________________
અનંતજસ્ તીથ કરનું ચરિત્ર
૧૭૯
વિચરતાં ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ ને વૈશાખ કૃષ્ણ ચતુર્દશીના દિવસે કૈવલજ્ઞાન પામ્યા. દેવતાઓએ સમવસરણ બનાવ્યું. ગણધરાને દીક્ષા આપી, ધર્મકથા કહેવાની શરૂ કરી. સંસાર અને મેક્ષમા પ્રરૂપ્યા. કર્મનાં ભયંકર ફળા પ્રગટ કર્યાં. વિષયાનું વરસપણું કથન કર્યું.... સંસારની અસારતા બતાવી. અધમ પાપ-પરિણતિની નિંદા કરી. નિર ́તર દુઃખમય વરસ નરકની વેદનાએ. સમજાવી. તિય ચગતિનાં વિવિધ દુઃખાનું નિરૂપણ કર્યું.... મનુષ્યગતિનાં શારીરિક, માનસિક દુઃખાનુ વર્ણન કર્યું. દેવગતિમાં પણ ઈર્ષ્યા-વિષાદના નાટકની હેરાનગતિ તથા સુખને અભાવ વિચામાં. દુઃખ વગરના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગના ઉપદેશ આપ્યા.
આ પ્રમાણે પ્રાણીએ પ્રતિધ પામ્યા, મિથ્યાત્વ-વિષના કેટલાકએ ત્યાગ કર્યાં, કષાયે છોડ્યા, પ્રમાદસ્થાનકાના પરિહાર કર્યા, મેહવુ જોર દબાવ્યું, વિષય-સમાંને ચાંપ્યા, અવિરતિના પરિણામનું લઘન કર્યું. નાકષાયાને વશ કર્યાં, સંસારના નાટકને જાણ્યુ, જગતનાય થાસ્થિત ભાવેા સમજાયા, એમ કરતાં કેટલાકેાએ સત્પુરુષના વર્તનને અંગીકાર કર્યું. મેક્ષ સુધી પહાંચાડનાર કુશલ અનુષ્ઠાનામાં પ્રવૃત્તિ કરી. મેહજાળને કાપી નાખી, કર્મની ગાંઠને ભેદી નાખી, કર્માંના સંચયના ચૂરા કર્યાં, અજ્ઞાન-અંધકારને દૂર કર્યાં. માયાની ફૂટજાલને ખંખેરી નાખી, ઈન્દ્રિયાના વેગને રાકયા, સાંસારિક સ` પદાર્થોની અનિત્યતા જાણી-જેમ કે, જીવિત અસ્થિર છે, યૌવન ચપળ છે, પ્રેમની ગતિ કુટિલ છે, લક્ષ્મી ચંચળ છે, સુખ સ્વમ સરખું' છે, ગૃહવાસ બંધન છે, વિષયા ઝેર જેવા છે, સમાગમા વિયેાગના છેડાવાળા છે, આસવા દુર્ગતિના હેતુભૂત છે, ઈન્દ્રિયા અનથ કરાવનારી છે, કામદેવ જિતવા આકરા છે, મેહનિદ્રા ભયંકર છે, ક્ષુધા-તૃષાના અંત આવતા નથી, યુવતીઓના સમાગમ અનેક અન ઉત્પન્ન કરાવનાર છે, ધન અનથ સ્વરૂપ છે, કર્મ-પરિણતિના મમ્ સમજી શકાતા નથી, એટલું જ નહિં, પણ આ વિષયમાં પ્રાણીઓ મૂંઝાયા કરે છે, ભાવિ આપાત્તને ગણતા નથી, કલક, દુર્ગતિગમન, કુલ, શીલ, સત્પુરુષને સમાગમ, ધર્મ, મર્યાદા, મહાપુરુષોનાં ચરિત્રો, ધનનાશ, પરાભવ, પરાક્રમ, કાર્યાકા ના વિવેક, ભક્ષ્યાભક્ષ્ય, પરિહાર કરવા ચેાગ્ય, ગ્રહણ કરવા ચેાગ્ય, કુલક્રમાગત આચાર, વિનય આદિની ગણના કરતા નથી. સથા કમ પરિણતિથી મૂઞયેલા જીવે તેવાં તેવાં પાપ-કાર્યાં કરે છે, જેથી અનાદિના સંસાર-અરણ્યમાં પરિભ્રમણ કરવું પડે છે. ઘણા ભવેામાં દુર્લભ, સંસાર-સાગરને પાર પમાડવા સમ મનુષ્યભવ મેળવીને જિનેશ્વરાએ ઉપદેશેલ ઉત્તમધમ નું સેવન કરતા નથી.”
—આ પ્રમાણે તી કર ભગવંતના વચનથી સંસાર–સ્વભાવ જાણીને માહના કિલ્લામાં છિદ્ર પાડીને કેટલાક જીવાએ મેાક્ષ-વૃક્ષના અમેઘ બીજ–સમાન સમ્યક્ત્વ, કેટલાકે એ દેશવિરતિરૂપ શ્રાવકધમ અને મીજાઓએ સાધુપણુ અંગીકાર કર્યું. ત્યાર પછી ભગવત ભરતક્ષેત્રમાં વિચરીને પરહિતરૂપ મેક્ષમાર્ગ બતાવીને, પેાતાનું આયુષ્ય જાણીને ‘સમ્મેત' પર્વતના શિખર ઉપર જઈને ચૈત્ર શુકલ પંચમીના દિવસે રેવતીનક્ષત્રમાં ભવ સુધી રહેનારાં ચારે કર્યાં ખપાવીને સિદ્ધિગતિ પામ્યા.
શ્રીમહાપુરુષચરિત વિષે અનતિજત્’ તીર્થંકરનું ચરિત્ર પૂર્ણ થયુ.ં [૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org