________________
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત લોકોને માર્ગની દેશના આપતા, કઈ પ્રતિબોધ પામે તો તેને શિષ્યપણે સાધુઓને સમર્પણ કરતા હતા. “માંદગીમાં સેવા કરનાર એકાદને દીક્ષા આપું” એમ વિચારતાં “કપિલ” નામને રાજપુત્ર તેની પાસે આવ્યો. તેને સાધુધર્મ સમજાવ્યું. તેણે કહ્યું, “જે સાધુધર્મ સારે છે, તે પછી તમે આવું લિંગ કેમ રાખ્યું છે? ત્યારે મરીચિએ કહ્યું “હે કપિલ ! અહીં પણ ધર્મ છે” સાધુ-દર્શનમાં પણ ધર્મ છે. આ દુર્વચન-બેટી પ્રરૂપણાથી દુઃખફલવાળું કર્મ બાંધ્યું. અનશન-વિધિ કરીને બાંધેલા પાપકર્મની આલેચના કર્યા વગર મરીને તે બ્રહ્મદેવલોકમાં દશ સાગરેપમની સ્થિતિવાળે દેવ થયે.
ગ્રંથના અર્થના પરમાર્થને નહિ જાણતે કપિલ માત્ર તેની ક્રિયાના અનુષ્ઠાનમાં તત્પર બનેલે વિચરતે હતે. કેઈક સમયે આસુરી નામના શિષ્યને દીક્ષા આપી. કપિલે તેને માત્ર આચાર સમજાવ્યા અને કરાવ્યા. તેણે બીજા પણ ઘણા શિષ્યને તે પ્રમાણે દીક્ષા આપીને આચાર પળાવ્યા. પિતાના દર્શનમાં ચિત્તવાળે તે મરીને બ્રહ્મદેવલેકે ગયે ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનને ઉપગ મૂક્યો. પૂર્વજન્મને વૃત્તાન્ત જાણે. વિચાર્યું કે, “મારો શિષ્ય વિશિષ્ટ વિજ્ઞાન વગરને છે, માટે તેને તત્વને ઉપદેશ આપી તૈયાર કરું” એમ સમજી મર્યલેકમાં નીચે આવ્યે આકાશમાં રહેલા પાંચ મંડલક ઉપર બેઠેલો તે તત્ત્વને ઉપદેશ કરવા લાગ્યું. તે આ પ્રમાણે- ત્રણ ગુણના પરિણામ પ્રભાવવાળા અવ્યક્તથી વ્યક્ત પ્રગટ થાય છે. ત્યાર પછી તેના ઉપદેશથી “ષષ્ટિતંત્ર ઉત્પન્ન થયું.
મરિચિ પણ દેવકથી આવીને કેલ્લાગ સન્નિવેશમાં “કૌશિક' નામના બ્રાહ્મણપણે ઉત્પન્ન થયે. ત્યાં ૮૦ લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને છેવટે પરિવ્રાજકષમાં વિચારીને કાળે કરી મૃત્યુ પામ્યા અને સૌધર્મક૯૫માં અજઘન્ય ઉત્કૃષ્ટ-સ્થિતિવાળે દેવ થયા. ત્યાંથી ચવીને “અગ્નિત” નામને બ્રાહ્મણ થયો. ત્યાં ૬૪ લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને છેલ્લે પરિવ્રાજક થઈને મૃત્યુ પામે. મરીને ઈશાનકલ્પમાં અજઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવીને મંદિર નગરમાં “અગ્નિભૂતિ” નામને બ્રાહ્મણ થયે. ત્યાં છપ્પન્ન લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને અંતે પરિવ્રાજકપણે મરીને સનકુમ્ભાર દેવલેકમાં મધ્યમસ્થિતિવાળો દેવ થયે. ફરી ત્યાંથી ચવીને વેતવિકા નગરીમાં “ભારદ્વાજ નામને બ્રાહ્મણ થયે. ત્યાં ૪૨ લાખ પૂર્વનું આયુષ્ય પાલન કરીને છેવટે પરિવ્રાજકપણું પાળીને પંચત્વ પામે. મરીને મહેન્દ્ર ક૫માં મધ્યમસ્થિતિના દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવીને ફરી સંસારમાં રખડીને રાજગૃહ નગરમાં “સ્થાવર” નામને બ્રાહ્મણ થયે ત્યાં ૩૪ લાખ પૂર્વ આયુષ્ય પાલન કરીને છેવટે પરિવ્રાજકપણે મરીને બ્રહ્મલેકમાં મધ્યમસ્થિતિવાળે દેવ થયા. ત્યાંથી ચવીને ચારગતિરૂપ સંસાર–અટવીમાં રખડ્યો. મરીને ગત ભવમાં તેવા પ્રકારનું કંઈક કર્મ કરીને રાજગૃહ નગરમાં “વિશ્વનંદી” નામના રાજા હતા. તેને વિશાખનંદી નામને ભાઈ યુવરાજ હતું. તે યુવરાજની ધારિણી નામની ભાર્યાને વિશ્વભૂતિ” નામને પુત્ર થયે. દેવકુમારની ઉપમાવાળા શરીરને ધારણ કરે તે યુવાન થયે અને દેગુંદક દેવની જેમ વિવિધ ક્રીડા-વિનેદ કરવામાં ગયેલે કાળ પણ જાણતા નથી. તે નગરમાં ઘણું પ્રકારનાં પુષ્પથી સમૃદ્ધ “પુષ્પકરંડક” નામનું ઉદ્યાન હતું. તેમાં તે યુવરાજપુત્ર વિશ્વભૂતિ અંતઃપુરની સાથે વિવિધ ફ્રીડા કરતે, આનંદ કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org