________________
૩૦૮
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત દઢ આગ્રહ છે, તે કુમારને તે વાઘ ખાઈ ગયું છે. તેઓએ કહ્યું કે, “તે સ્થાન બતાવ ત્યારપછી આડા-અવળા ગમે તેમ પગલાં ભરતે ભરતે તમારા દેખાવાના સ્થાન પર આવ્યું. અને તમને પલાયન થાવ” એ ઈશારો કર્યો. મેં પણ પરિવ્રાજકે આપેલી એક ગુટિકા મુખમાં મૂકી. તેના પ્રભાવથી આંખો મીંચાઈ ગઈ અને ચેતના ઉડી ગઈ હોય તેમ ચેષ્ટાવગરને, શ્વાસ વગરને બની ગયો અને ભૂમિ પર ઢળી પડયો. “આ મૃત્યુ પામે છે.” તેમ ધારીને મને છેડીને તેઓ ચાલ્યા ગયા. લાંબા સમય પછી મુખમાંથી ગોળી કાઢી લીધી. ત્યાંથી ઉભે થઈને તમને ખેળવા લાગે. ક્યાંય પત્તો ન લાગવાથી અતિશય સંતાપ કરવા લાગ્યો.
કેવી રીતે ? હે પ્રભુ! માર્ગને પરિશ્રમ, ચાલવાને થાક, તૃષા, ભૂખ વગેરેના સંકટવાળા, ભૂમિ પર કુક્ષિથી શયન કરવું કે બેસવું, શ્વાપદો, સર્ષ વગેરે ભયોનાં કારણે વિચારીને “કુમારનું શું થશે?, કેને વેદના જણાવશે?, કહેતાં તેને સાથ કેણ આપશે? તે મુગ્ધકુમાર કેને આજ્ઞા કરશે ?, અરે! કુમાર દેખાયે, અરે! આ તે કુમાર નથી, આ તે ઠુંઠું છે, “આ કુમાર મને બેલાવે છે,', એમ કરીને બાજુમાં અવલોકન કરું. પક્ષીએ, અગર પૃથ્વી પર સંચાર કરનાર કેઈ કે વૃક્ષના સુકાયેલા પાંદડાને મરમર શબ્દ કર્યો, તે તરત જ “હું” એમ કરતાં ક મારાં નેત્રો તે તરફ દેડાવું. “આ મારે છે. એમ મને કેણ કહેશે ? “આ કુમાર છે.” એમ હું તેને કહું ? જરૂર હું એક વખત કુમારને દેખીશ” આવા વિચાર કરતો હું ભ્રમણ કરતે હતે.. ( આ પ્રમાણે તમારા વિયોગના લીધે લાંબા નીસાસા મૂકતે અને શરીરનું શોષણ કરતે કઈ પ્રકારે કલેશથી એક ગામ પહોંચ્યો. ત્યાં મેં એક પરિવ્રાજકને જે. મેં તેને અભિવાદન-પ્રણામ કર્યા. તેણે મને કહ્યું કે, “તું વરધનુ જેવું જણાય છે. મેં પૂછ્યું, “હે ભગવંત! આપ કંઈક ભ્રમમાં પડ્યા છે કે શું ?” ત્યારે તેણે મને સોગન આપતાં કહ્યું કે– “તે તારા પિતાજીને “વસુભાગ' નામને પ્રિય મિત્ર છું; માટે વિશ્વાસ રાખીને કહે કે, કુમાર કયાં છે? મેં પણ તેને ખરી હકીક્ત જણાવી. ત્યાર પછી વિષાદથી શ્યામ થયેલા મુખના ચહેરાવાળા તે મને કહેવા લાગ્યા કે, ધનુઅમાત્ય પલાયન થઈ ગયા છે, કેશલાધિપતિએ તારી માતાને ચંડાળના પાડામાં નાખી છે. વાઘાત સરખું આવું વચન સાંભળીને ઈન્દ્રોત્સવ થયા પછી ઈન્દ્રધ્વજ જેમ ભૂમિ પર પડી જાય તેમ હું ધરણી પર ઢળી પડયો. ભાન આવ્યું, એટલે એક તે તમારા વિરહાગ્નિની જવાલાથી અંગ સળગી રહેલું હતું, તેમાં દાઝયા પર ડામ, મહાઘા પડેલે હોય અને લોહી વહી રહેલું હોય, તેના ઉપર કઈ ભાર નાખે અથવા કેઈ માળ પરથી નીચે પડી ગયે, તેને કઈ લાત મારે, સમરાંગણ ભૂમિમાં પડી ગયેલા મસ્તકને ઉછૂવાસ લેવા માફક માતા-પિતાના અપમાન વિષયક મારે ખેદ પ્રકર્ષ એકદમ વૃદ્ધિ પામ્યા. વસુભાગે મને કહ્યું કે-હેવરધન ! હવે તેને શેક છેડી દે, તેને ખેદ ન કરે, પરિસંતાપ ન કરે, વિષમદશાના પરિણામ કેને થતા નથી ? મેં કહ્યું, “હે મહાભાગ! મારા શેક કરવાથી બીજું શું ફળ મળવાનું છે? કેમકે, આ ભુવનમાં જે જંતુના તેષ નિષ્ફળ નીવડે છે; એવા શેરડીના પુષ્પ સરખા તેના નિષ્ફળ જન્મથી છે લાભ ? ત્યાર પછી હેતું, દષ્ટાંત પૂર્વક આશ્વાસન આપી સમજાવીને ઘણા પ્રકારના ગુલિકા, વેગ આપીને તમને ખેળવા માટે મને મોકલ્યા. હું પણ પરિવ્રાજકને વેષ ધારણ કરી કાંપિલ્યપુરે ગયે. ત્યાં જઈને મેં સર્વ લેકને સેવન કરવા ગ્ય કાપાલિકપણાનું અવલંબન કર્યું. તે કેવા પ્રકારનું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org