________________
વિશ્વભૂતિ અને વિશાખન’દી
૧૩૭
6
?
આ ખાજુ રાજપુત્ર વિશાખનંદી ઉદ્યાનની બહાર તેમાં પ્રવેશ કરવાની અભિલાષાવાળ ફર્યા કરે છે. તેઓના કુલાચાર એવા છે કે, જ્યારે અંદર એક ક્રીડા કરતા હાય, ત્યારે ખીજાએ પ્રવેશ ન કરવા.' તેની માતાની દાસીએ પુષ્પા લેવા માટે પ્રવેશ કરતી હતી, ત્યારે વિશ્વભૂતિને વિલાસ કરતા દેખીને રાજાની અગ્રમહિષીને કહ્યું કે,— આ પૃથ્વીમાં એકલે યુવરાજ-પુત્ર જ જીવે છે, જેના આવા વિલાસ છે. રાજપુત્ર વિશાખનંદી સામાન્ય પ્રજાજન માક ક્રીડાના મનારથ કરતા પુષ્પકર ડકની આજુબાજુ વિષાદ અનુભવતા રહેલા છે.’ આ સાંભળી રાજમહિષીએ ધથી રાજાને તેવા પ્રકારની વાત કરી, જેથી રાણીની હઠ સ્વીકારીને કહ્યું‘હે સુંદરી! તું ખેદ ન કર, આ મારા જીવ અને રાજ્ય સર્વ તને આધીન છે. હે દેવી! આજ્ઞાયાગ્ય આ દાસ ઉપર રોષ કરવા ચેગ્ય નથી. રાષ કરીને આ સેવકયેાગ્ય જનને તુ સમાન પદવાળો કેમ કરે છે ? હે સ્વામિની ! હું તે પ્રમાણે કરીશ, જેથી તારા પુત્ર સુખ અનુભવે.’ આ પ્રમાણે મહાદેવીને સાંત્વન આપીને રાજાએ મંત્રીની સાથે મંત્રણા કરીને પ્રયાણુ–ભેરી વગડાવી, એટલે મહામ ત્રીએ આકુલ-વ્યાકુલ બન્યા. વિચાર્યુંં કે, ‘આ છે શું ?' તે સાંભળી વિશ્વભૂતિએ રાજાને વિનંતિ કરી કે, ‘હે દેવ ! પ્રયાણ કરવાનું શું પ્રયેાજન છે ?' રાજાએ કહ્યું હે પુત્ર! નજીકના સીમાડાના પુરુષસિંહ નામના રાજાએ કંઈક છિદ્રખાતું કાઢીને આપણા દેશ ઉપર હલ્લા કર્યાં છે. આપણા મંડલ ઉપર આક્રમણ કર્યું” છે. આપણા મોટો પરાભવ કર્યાં છે, તેથી કલ ંકિતપણે જીવવું ચેગ્ય નથી-એમ વિચારી તેને મારવા માટે મેં પ્રયાણુની ભેરી વગડાવી છે.’ તે સાંભળી કુમારે કહ્યુ, જો એમ જ છે, તેા આપ જવાનું બંધ કરે, મારા પર કૃપા કરી તે આજ્ઞા મને આપે।. આપની કૃપાથી તેના ખળનેા ગં હું દૂર કરીશ, તેને પણ અનીતિનું ફળ ખતાવીશ.' એમ કહ્યું, એટલે રાજાએ કુમારને આજ્ઞા આપી.
(
"
કુમારે પણ ‘મહાકૃપા ’ એમ કહીને મોટા સૈન્ય-પરિવાર સાથે પ્રયાણ કર્યું. દેશાંતરમાં પહોંચ્યા. જ્યારે ત્યાં તે સર્વ સ્વસ્થતા નિર્ભયતા હતી. પુરુષસિંહ રાજાને દૂત મેકલ્યા કે, કુમાર વિશ્વભૂતિ દેશ જોવા માટે આવેલા છે, માટે યથાયેાગ્ય કર.' દૂત તેમની પાસે ગયા અને સર્વ હકીકત જણાવી. રાજાએ પણ કુમારનું આગમન જાણીને વિશ્વાસુ આગેવાનને મેાકલ્યા અને તેમની સાથે કહેવરાવ્યું કે, કુમારને વિન ંતિ કરે કે આટલા દૂર સુધી પધાર્યા છે, તેા અહીં પધારીને અમારા નગરને અલંકૃત કરો. આપનાં દર્શન આપવાની કૃપા કરે.' એમ વિનંતિ કરી, એટલે નગરમાં આવ્યો. યથોચિત સર્વ સત્કાર કર્યાં, વૈભવથી પૂજા કરી. પહેલાં અપાતુ હતું, તેથી અધિક ભેટછુ આપ્યું. કુમાર વિશ્વભૂતિ ઈષ્ટકા નીપટાવીને પેાતાના નગર તરફ પાછે ચાલ્યા.
આ બાજુ પેાતાના પુત્ર વિશાખન ંદીને રાજાએ વિશ્વભુતિના પ્રયાણ થયા પછી ખેાલાવીને કહ્યુ’ કે, પુષ્પકર’ડક ઉદ્યાનમાં પ્રવેશ કર અને તારી ઈચ્છા પ્રમાણે ત્યાં રહે. વિશાખનદી પણ પેાતાના અ ંતઃપુર સાથે વિચિત્ર ક્રીડા કરતો વિનાદ કરી રહેલ હતા. આ બાજુ વિશ્વભૂતિ નિરંતર–રાકાયા વગર પ્રયાણ કરતા નગરમાં આવી ગયા. અને પુષ્પકર ડકમાં પ્રવેશ કરવા જાય છે, ત્યારે પ્રતિહારે રોકયા કે, હે દેવ ! વિશાખનંદીકુમાર અ ંતઃપુર સાથે અંદર રહેલા છે, તે
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org