________________
વીરભદ્રનો વિજ્ઞાનાતિશયવાળ વૃત્તાન્ત
૨૧૩ બોલાવીને આજે જ મને વીરભદ્રને આપે. આ વાત સાંભળીને ખુશ થયેલી માતાએ કહ્યું કે, હે પુત્રી ! આ વાતમાં કયે સંદેહ કરવાને હેાય ? તને વરની અભિલાષા થઈ, તેથી તે તારા પિતા અત્યંત આનંદ પામશે. પરંતુ તે વર કેવું છે? તે તું જાણે છે? તેણે કહ્યું, “હે માતાજી! વિજ્ઞાનાદિ ગુણોથી પૂજિત થવાના કારણે સમગ્ર ભુવનને પરિજન સરખે કરનાર છે, તેનાથી જે પરિચિત થાય છે, તે મનુષ્ય જગતમાં ગુણોથી પુજિત થાય છે.
ત્યાર પછી અનંગસુંદરી પુત્રીને સાત્ત્વન આપીને માતા મહારાજની પાસે ગઈ રાજાને પુત્રીને વૃત્તાન્ત કહ્યો. રાજાએ પણ કહ્યું કે મેં પણ એમ સાંભળ્યું છે કે સર્વકળામાં કુશળ, કામદેવના રૂપને તિરસ્કાર કરનાર સ્વરૂપવાન-કેઈકયુવાન જંબુદ્વીપથી આવેલ છે. શંખ શેઠને ત્યાં રહેલો છે. તે શંખ શેઠને બોલાવું-એમ કહીને મહાદેવને વિસર્જન કરી. શંખશેઠને બોલાવ્યા. વીરભદ્ર શીખવ્યું કે, “રાજા બોલાવીને તમને પુત્રી આપવાની વાત કરે, તે પ્રથમ આનાકાની પૂર્વ ના કહીને પછી સ્વીકારવી, પરંતુ સર્વથા નકારવી નહિ.” ઘણું વણિકો સાથે શંખશેઠ રાજભવને ગયા અને છડીદારે રાજાને નિવેદન કર્યું, એટલે શેઠે રાજસભામાં પ્રવેશ કર્યો. કાલેચિત ભેંટણા સાથે રાજાને મળ્યા. પ્રણામ કર્યા, એટલે રાજાએ આસન અપાવરાવ્યું, “કૃપા” એમ કહીને આસન પર બેઠા. રાજાએ કહ્યું, હે શ્રેષ્ઠી ! સાંભળ્યું છે કે તમારા ઘરે જંબદ્રીપથી કઈક યુવાન આવ્યો છે, તે સર્વ કળાઓમાં કુશળ, વિનીત અને સમગ્ર રૂપસંપત્તિને જિતનાર છે.” શેઠે કહ્યું કે “યુવાન છે, લેકે એમ કહે છે કે કળા અને ગુણવાળે છે, તે વાતની અમને બરાબર ખબર નથી.” રાજાએ પૂછ્યું કે, તમારી આજ્ઞામાં છે કે નહિ? શેઠે કહ્યું કે આખું નગર તેના ગુણોથી આકર્ષિત માનસવાળું, તેને આધીન થયું છે. તે એટલે વિનીત છે કે મારા સમગ્ર પરિવારની પણ આજ્ઞામાં રહે છે, તે પછી મારી આજ્ઞામાં તે હોય જ. જે એમ છે, તે હું મારી પુત્રી આપું છું તેને સ્વીકાર કરે.” શેઠે કહ્યું કે, “હે દેવ! મૃગલા સાથે સિંહણને સંગ જોડે સુંદર ન ગણાય, તો હે દેવ! તમે અમારા સ્વામી છે, અમે તે તમારી પ્રજા છીએ. આમ હોવાથી મહારાજા આવી આજ્ઞા કેમ કરે ? મહારાજાએ કહ્યું કે એ વિચાર તમારે કરવાની જરૂર નથી. હું જે તમને આજ્ઞા કરું, તે તમારે વગર– વિચાર્યો અમલ કરવાને. માત્ર તમે યુવાનને પૂછી લો. શેઠે કહ્યું કે-“આપની આજ્ઞા છે, તે હું પૂછીશ” શેઠને રજા આપી. વીરભદ્રને સર્વ વૃત્તાન્ત કહ્યો.
ફરી પણ બોલાવીને રાજાએ અનંગસુંદરીને આપી. શેઠે તેનો સ્વીકાર કર્યો. કરવા લાયક ઉચિત કાર્યો કર્યા મોટા આડંબરથી વિવાહ-મહોત્સવ કર્યો. પરસ્પર એકબીજાને પ્રીતિ ઉત્પન્ન થઈ. એક આંખના પલકારા જેટલે સમય પણ વિગ સહન કરી શક્તા નથી. વીરભદ્ર અન ગ સુંદરીને અત્યંત દૃઢતાવાળી શ્રાવિકા બનાવી. જિનપદિષ્ટ ધર્મ સમજાવ્યું. પિતે તીર્થેશ્વરની પ્રતિમાનું આલેખન કર્યું. સાધુ-સાધ્વીઓને પ્રતિલાવ્યા. ઈચ્છા-મિચ્છાદિક શ્રાવક લોક-ઉચિત વ્યવહાર સમજાવ્યા. તે દરરોજ દેવવંદનાદિક શાવકના ધર્માનુષ્ઠાનનું સેવન કરવા લાગી. - વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવાં ગીત, સજઝાયાદિક ગાવા લાગી. વિવિધ પ્રકારનાં કુલ કે, પ્રકરણાદિકનો અભ્યાસ કરતી હતી. એમ ભોગે ભેગવતાં તેમને સંસાર વહી રહેલે હતો. કેઈક સમયે વીરભદ્ર વિચાર્યું કે, “મારૂં વિરહનું અ૯૫ પણ દુઃખ સહન કરી શક્તી નથી. (પતિ) આરોહણને મેટો ભાર સહન કરે છે. પિતે સુકુમારતા માં વતે છે અને પતિને કઠોરતા અર્પણ કરે છે. (પતે બંનેમાં વતે છે અને પતિને બંને અર્પણ કરે છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org