________________
જીવદયા માટે વિશ્વયુધને ઉપદેશ
૨૦૩ પામીશ.” તે સાંભળીને વાયુધે તેને કહ્યું કે-“શરણે આવેલાને સમર્પણ કરવું, તે એગ્ય નથી, તેમજ તારે પણ આમ કરવું એગ્ય નથી.” કારણ કે
પરના પ્રાણનું હરણ કરીને પિતાને જે પ્રાણવાળું બનાવે છે, અથવા બીજા ની હિંસા કરીને પિતાનું પેટ ભરનારાઓ પિતાના એક દિવસના જીવતર માટે બીજા આત્માઓને વિનાશ કરે છે. જેમ તને નકકી તારું જીવિત પ્રિય છે, તેવી જ રીતે સર્વ જીને પિતાનું જીવિત પ્રિય હોય છે, તે તારા જીવની જેમ બીજાના જીવનું પણ તું રક્ષણ કર દુઃખથી ઉદ્વેગ પામેલે તું બીજાઓને હણને તારા દુઃખને પ્રતિકાર કરે છે, પરંતુ તે નિમિત્તે ફરી પણ તું અનેકગણું દુઃખ પામીશ. તને તે માત્ર ક્ષણવારની તૃપ્તિ થવાની છે, જ્યારે બીજો જીવ પિતાનું સમગ્ર જીવિત ગુમાવે છે માટે આ તડફડતા જીવને મારી નાખવે, તે તને યુક્ત નથી.” રાજાએ આ પ્રમાણે તે પક્ષીને મધુર વચનાથી સમજાવ્યા, છતાં તેણે પ્રત્યુત્તર આપ્યા કે, “હું” ભૂખે છું. મારા મનમાં ધર્મ રહેલું નથી. ત્યાર પછી વળી ફરી રાજાએ કહ્યું કે, હે મહાસવ! જે તું ભૂખે જ છે, તે તને બીજું માંસ હું આપું.” સામા પક્ષીએ જવાબ આપે કે, “હું મારા પિતાથી મારેલા જીવન માંસ ખાવાને વ્યસની છું, બીજાએ મારેલા માંસ ખાવાની મને રુચિ થતી નથી.” રાજાએ કહ્યું કે, “આ કબૂતરને તળીને જેટલું તેનું માંસ હોય, તેટલું મારા શરીરમાંથી આપું, તો તારી મેળે કાપીને ભક્ષણ કર.” ત્યારે બાજપક્ષીએ ખુશ થઈ શજાનું વચન સ્વીકાર્યું. તેલ કરવા માટે ત્રાજવા લાવ્યા, એક પલ્લામાં કબૂતર રાખ્યું, બીજા પલ્લામાં રાજા પોતાના શરીરમાંથી કાપી કાપીને માંસ નાખે છે, તેમ તેમ દેવમાયાથી પથી વધારે વધારે વજનદાર થાય છે. ત્યારે તેમ જોઈને રાજા પણ હાહાર કરતા પરિવાર સમક્ષ પિતાના જીવિતથી નિરપેક્ષ બનીને જાતે પલામાં ચડી બેસે છે, દેવમાયાની પરીક્ષામાં સફળ નીવડેલા રાજાને જોઈને દેવ વિસ્મય પામે અને મણિના કુંડલોથી શોભાયમાન શરીરવાળા દેવે પિતાના સ્વરૂપને પ્રગટ કર્યું. રાજાને આશ્વાસન આપીને તથા તેની ભાવનાની પ્રશંસા કરીને હર્ષપૂર્ણ હૃદયવાળે વિસ્મય પામેલા મનવાળા દેવ એકદમ પિતાના સ્થાનકે ગયે.
કેઈક સમયે વાયુધ અને સહસાચુધ પિતા-પુત્ર બંને વૈરાગ્ય પામેલા. તેઓએ સહસ્ત્રાયુધના પુત્ર બલિને રાજ્યાભિષેક કરીને ક્ષેમંકર તીર્થકર ભગવંતના ગણધર પાસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પર્યાય પાલન કરીને, પાદપપગમન વિધિથી દેહ ત્યાગ કરી, કાલ કરીને ઈષાભારના શિખર ઉપરની રૈવેયકમાં એકત્રીશ સાગરોપમની સ્થિતિવાળા બન્ને જણ અહમિન્દ્ર દેવ થયા.
ત્યાર પછી રૈવેયકના અહમિન્દ્રપણના સુખને અનુભવ કરીને ત્યાંથી ચ્યવીને આ જ જંબુદ્વિપ નામના દ્વિીપમાં પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં ઘરથ નામને રાજા હતા, તેને પદ્માવતી અને મને રમા નામની બે મહાદેવી હતી, તેમના ગર્ભમાં ઉત્પન્ન થયા. વાયુધ હતો, તે મેઘરથ થ અને સહસાયુધ હતો તે દૃઢરથે થયે. મોટા થયા, કળાઓ ગ્રહણ કરી. મેઘરથ અને દઢરથને પૂર્વભવના અભ્યાસથી જિને પદિષ્ટ ધર્મ પરિણમ્યો. જીવાજીવાદિક પદાર્થોના સ્વરૂપ સમજેલા ઉત્તમ કેટીના શ્રાવકે થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org