________________
૨૯૮
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત
તાપથી ખેદ પામતા મેં વરધનુને કહ્યું કે, મારા માટે જલ્દી ખાવા-પીવાની સામગ્રી ખેાળી લાવ, હું સજ્જડ થાકી ગયા છું.’ તે સાંભળીને મહાઅમાત્ય-પુત્રે કહ્યું કે, કેાઈ એ સુંદર વાત કહેલી છે કે-
“માર્ગોના પરિશ્રમ જેવી બીજી કોઈ વૃદ્ધાવસ્થા નથી, દારિઘ્ર સિવાય ખીન્ને કાઈ માટ પરાભવ નથી, મરણ સરખાખીજો કોઇ ભય નથી, અને જીવને ક્ષુધા સરખી કોઈ વેદના નથી. એકલી ક્ષુધા યૌવન, કાંતિ, સૌભાગ્ય, અભિમાન, પરાક્રમ, કુલ, શીલ, લજ્જા, ખલ, ગવ આ સને ક્ષણવારમાં વિનાશ પમાડે છે.”
અશ્રુમતી સાથે લગ્ન
આ સમયે હવે કાલક્ષેપ કરવાના સમય નથી' એમ વિચારીને વરધનુ ગામમાં ગયા. હુ તે ગામ બહાર ત્યાં જ બેઠા હતા, તેટલામાં ગામમાંથી નાપિતને લઈ ને તે આન્યા. એક લાંખી ચાટલી ખાકી રાખીને મારું મસ્તક-મુંડન કરાવી નાખ્યુ. અને જાડું' ભગવા રંગનું વસ્ત્રયુગલ પહેરાવ્યું, ચાર આંગળ પ્રમાણુ પટ્ટબંધ વડે વક્ષસ્થલનું શ્રીવત્સ લાંછન ઢાંકી દીધું. પોતે પણ વેષ-પલટા કરીને મને ગામમાં પ્રવેશ કરાવ્યો.
દરમ્યાન એક દ્વિજના મકાનમાંથી મેાકલેલા દાસપુત્રે અમને કહ્યું કે, અમારે ત્યાં આવે અને ભેાજન કરે.' એ સાંભળી અમે તેને ત્યાં ગયા. અમને શ્રેષ્ઠ સુખાસન પર બેસાડ્યા અને રાજાને ચેાગ્ય અમારી સાર-સંભાળ કરી મોટા ઠાઠથી જમાડયા. ભેાજન કરાવ્યા પછી અમારી આગળ મધ્યમવયવાળી એક શ્રેષ્ઠ મહિલા સર્વ અલંકારાથી અલંકૃત શરીરવાળી, જાણે કમલાસનના ત્યાગ કરીને ભગવતી લક્ષ્મી આવી ન હેાય તેવી, મધુમતી નામની કન્યાને ઉદ્દેશીને હર્ષોંથી વિક સિત વટ્ઠન-કમળવાળી, મારા મસ્તક પર અક્ષત વધાવવા લાગી. સુગંધી પુષ્પની માળા સહિત શ્રેષ્ઠ રેશમી વસ્ત્ર-યુગલ અર્પણ કર્યા પછી ખેાલી કે, આ કન્યાના આ વર છે.' એ સાંભળી મંત્રીપુત્રે કહ્યું- અરે ! વગરભણેલા આ મૂર્ખ બટુકના માટે આદર કરીને તમે અમને કેમ ક્રોધ કરાવા છે ? ત્યારે ગૃહસ્વામીએ કહ્યું કે, હું સ્વામી ! આપ સાંભળે, આપને કંઈક વિન ંતિ કરવાની છે. અથવા સ્પૃહાપૂર્વક યાચના કરવાની છે. કારણ કે કાઇક સમયે અમે નિમિત્તિયાને પૂછતાં તેણે અમને કહ્યું કે, આ ખાલિકાના ભર્તાર સમગ્ર પૃથ્વીમ`ડલના અધિપતિ થશે.’ અમારે તેને કેવી રીતે આળખવા ? એમ પૂછ્યું, ત્યારે તેણે અમને કહ્યું, જેને દેખવાથી આ ખાલિકાનાં રામાંચ ખડાં થાય, નેત્રમાં અશ્રુજળ જણાય, તથા જેના વક્ષ:સ્થળ પર શ્રીવત્સ ઉપર પટ્ટ આંધેલે! હાય અને મિત્ર સાથે તમારે ત્યાં ભાજન કરશે, તે આનેા વર થશે.' એમ કહીને મારી હથેલીમાં દાનજળ આપ્યું. વરધનુએ તેને કહ્યું કે, આ તે જન્મથી દરિદ્ર ઠોઠ છે અને મારી સાથે ભણવા માટે રહેલા છે, તેા પછી પૃથ્વીમંડલના અધિપતિ કેવી રીતે થશે ?” ગૃહસ્વામીએ કહ્યું કે, ‘ગમે તે હાય, મેં તેા મારી ખાલા અણુ કરી છે.' ત્યાર પછી તે જ દિવસે પેાતાના વૈભવ અનુસાર વિસ્તા રથી પાણિગ્રહુણુ–વિધિ પ્રવર્તો. તે રાત્રે અમે ત્યાં જ વાસા કર્યાં. રાત્રિ પૂર્ણ થઈ. પછી વર ધનુએ મને કહ્યું, અરે સાથીદાર ! તું નિરાંતે કેમ બેસી રહેલા છે ? આપણે દૂર જવાનુ છે, તે કેમ ભૂલી જાય છે ?” અધુમતીને લાવીને મેં મારી સહકીકત જણાવી કે, હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org