________________
બધુમતીને પ્રેમાનુબંધ
૨૯૯ બ્રહ્મદત્ત છું, પરંતુ તારે આ વાત કોઈને કહેવી નહિ. જ્યાં સુધી હું પાછો ન આવું, વિશ્વાસથી હાલ તારે રહેવું.” આ સાંભળીને સતત દડદડ પડતા અશ્રુબિન્દુવાળી તેથી મલિન થયેલ પોલતલવાળી બંધુમતી પ્રણામ કરીને કહેવા લાગી--
“હે પિતાના કુલરૂપ આકાશ-મંડલના ચંદ્ર! ગુણરૂપ કિરણેના સમૂહને વિસ્તાર કરનાર ! મારા મનરૂપ કુવલયને વિકવર કરીને ક્ષણવારમાં બીડાવી ન દે, અશરણુ એવી મને છેડીને આ મારું હૃદય તે તમારી સાથે જ આવશે. હે સુખદાયક! આ સેવકવર્ગની કોઈ વખત સંભાળ લેશે. આ કેશકલાપની સુંદર વેણી તમારા સમક્ષ રચી છે, તે ત્યાં સુધી નહીં છોડીશ કે,
જ્યાં સુધી ફરી હું તમારા દર્શન ન કરું, તેમ જ સૂર્ય –કિરણથી વિકસિત કમલપત્ર સરખાં ઉજજવળ મારાં નેત્રોમાં હું ત્યાં સુધી કાજળ પણ નહીં આંજીશ કે જ્યાં સુધી ફરી તમને ન દેખું. તમારા વિયોગમાં કરાતું સ્નાન પણ મારા અંગમાં વૃદ્ધિ પામતા રણરણ કરતા હુદયને સંતાપને ઉત્પન્ન કરનારૂં થાય છે. વૃદ્ધિ પામતા તમારા વિરહાગ્નિની ભયંકર જવાલાએથી મારા હૃદયને ફરી સમાગમ જળ વડે કરીને શાંતિ પમાડશો.” નેહપૂર્ણ બંધુમતીને આશ્વાસન આપીને અમે ત્યાંથી નીકળી ગયા. પછી ઉઘાડા પગે ચાલવા લાગ્યા. છેવાડાના એક ગામે પહોંચ્યા. ત્યાં જળપાન કરવા માટે વરધન ગામની અંદર ગયે. એક મહર્ત પછી પાછા આવીને મને કહેવા લાગ્યા કે, “ગામના ચોરે એવી વાતો ચાલે છે કે, “કાંપિલ્યપુરથી બ્રહ્મદત્ત અને વરધનુ બે દિવસ પહેલાં પલાયન થઈ ગયા છે. બળેલા લાક્ષાગૃહમાં તપાસ કરી, તે તેમના અસ્થિઓ હાથ ન આવ્યાં. અને એક સુરંગ જોવામાં આવી. તે કારણે દીર્ઘરાજાએ સમગ્ર રાજમાર્ગો પર અવરજવર બંધ કરાવી છે. ચેકી–પહેરા ગોઠવી દીધા છે. માટે હવે આપણે ઉન્માર્ગે–આડા-અવળા માર્ગે આગળ જઈએ.” ત્યાર પછી વિષમ ઉન્માર્ગે અને પર્વતમાં નિવાસ કરતા ચાલવા લાગ્યા. સરલ શાલ, તમાલ, બકુલ વગેરે મોટા વૃક્ષોથી શોભાયમાન મનહર પુષ્પ-ફળેથી યુક્ત એવી મહાઇટવીમાં પહોંચ્યા. તેવી અટવીમાં જતાં જતાં તૃષા મને ખૂબ જ પીડવા લાગી. તૃષા-વેદનાની અધિક્તા થવાથી વરધનુ મને ઘણું પત્ર-સમૂહવાળા વડલાના વૃક્ષ નીચે બેસાડીને જળ લાવવા માટે ગયે. તેટલામાં સંધ્યા સમયે દૂર રહેલ વરધનું દીર્ઘરાજાના યમ–સુભટ સરખા પુરુષોથી માર મરાતે મારા જેવામાં આવ્યા. તેઓ ન જાણે તેવી રીતે પલાયન થા” એવી મને તે સંજ્ઞા કરવા લાગ્યો. કેવી રીતે? “વસંતઋતુમાં સર્વે વૃક્ષે પલ્લવિત થાય છે, તે આમ્રવૃક્ષ! તું પણ પલ્લવિત થા, તારાં પુષ્પને પરિમલ મુગ્ધ ભ્રમરે જાણતા નથી.”
વરધનુએ પલાયન થવા માટે કરેલે ઈસારો સમજીને હૃદયમાં ફેલાતા ભયવાળો હું એકદમ ઉઠીને વડલાના વૃક્ષ નીચેથી ઉતાવળાં ઉતાવળાં પગલાં ભરત ભાગવા લાગે. અતિદુર્ગમ અરણ્યમાં આવી પડે. તે કેવું છે?
વિશાળ પર્વત-શિખરે વડે ગહન, પર્વતની ધાર સમીપમાં ગીચ વૃક્ષની શ્રેણીવાળું, ભ્રમણ કરતા ભયંકર ધાપદના મુક્ત પિકારથી બીહામણું, હાથીના કુલેએ સૂંઢથી ખેંચી કાઢેલા અને ભાંગેલા માર્ગમાં પડેલા વૃક્ષસમૂહથી રોકાયેલા માર્ગવાળું, વૃક્ષશાખાઓના ઘસારાથી ઉત્પન્ન થયેલ દાવાગ્નિથી બળતું, જેને ઉદ્ધત વરાહે નદી-કિનારાની ભેખડો તેડીને વેરવીખેર કરી નાખેલ છે, જેમાં વરાહની ચીસ સાંભળીને સિંહે કરેલા સિંહનાદથી મૃગે ભય પામેલા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org