ. – એમ કહીને મિત્રો સાથે નિર્મલા તરવાર સરખા નીલ આકાશમાં અમે ગયા. ક્રમે કરીને અષ્ટાપદ પર્વતના શિખર પર પહોંચ્યા. આકાશ તલથી અમે સાથે ઉતર્યા. ત્યાં અમે સિધાયતને જોયાં. સિદ્વાયતને
તે કેવાં હતાં? ત્રિભુવનના એકઠા કરેલા સુવર્ણના તેજ સરખા, કમલપત્રનાં કેટલાક દલનું દલન થયું હોય, તેવાં પુષ્પ જ્યાં સ્થાપન કરાતાં હતાં, દિવ્ય અગર-ધૂપ બળ હેવાથી તેની મઘમઘતી સુગંધ સર્વત્ર ફેલાઈ રહેલી હતી, એકીસાથે બેલાતા જયજયકારના શબ્દથી જેને જગતિમાર્ગ મુખર થયેલું હતું, તેવાં સિધ્ધાયતને અમે જોયાં. ત્યાં કેક સ્થળે તીણ મધુર મંદ સ્વરથી ગવાતું, મધુરકંઠયુક્ત કાકલિરાગનું મહર ગીત ગવાતું હતું. કેઈક સ્થળે ઘણું પ્રકારના કરણ, શરીરના હાવભાવ, હસ્તમરોડ, અભિનય સહિત પ્રગ્રટ રસવાળાં નાટક, થતાં દેખાતાં હતાં, કેઈક સ્થળે ઘનરૂપે થતા આરોહ-અવરોહ-સમૂહથી ન્યૂન થયેલ દીર્ઘ સ્વરવાળી, નૃત્ય કરતી મંડળીઓના તાળીઓના અવાજો સંભળાઈ રહેલા હતા. કેઈક સ્થળે વિવિધ પ્રકારના વિચિત્ર રૂપની વિમુર્વણું કરી ઉભટ આપથી ક્રીડા કરતાં, તાળીના તાલ દેતા ઘણું ભૂતદેવતાઓ નૃત્ય કરતા હતા. કેઈક સ્થળે વિવિધ વાજિંત્રો, અસંખ્ય શંખે વાગતા હતા, દેવતાઓ જયજયારવ કરતા હતા. આવા પ્રકારને જિનાભિષેક-મહોત્સવ અમે જોતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org