________________
૨૫૨
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ઘાટીમાં મનહર ઝૂલણ શોભતું હતું. વળી સુધી પરિમલવાળા અનેક પ્રકારના નવીન ઉત્પન્ન થયેલ ધાન્યબીજવાળે, જેમાં, આમ્રમંજરીના ગુચ્છાઓએ ઉત્પન્ન વિષાદ દૂર કરેલ છે, પતિવિરહિણી સ્ત્રીના વિરહ-દુઃખની વૃદ્ધિ કરનાર ગજપતિ જે વસંતમાસ ફેલાઈ રહેલે હતે. ભ્રમણ કરતા ભ્રમની શ્રેણીની સમીપમાં વિયેગની મહાવેદનાવાળા વ્યાકુલ થયેલા પથિકે એ કોપાયમાન યમરાજાની શંખલા સરખા વસંતમાસને જે. આવા પ્રકારના વસંતઋતુના એક દિવસે બલરામ અને કૃષ્ણ સુખ પૂર્વક સુખાસન પર બેઠેલા હતા અને પિતાના ગૃહવિષયક વાર્તાલાપ કરતા હતા. ત્યારે વાસુદેવે કહ્યું, “અરે હલાયુધ ! બલદેવ ! સમગ્ર લેકથી વિરુદ્ધ અરિષ્ટનેમિનું વર્તન તે જે કે આપણને મહાઆશ્ચર્ય ઉપજાવનારું છે. કેવી રીતે ? ત્રણે લેકને વિનાશ કરવા કે રક્ષણ કરવા સમર્થ હોવા છતાં પણ પિતાના બલ માટે ગર્વ નથી. રૂપ-સૌંદર્યને કારણે કામદેવને તિરસ્કાર કરનાર હોવા છતાં પણ સુંદર ચેષ્ટાવાળી વિલાસિનીના દર્શનથી વિમુખ થયેલા છે. સમગ્ર કેને પ્રાર્થના કરવા યોગ્ય અપૂર્વ યૌવન પામવા છતાં પણ તેમને વિષયાભિલાષ ઉત્પન્ન થતું નથી. તે જે કઈ પ્રકારે તેવી કેઈ યુકિતથી વિષયના બંધનમાં લઈ જઈ શકાય તે બહુ સારું. એ સમયે બંદીએ સંભળાવ્યું-“ઉછળતા મધુર રાસડાના ગીત-વિશેષથી શબ્દ કરતી જીભવાળે,
વર્ણવાળા મોગરાનાં પુપની કળીરૂપી લાંબા દાંતવાળ, ચંચળ પલ્લવરૂપ કંપતી જિહાવાળે વસંતમાસરૂપ સિંહ ફેલાઈ રહે છે. જેમ જેમ દક્ષિણ દિશાને પવન મનુષ્યના માંસલ અંગને સ્પર્શ કરે છે, તેમ તેમ જ કામાગ્નિવડે અધિક સંતાપિત હૃદયવાળા થાય છે.”
-આ પ્રમાણે બંદીએ કહેલું સાંભળીને વાસુદેવ કૃષણે કહ્યું કે, “અહા ! સુંદર સમય આવી લાગે, તે સ્નાન–કીડાના બાનાથી વસંતનાં ગીતે કરતી વિલાસિની સ્ત્રીઓ સાથે રુકિમણું, સત્યભામા સહિત અંતઃપુર આવીને અરિષ્ટનેમિને વિષયનું પ્રલોભન કરાવશે.” એમ કહીને પ્રતિહારને બોલાવ્યું અને આજ્ઞા કરી કે, “ નગરીમાં આ પ્રમાણે ઉદ્યોષણા કરી કે, આવતી કાલે રાજા વસંત ચચ્ચરી- ગીત-ગાન કરતી મંડલી-સહિત સ્નાનકીડાના સુખને અનુભવ કરશે, તે સમગ્ર નગરલકે એ પણ વિવિધ પ્રકારની વેષભૂષા સજીને વસંતક્રીડા કરવા બહાર નીકળવું.' ત્યાર પછી જેવી આજ્ઞા” એમ કહીને પ્રતિહાર નીકળ્યો અને રાજઆજ્ઞાને અમલ કર્યો. એટલામાં દિવસ અસ્ત થયે. બંદીએ સંભળાવ્યું કે- અસહ્ય કિરણોના સમૂહરૂપ સળગતી જ્વાલાઓથી ભગ્ન થયેલા પ્રભાવવાળે સૂર્યરૂપ દાવાગ્નિ આકાશરૂપ વનના અંતમાં ઓલવાયેલ છે અર્થાત સૂર્યાસ્ત થયે.” સંધ્યા સમય જાણીને બલદેવ અને કૃષ્ણ ઊભા થયા. સાંજસમયનાં કાર્યો પતાવ્યાં, વિવિધ વિનેદ કરતાં રાત્રિ પસાર કરી. કાલનિવેદકે સંભળાવ્યું કે-“કિરણરૂપ નખના પ્રહારથી ફાડેલા અંધકારરૂપ હાથીને ગંડસ્થલના રુધિરથી જાણે અરુણ વર્ણવાળ થ ન હોય તેમ સૂર્ય-સિંહ ઉદયાચલના શિખર ઉપર શેભે છે. ત્યાર પછી કૃષ્ણજી જાગ્યા અને પ્રાતઃકાલનાં સંધ્યા એગ્ય કાર્યો કર્યા. તે પછી સમગ્ર સામંત, તલવર્ગલેકનગરલેક પિતાના વૈભવનુસાર વસ્ત્રો પહેરીને પિતાના ઘરેથી નીકળી પિતપોતાની મતિ પ્રમાણે ગીતગાન-કરનારી મંડળીઓની ગોઠવણી કરવા પૂર્વક નીકળ્યા. પિતાની સાથે અરિષ્ટનેમિને
૧ શ્લેષ હોવાથી હાથી પક્ષે સુગંધી પરિમલયુકત વહી રહેલા મદજળવાળા, આમ્રમંજરીના સહથી વીટાએલા દંતશળવાળા ગજપતિના વિસ્તારથી કરેલા દુ:ખવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org