________________
૩૦૭
વરધનુની રાજભક્તિ અનેક પ્રકારના વિકસિત પુષ્પોથી સમૃદ્ધ થવાના કારણે ઉલ્લાસ પામતા બ્રમરેએ કરેલ વિશાળ ઝંકારમય સંગીતના શબ્દવાળું સરોવર દેખ્યું.
વળી કેવું?–વિવિધ પ્રકારની ઘટાવાળા વૃક્ષખંડના મંડલમાં લયલીન થયેલા હંસવાળું, કિનારા પર રહેલા મધુર સ્વરવાળા ચક્રવાકો, હંસે અને સારસ પક્ષીઓના મધુર આલાપવાળું, પવન-પ્રેરિત ચંચળ તરંગોએ ફેલાવેલ પ્રચંડ નિર્મલ હિમકણવાળું, વિકસિત મકરંદયુક્ત તાજા લાલકમળની રજથી સુવર્ણવર્ણ સરખા કરેલા જળસમૂહવાળું. રસવાળા સફેદ કમળના કેસરાની પરિમલથી આકર્ષાયેલા ભ્રમરોના સામટા કેલાહલવાળું, કલ્લોલના આઘાતથી તૂટી ગયેલા ઉજજવલ બિસખંડેથી શોભાયમાન, સમગ્ર જંતુમાત્રને સુખસંપત્તિ આપનાર, સમુદ્રના વિસ્તારને વિભ્રમ કરાવનાર એવું મહાસરેવર અણધાર્યું મારા જેવામાં આવ્યું. વેગવાળા ચંચળ પવનથી પ્રેરિત ચપળ કલ્લે અને ઉછળતા જળતરંગથી ઉત્પન્ન થયેલ ફીણ-સમૂહવાળું, જલઝાડા કરવા આવેલા હાથીઓના ટોળાએ ભાંગી અને કચડી નાખેલા પ્રગટ કિનારાના તરુવરવાળું, હજારોની સંખ્યામાં આવતા સસલા, વિવિધ મૃગજાતિઓ, વરાહ, શાહમૃગે, સિહ, સાબરો વગેરે પ્રાણીઓથી ભેગવટો કરાતું, નાના સમુદ્રની ઉપમાવાળું મહાસરેવર જોયું.
તે સરેવર દેખીને “હવે હું જીવતો રહીશ” –એમ માનતો કમળપત્રના બે પડિયા બનાવી તમારા માટે જળ લઈ જાઉં અને “હું તો અહીં જ જળપાન કરી લઉં એમ કરી ખેબામાં જળ ભરી પીવાની તૈયારી કરું છું, એટલામાં તમારું સ્મરણ થયું અને મેં વિચાર્યું કે- “દુઃખે કરી પાર પામી શકાય તેવા સંકટના કૂવામાં પડેલા, તરસ, તાપ, માર્ગ–પરિશ્રમથી પરવશ થયેલા દેહના અવયવવાળા, રસ્તે ચાલતાં કાંટા, કાંકરા દર્દથી છેદાયેલા-ભેદાયેલા સુકુમાર ચરણવડે અટકી પડેલા ગમનવાળા, દર્પવાળા શત્રુઓના ભયથી પલાયન કરતા, બ્રહ્મરાજાના પુત્ર હોવા છતાં પિતાનું રક્ષણ શેષનાર મને ધિક્કાર થાઓ. અરે જીવ ! કૃતન ! નિર્લજજ ! સ્વામીના સન્માનને ભૂલી જનાર ! પિતાના જીવવા ખાતર પ્રથમ જળપાન કરવાની અભિલાષા કરનાર તને ધિક્કાર છે. મહાતરશથી વ્યાકુલ બનેલા ક્ષણવાર પણ દુઃખ સહન ન કરી શક્તા કુમારને મૂકીને તેના વગર એકલો જ જળપાન કરીને જીવવા અભિલાષા કરે છે? આવા પ્રકારની ચિંતાથી ઉત્પન્ન થયેલ શક વૃદ્ધિ પામતો હતો, ત્યારે જળપાન કર્યા વગર જ સરેવરમાંથી બહાર નીકળે.
લાંબા માર્ગના લાગેલા થાકથી ધીમી ગતિ વડે હું જેટલામાં તમારી પાસે આવી રહેલે હતું, ત્યારે અણધાર્યા કવચ પહેરેલા, હથિયારોથી સજ, યમરાજાના દૂત સરખા સુભટેએ મને માર માર્યો. સજજડ પગના પાટુ માર્યા, નિર્દયપણે મને બાંધ્યો. “અરે અરે વરધનુ! બ્રહ્મદત્ત કયાં છે ? એમ બીજી ત્રીજી વખત પૂછતાં પૂછતાં મને પિતાના સ્વામી પાસે લઈ ગયા. મને દેખીને તે ઉતાવળો ઉતાવળો ઉભું થયું અને આદરથી કહેવા લાગ્યું કે, હે મહાભાગ્યશાળી! તારા પિતાજી પાસે મેં અભ્યાસ કર્યો છે, તું મારો ભાઈ છે, હું કેશલદેશના અધિપતિની સેવા કરવા જાઉં છું. માટે કહે કે, “કુમાર કયાં છે ?” કહ્યું કે, “મને ખબર નથી.' ત્યાર પછી બીજાઓએ નિવારણ કરવા છતાં મને ખૂબ માર માર્યો. મારા પર પગના પ્રહારો થવા લાગ્યા અને વેદના સહન ન કરી શક્યો એટલે મેં કહ્યું કે, “જે તમારે જાણવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org