________________
(૪૩) મહાપદ્મ ચક્રવર્તીનું ચરિત્ર શ્રીમુનિસુવ્રત સ્વામીના સમયમાં મહાપદ્મ ચક્રવતી ઉત્પન્ન થયા. તે વિશધનુષ-પ્રમાણ કાયાવાળા અને ત્રીશ હજાર વર્ષના આયુષ્યવાળા હતા. તેનું ચરિત્ર કહેવાય છે–
જબૂદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં “વારાણસી” નામની નગરી હતી. ત્યાં પદ્મ’ નામના રાજા હતા. તેને “વાલા” નામની મહાદેવી હતી. તેને ચૌદમહાસ્વમથી સૂચિત “મહાપદ્મ ' નામને પુત્ર ઉત્પન્ન થયે. પિતાએ તેને રાજ્યાભિષેક કર્યો. તેનું પાલન કરતાં આયુધશાલામાં ચકરત્ન ઉત્પન્ન થયું. પૂર્વકમથી ભરતખંડ સ્વાધીન કર્યો. પિતાને પ્રભાવ વધારીને ચૌદ રનના અધિપતિ બનીને બત્રીશહજાર રાજાના નાથ. ચોસઠ હજાર રમણીઓ તથા નવ મહાનિધિના સ્વામી થઈને પિતાનું આયુષ્ય પાલન કરીને પિતાના કર્મ પરિણામથી મૃત્યુ પામ્યા.
–આ પ્રમાણે મહાપુરુષ ચરિત વિષે મહાપદ્મ ચક્રવતીનું ચરિત્ર પૂર્ણ થયું. [૪]
(૪૪-૪૫) રામ બલદેવ-લક્ષમણ વાસુદેવનાં ચરિત્ર શ્રી મુનિસુવ્રત અને નમિસ્વામીના અંતરામાં રામલક્ષમણુ ઉત્પન્ન થયા. તેઓનું આ પ્રમાણે કહેવાતું ચરિત્ર તમે સાંભળે
શ્વાન ભસવાથી કૃતાર્થ થાય છે, જ્યારે સિંહ કેઈકને હશે ત્યારે કૃતાર્થ થાય છે. પિતપિતાની શક્તિ અનુસાર કાર્ય થાય, ત્યારે મહાન સાત્વન મેળવે છે. સામાન્ય તુછજન પણ પિતાને માનભંગ સહન કરતું નથી, તે પછી મેટો માણસ તે ક્યાંથી સહી શકે? પિતાની ભાર્યાના પરાભવથી કલંક્તિ થયેલે કર્યો વ્યવસાય ન કરે ?
આ જ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રમાં “અયોધ્યા' નામની નગરી હતી. ત્યાં “ દશરથ’ નામના રાજા રહેતા હતા. તેને કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા નામની ત્રણ રાણીઓ હતી. તેમાં કૌશલ્યાને રામભદ્ર નામના પુત્ર, કૈકેયીને ભારત અને શત્રુક્ત અને સુમિત્રાને લક્ષમણ નામના કુમાર હતા. દશરથ રાજાએ રામને રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કર્યો, ત્યારે કૈકેયીએ કઈ પ્રકારે કઈક બાનાથી રામ-લક્ષ્મણને વનવાસ મોકલ્યા અને ભરતને રાજ્ય પર સ્થાપન કરાવ્યું. રામે રાજ્યાભિષેકની માફક વનગમનની આજ્ઞા પ્રફુલ્લ વદનથી સ્વીકારીને પિતાની આજ્ઞાને સમ્યગ પ્રકારે અમલ કર્યો.
“હે પુત્ર ! લક્ષમી ગ્રહણ કર અને વનમાં જા” આ પ્રમાણે દશરથે કહેલાં વચન સાંભળીને રામનું મુખ સરખા જ મુખરાગથી શોભતું હતું. પિતાની આજ્ઞા અંગીકાર કરીને અનાકુલ મનવાળા હર્ષિત મનવાળા વિનયવાળા રામ લક્ષમણ-સહિત તથા સીતા ભાર્યા સાથે અરણ્યમાં ગયા. હવે જનવર્જિત તે અરણ્યમાં સંતેષયુક્ત સીતા-લક્ષમણ પરિવારને પાલન કરવામાં જ સંતુષ્ટ થઈ વાસ કરતા હતા. હવે લંકામાં ભુવનને ઉપતાપ પમાડનાર રાક્ષસી વિદ્યાઓ વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org