________________
૧૮૪
ચિપન્ન મહાપુરુષનાં ચરિત પુત્ર ઉત્પન્ન થયા. ફરી સાત સ્વ-સૂચિત અર્થસૂચક નામવાળે “પુરુષસિંહ' પુત્ર ઉત્પન્ન થ. બંને કેમે કરી યૌવન પામ્યા, એટલે કળાઓ ગ્રહણ કરાવી, તેમ જ લગ્ન કર્યા.
કઈક સમયે નજીકના સીમાડા પર રાજ્ય કરતા અને અભિમાન કરતા કોઈક રાજાને દર્પ દૂર કરવા માટે પિતાએ સુદર્શનને મેક. પુરુષસિંહ પણ પિતાના ભાઈ સાથે કેટલાક મુકામ કરીને ત્યાં શિકારના વિનેદપૂર્વક કેટલાક અશ્વ અને સૈન્યના પરિવાર સાથે જ્યાં રહેલો હતો, તેટલામાં પિતા પાસેથી લેખ આવ્યો કે-“આ લેખ વાંચતાં જ પાછા ફરવું. પછી લેખ વાંચીને લેખવાહકને પૂછ્યું કે- “શું પિતાજી કેઈ કારણથી દુઃખી છે?” તેણે કહ્યું કેપિતાજીને દાહર થયા છે. તરત જ પ્રયાણું ચાલુ કર્યું. બીજે દિવસે તે પહોંચી ગયા. ભેજન–પાણી શરીર–સંસ્કાર કર્યા વગર નગરમાં પ્રવેશ કર્યો. આ સમયે મહારાજાના શેકમાં ડૂબેલા લેક–સમૂહને દેખી સુતેલાની જેમ પિતપતાના વ્યાપા-કાને ત્યાગ કરીને વ્યાધિગ્રસ્ત માફક મૂચ્છ પામેલા હોય, દેવગૃહોમાં ધૂપ કરવાનો પણ જ્યાં પ્રતિબંધ કરેલે હતો, તેમ જ મહેસે પણ અટકાવ્યા હતા-એવું સમગ્ર નગર જોયું. જતાં જતાં માર્ગમાં આ ગાથા સાંભળી-“દરેક જન્મમાં સ્નેહ-પરિપૂર્ણ માતા-પિતા, પુત્ર, ભાર્યા, સ્વજને પ્રાપ્ત થાય છે, તેમાં વળી આટલે મમત્વ ભાવ શા માટે કરે ?” આ સાંભળીને રાજપુત્રને અનિષ્ટ શંકા ઉત્પન્ન થઈ. ક્રમે કરી ચાલતા ચાલતે જ્યાં દરેકને જવું-આવવું બંધ કરાવેલ હતું અને પરિવાર પણ ધીમે ધીમે અવાજ રહિત મૌનપણે કાર્ય કરી રહેલા હતા, તેવા ભવન– દ્વારે પહોંચે. પ્રતિહારે ચરણમાં કરેલ પ્રણામવાળે કુમાર અશ્વ ઉપરથી નીચે ઉતરીને ભવનની અંદર ગયે. તે સમયે રાજમહેલમાં વિવિધ પ્રકારની ગંધથી સમૃદ્ધ ઔષધિઓ મેળવતા હતા. કેટલાક બ્રાહ્મણ-પુરોહિતે શાંતિકર્મ માટે હવન-જાપાદિ કિયા કરતા હતા, કેટલાક મનુષ્ય ઔષધિઓને બારીક લટીને પિતાના શરીરે ચળતા હતા, દાનાદિ પુણ્યકાર્ય કરવામાં અંતઃપુર આકુળ-વ્યાકુળ બનેલું હતું. હવે કે ઉપાય કરે? એ વિચારમાં મંત્રિ–મંડલ મૂઢ બન્યું હતું. કંચુકીવર્ગ હથેલીમાં મસ્તક રાખી ચિંતામગ્ન બન્યું હતું, રાજભવનની આવી ઉગમય
તિ નિહાળતા નિહાળતા તે પિતાજી હતા ત્યાં પહોંચ્યા. મોટા સંતાપવાળા મહાજ્વરથી શેકાતા શરીરવાળા મહારાજાને જોયા, તેમના ચરણમાં નમી પડ્યો. વેદનામાં પરવશ બનેલા હોવા છતાં પિતાએ નીચે બેસાડીને તેને આલિંગન કર્યું. પછી પૂછયું કે “અહીં તરત પાછા આવતાં ઘણી હેરાનગતિથી પરેશાન થયે હશે.” નજીક રહેલા એક પુરુષે કહ્યું કે- “હે મહારાજ ! કુમારને જળ પીધાં ત્રણ દિવસ વીતી ગયા છે. તે સાંભળીને પિતાજીએ કહ્યું કે- “હે પુત્ર ! દુઃખી મને અધિક દુઃખ ઉત્પન્ન કરવું છે? હે પુત્ર ! હું જાણું છું કે તું પિતા પ્રત્યે વાસલ્યવાળે –વિનયવાળે છે, તે પણ તારા સરખાની પીડા સમગ્ર ભૂમંડળને દુઃખ ઉપજાવે છે. હે પુત્ર! મારું રાજ્ય, કેષ અને જીવિત તારા આધીન છે. જેમ મને છે, તેમ સમગ્ર પૃથ્વી લેકને છે. ભુવનના અલંકારભૂત સમગ્ર જીવલેકનું રક્ષણ કરવામાં સમર્થ તારા સરખા પ્રતાપી અલપ પુણ્યવાળાના વંશમાં ઉત્પન્ન થતા નથી. જન્મ પ્રાપ્ત કરનારને માતા-પિતાઓ નિમિત્ત માત્ર હોય છે. તારા જન્મથી તે હું કૃતાર્થે–ભાગ્યશાળી થયે છું. મારા જીવિતનું પણ કંઈક અલ્પ પ્રજન છે. માટે તું જા અને આહારાદિક શરીરવિષયક ક્રિયાઓ કર. તું નિરુપદ્રવ થાય, તે હું અસલ પ્રકૃતિ–શરીર–સ્વસ્થતા મેળવું. ફરી પણ રાજાએ આહારાદિક કરવાનું કહ્યું, એટલે પુરુષસિંહ પિતાના આવાસમાં ગયે. પ્રાણવૃત્તિ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org