________________
દ્વારકામાં વસંત-મહત્સવ
૨૫૧ હોવાથી “આ જ વાસુદેવ, આ જ વાસુદેવ” એમ બોલતી નગરસુંદરીઓ તેના તરફ જેવા લાગી. કેવી રીતે?— વિલાસના આવિર્ભાવથી ઊંચી કરેલ ભુજલતા અને મરડેલ હસ્તાંગુલિના તલવાળી, મુખમાંથી નીકળતા સુંગધી વાયુમાં લીન થયેલ ભ્રમરકુલવાળી, કામદેવના કારણે ઉત્પન્ન થયેલ વિલાસની ચેષ્ટાથી શોભિત શિથિલ કેશવાળી, વિષમપણે ઊંચા સ્તન-પ્રદેશથી ઉછળતા શોભાયમાન હારવાળી, કાન ખજવાળતી અને નેત્રયુગલ અર્ધ બંધ કરતી, એક હાથમાં કમળ વસ્ત્રના છેડાને ધારણ કરતી, આ પ્રમાણે તેના દર્શનથી વૃદ્ધિ પામતા વિલાસનું સૂચન કરતી શ્રેષ્ઠ નગર-તરુણીઓથી અભિલાષાપૂર્વક દર્શન કરાતા કૃષ્ણ દ્વારકાપુરીમાં પ્રવેશ કર્યો.
ત્યાર પછી ઘણા લેકેની ગીરદી અને પડાપડી વચ્ચેથી મુશીબતે બહાર નીકળી પિતાના મંદિર તરફ પહોંચ્યા. ત્યાં આગળ દ્વારભાગમાં સ્થાપન કરેલા મંગળકળશવાળા, લટક્તા આમ્રવૃક્ષનાં તાજાં પલેથી શોભિત તેરણમાળાવાળા, સુંદરાંગી વિલાસિની સ્ત્રીઓ વડે ગવાતા મધુર કમળ આલાપવાળાં મંગલ ગીતથી મુખર, ઉત્તમ બ્રાહ્મણે વડે ઊંચા સ્વરથી બેલાતા “પુણ્ય દિવસ, પુણ્ય દિવસ ” એવા શબ્દથી મિશ્રિત જયજયકાર શબ્દવાળા, પિતાના નિવાસ કરવાના ભવનમાં પ્રવેશ કર્યો. ત્યારે મંગલપાઠકે ઊંચા સ્વરથી સંભળાવ્યું કે-“કિરણેના બનાવેલા દોરડાથી બંધાએલો સૂર્ય ઘડાની જેમ પશ્ચિમદિશાના સમુદ્રમાં જળ માટે નંખાઈ રહેલો છે.” હવે સંધ્યા-સમય જાણીને તે સમય એગ્ય યાચિત આવશ્યક કાર્યો પતાવીને વિશિષ્ટ મનવાંછિત વિનોદમાં કેટલાક સમય પસાર કરીને સુખપૂર્વક નિદ્રાધીન થયા, આ પ્રમાણે સમગ્ર દિશાચકોના દેશે સ્વાધીન કરી, અભિમાની શત્રુઓને પરાસ્ત કરી, ઘણાં વર્ષો સુધી રાજ્યસુખનો અનુભવ કર્યો.
કેઈક સમયે તરુણ લેકના મનને આનંદ આપનાર વસંત-સમય આવ્યું જેમાં વનની અંદરનાં સ્થળે મધુકાના ગુંજારવના બાનાથી જાણે ગીત ગાતાં હોય, પવનપ્રેરિત ઊંચા-નીચા થતા પલના બાનાથી હાવભાવના અભિનયથી જાણે નૃત્ય કરતાં હોય, કેયલના ઘણા કલરના બાનાથી જાણે આમંત્રણ કરતાં હોય, વિકસિત કેસુડાંનાં વનના બાનાથી જાણે અગ્નિ પ્રગટો ન હોય? અતિશય પુષ્પરજ ઉડવાથી જાણે ધૂપનો સુગંધી ધૂમાડો ન હોય, વળી આમ્રવૃક્ષ ઉપર મૈર લાગવા લાગ્યા. મલ્લિકા-માલતી પુષ્પોના ગુચ્છાઓ ઉગવા લાગ્યા, અશોક વૃક્ષની ઉપર લાલ નવીન પત્રો ફૂટવા લાગ્યાં. કુટજ-સમૂહ કળીવાળા થાય છે. કણેર પુષ્પના સમૂહ વિકસિત થાય છે, પુન્નાગના સમૂહ પુષ્પિત થાય છે,
ત્યાં આગળ-હિંચકવાની ક્રીડા કેવી હતી? પ્રિયતમના પૂર્ણ આદરવાળા હસ્તસ્પર્શથી ફુરાયમાન વિશાળ લંબાઈવાળા મધુર શબ્દ કરતી ઘુઘરીવાળા કંદોરાના લાપથી મુખર, નિતંબતટ શોભતું હતું. હીંચકવાના દેરડાને પકડવાથી ન સહી શકાય તેવી પીડાથી સીત્કાર છોડતાં, મણિ-જડિત કંકણ-કુંડલો પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલ મધુર શબ્દમય, સખીવર્ગથી પૂછાયેલ પ્રિયજનનાં નામ અને ગોત્રના કારણે ખલનાથી વૃદ્ધિ પામેલા વિલાસવાળાં લજજાયુક્ત વચને શોભતાં હતાં. આવેગથી કંપાયમાન અધિક શબ્દ કરતા મણિજડિત કંદોરાના મધુર રણકાર મિશ્રિત કર્ણપ્રિય ગંભીર જીણા સ્વરવાળાં હિંડોળાનાં ગીત સંભળાતાં હતાં. આ પ્રમાણે વસંતસમયમાં પોતાના મંદિરના ઉદ્યાનમાં પોતાના પતિ સાથે આમ્રવૃક્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org