________________
(૨૫) શ્રીધર્મનાથ તીર્થકરનું ચરિત્ર શ્રી અનંતનાથ તીર્થકર ભગવંત નિર્વાણ પામ્યા પછી, ચાર સાગરોપમને કાળ પસાર થયા પછી, વિશલાખ વર્ષના આયુષ્યવાળા, પધનુષની ઊંચી કાયાવાળા ધર્મ નામના તીર્થકર ઉત્પન્ન થયા. કેવી રીતે? તે કહેવાય છે–આ જગતમાં સંસારથી ઉદ્ધાર કરવા સમર્થ જે મહાપુરુષે જન્મ ધારણ કરે છે, તેઓ વડે તરત જ આ ભુવને પાપને ત્યાગ કરીને સુખી થાય છે.
જંબુદ્વિપ નામના આ દ્વીપમાં ભરતક્ષેત્રમાં “રત્નનાભિ” નામનું નગર હતું. ત્યાં પિતાના પરાક્રમથી ભુવનતલને સ્વાધીન કરનાર, સમગ્ર શત્રુ–પક્ષનું નિકંદન કાઢનાર, સૂર્ય સરખા પ્રતાપવાળે “ભાનું નામ રાજા રહેતે હતે. સુંદર વ્રતે ગ્રહણ કરનાર “સુત્રતા” નામની તેને ભાર્યા હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં તે રાજાને ઘણો કાળ પસાર થયે. કેઈક સમયે વૈશાખ શુકલપંચમીના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચૌદ મહાસ્વન-સૂચિત વૈજ્યન્ત નામના અનુત્તર વિમાનથી એવીને તીર્થંકરનામત્રવાળા સુવ્રતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. ગર્ભ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગે. માઘ શુકલ તૃતીયાના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે, ત્યારે માતાએ પુત્રને જન્મ આપ્યો. ભગવંત ગર્ભમાં હતા, ત્યારે “માતાને અત્યંત ધર્મ કરવાને દોહિલે થયે હતો” એ કારણે ત્રિભુવનગુરુનું ધર્મ એવું નામ સ્થાપન કર્યું. આગળ કહી ગયા, તે પ્રમાણે ઈન્દ્ર મહારાજાએ પ્રભુનો જન્માભિષેક કર્યો. વ્યવહારનાં દરેક કાર્યો થઈ ગયા પછી લેકાંતિક દેવેએ આવી “ભગવંત! તીર્થ પ્રવર્તા–એમ પ્રેરાયેલા ભગવંતે દીક્ષા અંગીકાર કરી. માઘમાસની ચતુર્થીના દિવસે પુષ્ય નક્ષત્રમાં શ્રમણપણું અંગીકાર કર્યું. છદ્મસ્થ-પર્યાય પાલન કરીને ફાલ્ગન શુકલ દશમીના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચન્દ્રને વેગ થયે છતે ભગવંતને કેવલજ્ઞાન પ્રગટ થયું. દેવતાઓએ સમવસરણની રચના કરી. ધર્મદેશના શરુ કરી. તે સાંભળીને પ્રાણીઓ પ્રતિબંધ પામ્યા. કેટલાકએ વિષયસુખને ત્યાગ કર્યો, સદ્ગતિના માર્ગે જોડાયા, મેહજાળને કાપી નાખી, મહાપુરુષોએ સેવેલી દીક્ષા કેઈકે અંગીકાર કરી, કેટલાકેએ વળી અણુવ્રત-સ્વરૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો. આ પ્રમાણે ભવ્યરૂપ કમલખંડને વિકસ્વર કરીને બે પ્રકારના ધર્મની પ્રરૂપણું કરીને જ્યેષ્ઠ શુકલપંચમીના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રનો યેગા થયે છતે શ્રીધર્મનાથ તીર્થંકર ભગવંત “સમેતગિરિના શિખર ઉપર સર્વદુઃખરહિત મેક્ષ પામ્યા.
શ્રીમહાપુરુષચરિત વિષે શ્રીધર્મનાથ તીર્થકરનું ચરિત્ર સમાપ્ત થયું. [૨૫]
(ર૬-ર૭) પુષસિંહ વાસુદેવ અને સુદર્શન બલદેવનાં ચરિત્ર શ્રીધર્મતીર્થકરના કાળમાં પુરુષસિંહ નામના પીસ્તાલીશ ધનુષની કાયા અને વિશ લાખ વર્ષના આયુષ્યવાળા વાસુદેવ ઉત્પન્ન થયા, તેનું ચરિત્ર કહીએ છીએ
જંબુદ્વીપ નામના આ જ દ્વિીપમાં ભરતક્ષેત્રમાં “કૌશામ્બી” નામની નગરી હતી. ત્યાં યથાર્થનામવાળા “શિવ' નામના રાજા રહેતા હતા. તેમને “સુયશા” નામની મહાપટ્ટરાણી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં યથાર્થ નામ પ્રમાણે ગુણવાળ “સુદર્શન” નામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org