________________
२६८
પન્ન મહાપુરનાં ચરિત ફિલનો આધાર દેવાધીન હોય છે. તે સમયે ભગવંતે જે કહ્યું હતું, તે તમે સાંભળ્યું ન હતું?” એ પ્રમાણે સુખે બેસાડીને વનમાં રહેલા અધિષ્ઠાયક દેવતાને ઉદ્દેશીને હે ભગવતી વનદેવતાઓ! મારા જીવિતાધિક પ્રિય આ મારે લઘુબંધુ છે, તે તમને રક્ષણ માટે અર્પણ કર્યો છે.” એમ કહીને જળની શોધ કરવા માટે ઊંડા વનમાં ગયા.
બલદેવ વનમાં ગયા પછી કૃષ્ણજી રેશમી વસ્ત્ર ઓઢીને સુઈ ગયા. સુધાવેદનાથી પીડાયેલા દેહવાળા, તૃષાથી શોષાયેલા તાલવા-કંઠ-એષ્ટપુટવાળા તેમને ઘણે થાક લાગેલે હોવાથી કઈ પ્રકારે નિદ્રા આવી ગઈ. તે સમયે ભવિતવ્યતાના નિયોગથી આયુષ્યકાળ ક્ષીણ થયેલો હોવાથી શિકારી વેષધારી જરાકુમાર સાબર, હરણ આદિ પશુને ખેળ ખેાળને તે જ પ્રદેશમાં આવી પહોંચે. “કેઈ અપૂર્વ વર્ણથી મનહર રંગવાળું હરણ છે.” એવી બ્રાન્તિથી કાન સુધી ખેંચેલા બાણને છેડ્યું, જે જનાર્દન-કૃષ્ણના જમણું પગમાં આરપાર ભેંકાયું. પ્રહાર થતાં જ વેદના થવાથી ઉઠેલા કૃષ્ણ બૂમ પાડી કે, “નિરપરાધી મને પગના તળીયામાં કેણે બાણથી વિંધ્ય? અત્યાર સુધી કદાપિ મેં વંશ-ગોત્ર જાણ્યા વગરના કેઈને માર્યા નથી, માટે પ્રગટ થઈને કહે કે, “તમે કણ અને ક્યા વંશમાં ઉત્પન્ન થયા છે ? તે સાંભળી જરાકુમારે કહ્યું કે, હરિવંશ કુળમાં જન્મેલે “હું વસુદેવ રાજાને પુત્ર છું, આખા પૃથ્વીમંડળમાં અપૂર્વ વીર બલદેવ અને કેશવને સગો ભાઈ જરાકુમાર' નામને છું. નેમીશ્વર ભગવંતના વચનથી કૃષ્ણના પ્રાણનું રક્ષણ કરવા માટે મારા પુત્ર–કલત્ર-પરિવારને તથા સ્વજનવર્ગને ત્યાગ કરીને, રાજ્ય–ભેગાદિક સુખવિશેષને લગાર પણ નહીં અનુભવતે, એક વનમાંથી બીજા વનમાં પશુ માફક ભટકું છું. તે હવે ‘તમે કહે કે, તમે કોણ છે? અને કેમ પૂછે છે?” ત્યારે કેશવે કહ્યું, “હે મહાભાગ્યશાળી! આવ આવ ! આ તે દામોદર તારે બંધુ છે, મને આલિંગન આપ, તે હું જનાર્દન નામને તારે ભાઈ છું. જેના કારણે તું દુઃખી થયે, ખરાબ શયન–આસનમાં સૂતાં-બેસતાં હેરાનગતિ ભેગવી જંગલમાં આથડ્યો, તે તારો સર્વ કલેશ નિષ્ફલ ગયે, માટે જલ્દી આવ.”
કણુજીએ કહેલ વચન સાંભળીને, તેના વચનમાં વિસ્મયથી શંકા કરતે જરાકુમાર જનાર્દનને દેખીને દૂરથી જ શેકાવેગથી મોટી પિક મૂકીને લાંબા હાથ કરીને “અરે રે! હું હણ, મરાયે. અરે! હું કે નિર્ભાગી! અત્યંત કરુણ વિલાપ કરવા પૂર્વક કંઠમાં હાથ નાખી રુદન પૂર્વક બોલવા લાગ્યો કે-“હે બંધુ! તમે અહીં ક્યાંથી? અરે! મારું દુસાહસ, વગર વિચાર્યું કાર્ય કરવા માગું, અહો! મારી નિયતા! અહા ! મારા પાપકર્મનું ફલ! હવે હું કયાં જઈશ? ક્યાં જઈને આ પાપની શુદ્ધિ કરીશ? ક્યાં જઈને સુકૃત કરીશ?
જ્યાં સુધી તારી કથા પ્રવર્તશે, ત્યાં સુધી ભાઈને વધ કરવાને માટે અપયશ પણ પ્રવર્તશે, તારા પ્રાણનું રક્ષણ કરવા માટે મારા શરીરના સુખને ત્યાગ કરીને ભયંકર શ્વાપદોથી ભરેલી અટવીમાં ભ્રમણ કર્યા કર્યું. પરંતુ અવશ્ય ભાવી બનવાપણુને કારણે ભવિતવ્યતા–વેગે નિર્દય દૈવે અને મેં આ અધમ કાર્ય કર્યું. તારા યાદવરાજાઓ
ક્યાં છે? તે હજારે તારી પ્રિયાએ ક્યાં છે? બલદેવ વગેરે ભાઈએ ક્યાં છે? પ્રધુમ્ન, શાંબ વગેરે તારા કુમારો તથા મુખ્ય પરિવાર ક્યાં છે?” ત્યારે કેશવે કહ્યું- હે મહાભાગ્યવાન ! હવે અણસમજુ માફક પ્રલાપ કરવાથી સયું, કારણ કે, તે પણ આગળ નેમીધર ભગવંતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org