________________
~
રામ બલદેવ અને લક્ષ્મણ વાસુદેવ
૨૩૩ બલવાન, અકાર્યાચરણથી દુષિત, દુષ્ટ ચારિત્રવાળે, તિરરકાર પામેલી શૂર્પપ્રભાના વચનથી પારણુતિ-યોગે મૃત્યુના હાથથી આકૃષ્ટ રાવણ રામની ભાર્યા સીતા ઉપર અનુરાગ કરે છે. કૃત્રિમ સુવર્ણમૃગ અને સિંહનાદ કરવાના પ્રયોગથી રામ અને લક્ષમણને ઠગીને પિતાનું બલ, કીર્તિ અને રાક્ષસોને ક્ષય કરનાર સીતાનું અપહરણ કર્યું. રાક્ષસની માયાજાળ જાણુને રામલક્ષમણ બંને અત્યંત દુઃખી થયા. સીતાના હરણ થવાના કારણે ખેદ પામેલા હાહારવ કરતા ઘણું તાપસ પણ એકઠા થયા. ખરદૂષણના સૈન્યને વિનાશ કરનાર જટાયુ પક્ષીના વૃત્તાન્તથી પીડા પામેલા “શું કરવું ? એમ મૂંઝવણવાળા સુગ્રીવ અને હનુમાન ભેગા થયા. આયુધ વગરના, અમર્યાદિત બલવાળા વાનરપતિ હનુમાનને સીતાના સમાચાર મેળવવા માટે મેકલ્ય. બળવાન એ તે હનુમાન પણ સમુદ્રને ઓળંગીને લંકામાં નંદનવનમાં ત્રિજટાવડે આશ્વાસન અપાતી સીતાને દેખે છે. ત્યાર પછી સીતાની આજ્ઞા પામેલે વનને વેરવિખેર કરીને રાક્ષસેન્દ્રને વિનાશ કરીને લંકાને બાળીને તરત ત્યાં આવ્યું કે જ્યાં રામ રહેલા છે. કાર્યને સાર સમજનાર રામે પણ ગુણભંડાર લક્ષમણ અને સુગ્રીવના સિન્ય સાથે લંકા તરફ પ્રયાણ કર્યું. સમુદ્રનું ઉલ્લંઘન કરીને બિભીષણના સભ્ય અને બીજા બલ સાથે લંકામાં એક નજીકના મોટા પર્વત ઉપર પડાવ નાખે. હવે પિતાના રાજ્યમાં પર સૈન્યને આવેલું જાણુને તેને નહિં સહેતે રાવણ પણ તેની સન્મુખ આવ્યું. અવજ્ઞાપૂર્વક રામના સિન્યને જોઈને તે સમયે બોલવા લાગ્યું કે, અરે ! મારા સરખા શૂરવીર સામે શત્રુઓ! તેમાં પણ જટાધારી તાપસે! તે પણ લંકાને પરાભવ કરવા માટે આવી રહેલા છે! શું તેઓને જીવતા આ આશ્ચર્ય દેખાતું નથી ? ત્યાર પછી વાનરવિદ્યા વડે બેલસમૃદ્ધિવાળા સુગ્રીવાદિકને રાક્ષસ-વિદ્યાના બેલન ગર્વવાળા સાથે યુદ્ધ થયું. યુદ્ધમાં બલવાન સુભટોએ પ્રહસ્તને જમીન પર લોટા તથા વાનરવિદ્યાના ગર્વવાળા સુભટોએ કુંભકર્ણને પણ હ. દુઃખે નિવારી શકાય તેવા શક્તિ હથીયારને નિષ્કલ બનાવીને મેઘનાદને પણ હ.
હવે વિદ્યાથી ગર્વિત થયેલો, દુર્જય દુખે કરી જોઈ શકાય તેવો રાવણ પણ નિરપેક્ષપણે લક્ષમણ સાથે યુદ્ધ કરવા લાગે. બલ-સમૃદ્ધિવાળાનાં અંગે એક બીજાનાં હથિયારોથી છેદાઈ ગયાં અને કાયર પુરુષે ન દેખી શકે તેવું અતુલ ભયંકર બંનેનું યુદ્ધ થયું, હવે રાવણે સમર્થ એવા પ્રકારનું ચકરત્ન ગ્રહણ કરીને લક્ષ્મણ ઉપર કહ્યું. એટલે તે લક્ષમણના હાથમાં આવીને સ્થિર થયું. લમણે પણ તે જ ચક્રથી દુર્જન ક્રૂર એવા દશમસ્તકવાળા રાવણનું મસ્તક છેદી નાખ્યું, જે તાલફલની માફક ભૂમિ ઉપર રગદોળાવા લાગ્યું. રાક્ષસેન્દ્ર રાવણ હણાયો એટલે પ્રાપ્ત થયેલા વિજયવાળા અને સીતા મેળવેલ એવા રામ-લફમણે રાવણની રાજ્યગાદીએ બિભીષણને સ્થાપન કર્યો. ઉત્પન્ન થયેલા ચવડે વાસુદેવ લક્ષ્મણે ભરતા-ક્ષેત્ર પ્રાપ્ત કર્યું અને શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં રામે પુણ્ય ઉપાર્જન કર્યું. મે પણ સંયમ સ્વીકારીને વિધિ પૂર્વક કર્મ સંચયને ખપાવીને સંસારનો નિસ્તાર પામીને અનંતસુખવાળે મોક્ષ પ્રાપ્ત કર્યો. બારહજાર વર્ષના આયુષ્યવાળા, સોળ ધનુષ-પ્રમાણુ કાયાવાળા તે બંનેમાંથી રામ મેક્ષે ગયા અને બીજા લક્ષ્મણ નરકે ગયા. આ પ્રમાણે સંક્ષેપથી આ ચરિત્ર કહ્યું. વિસ્તારથી આ ચરિત્ર જાણવાની ઈચ્છાવાળાએ પૂર્વાચાર્યોએ રચેલા ૫૭મચરિય-પદ્મચરિત્ર વગેરે ચરિત્રમાંથી અવલોકન કરી લેવું.
–શ્રી મહાપુરુષચરિત્ર વિષે રામ-લક્ષમણનાં ચરિત્ર પૂર્ણ થયાં. [૪૪-૪૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org