________________
૨૧૨
ચિપન્ન મહાપુરુષોનાં ચરિત કરી રહેલી છે અને જગતમાં પણ તું શાચ કરવા લાયક થઈ છે. તે હે સુંદરાંગી! તારા દુઃખથી દુઃખી થયેલ મને સ્પષ્ટ હકીકત કહે કે, સમગ્ર સુખમાં નિધાન-સમાન પ્રિયના સમાગમ-સુખનો તે શાથી ત્યાગ કર્યો? જે કેઈ ને સુખે સુખી અને દુઃખે દુઃખી પ્રિય ન હેય, તથા જેને સરખા સદુભાવવાળો નેહ ન હોય, તેને જન્મથી શું લાભ?” એ વગેરે મધુર અક્ષરથી તેને તેવી રીતે તેણે કહ્યું, જેથી લજજા છોડીને પિતાના હૃદયને સદ્દભાવ કહેવા લાગી. અનંગસુંદરીએ કહ્યું-“હે પ્રિયસખી! આ મારે સદૂભાવ મારે કોને કહે? મારી મનની વાત અને મારું સ્વરૂપ કેની આગળ પ્રગટ કરું ? મારા ચિત્તને જાણનાર તે કે પુરુષ નથી, જે મારી વિશેષ હકીક્ત સમજી શકે. તે જે કહ્યું કે, મનુષ્યપણું. રૂપ યૌવન, વિલાસે, પ્રિયના વિરહવાળા સમગ્ર નિરર્થક ચાલ્યા જાય છે, તે તારી વાત સત્ય છે. તેમ જ કસ્તૂરી આદિના વિલેપન, કોયલના મધુર સ્વરના ભાવથી ઉત્તેજિત નિરંકુશ મદન-વિકાર યૌવનમાં વિશેષ પ્રકારે પરેશાન કરે છે. રમણીઓને તે સુખ રમણધીન હોય છે, તેથી રમણુઓને તેના ચિત્તની આરાધનામાં રાત-દિવસ તત્પર રહેવું પડે છે. રૂપ, યૌવન, મહાગુણોથી યુક્ત અને કળામાં કુશળ હોય, તેવા પુરુષમાં હજુ મન તૈયાર થાય, પરંતુ જેવાતેવાની સાથે વિરસ રતિક્રીડા કરનાર મનુષ્યના વિષે મન ચુંટતું નથી. ઈચ્છા પ્રમાણે વિચરવું છેડીને જે કેઈ પ્રકારે આત્માને પરાધીન કરે પડે, તે જે તે નિર્ગુણ મનુષ્યમાં પડતાં ગુણે પણ દોષમાં પલટાઈ જાય. આ કારણથી નિર્ગુણ જનની આ પ્રકારે આરાધના કરવી પડે, તે સારી ન કહેવાય. તે કારણથી મેં પુરુષષીપણું સ્વીકારેલું છે. ત્યાર પછી અવસર મળેલ હોવાથી વીરભદ્રે કહ્યું કે, હે અનંગસુંદરી! આમ કેમ બોલે છે? આ ભરતક્ષેત્ર વિશાળ છે, પુરુષમાં તફાવત હોય છે, તું પોતે ગર્વ વહન ન કર, કારણ કે લોકમાં એ પ્રવાદ છે કે, “આ પૃથ્વી ઘણું રત્નવાળી છે.” જ અનંગસુંદરીએ કહ્યું કે, તારાં દર્શન અને મેળાપ થયા પછી તે માન્યતા મેં દૂર કરી છે. પહેલાં તે મારી કળાના સમૂહવડે મારું ચિત્ત અભિમાનવાળું જુદા પ્રકારનું જ હતું. વીરભદ્રે કહ્યું કે, તે અત્યારે કેઈ અધિક કળાવાળો યુવાન મળી જાય, તો વિષયસંગની તું ઈચ્છા કરે કે કેમ? તેણે કહ્યું કે, “જો તારા સરખો રૂપ-યૌવન-કલાધિક દેખું, તો ઈછું.' ત્યાર પછી તરત જ પિતાના ઘરેથી નીકળી જવું અને અનંગસુંદરીના દર્શનના છેડાવાળે સર્વ વૃત્તાન્ત તેને જણાવ્યા. પિતાને પણ તેની ઉપરને અનુરાગ જણાવ્યું. તે સાંભળીને અનંગસુંદરી મહાવિસ્મય હર્ષથી સવિશેષ પ્રફુલ્લિત નયનવાળી કહેવા લાગી કે, ખરેખર પૂ ઉપાર્જન કરેલ સુકૃતવૃક્ષ આજે ફળીભૂત થયું. પુરુષષીપણાના વ્રતવિશેષનું ફળ મને મળ્યું. તે હવે વધારે શું કહું? આ જીવિત અને શરીર વગેરે સર્વ તમને સ્વાધીન કરું છું. તમને જે ગ્ય લાગે તેમ કરે. વીરભદ્રે કહ્યું, આ બાત બરાબર છે; તુરંત પ્રમાણે લેજના કરવી પડશે; જેથી અન્ય લેકેને કંઈ બોલવાને કે નિંદા કરવાને પ્રસંગ ન આવે. તેણે કહ્યું કે, હવે તમે જ આ વાતમાં જેમ ઠીક લાગે તેમ કરવા અધિકારી છે.
વીરભદ્રે કહ્યું કે, હાલ હું અહી નહિ આવીશ. તારે તે તે તે પ્રકારે મહારાજને કહેતા રહેવું, જેથી મારા પિતા શંખશેઠને તને વિવાહ માટે આપે. એમ શીખવીને વીરભદ્ર ત્યાંથી નીકળી ગયો.
આ બાજુ અનંગસુન્દરીએ માતાને બેલાવી અને કહ્યું કે-હે માતાજી! જે મને જીવિતી જોવાની ઈચ્છા હોય તે પિતાજીને એ પ્રમાણે વિનંતી કરે કે, તમે કોઈ પ્રકાર શંખશેઠને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org