________________
ચંદ્રપ્રભસ્વામીનું ચરિત્ર શકાય, એ સાંભળી ગણધર ભગવંતે કહ્યું – “એમ જ છે, તેમાં ફેરફાર નથી.” પછી ભગવંત ધર્મદેશના કરીને પ્રાણીઓને પ્રતિબંધ કરીને, ભરતક્ષેત્રમાં વિચરીને, વીશલાખ પૂર્વ આયુષ્ય પાલન કરીને ફાગણ કૃષ્ણ સપ્તમીના દિવસે મૂલનક્ષત્રમાં સમેતશિખર ઉપર સિદ્ધિપદને પામ્યા. શ્રીમહાપુરુષ ચરિત્રના વિષે સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનું ચરિત્ર સમાપ્ત કર્યું. [].
(૧૦) શ્રીચંદ્રપ્રભ સ્વામીનું ચરિત્ર શ્રીસુપાર્શ્વનાથ તીર્થકર થયા પછી નવસો કોડ સાગરોપમ ગયા પછી ચંદ્રની પ્રભાસરખા દેહની શોભાવાળા, અઢીસે ધનુષની કાયાવાળા, દશલાખ પૂર્વના આયુષ્યવાળા ૮ ચંદ્રપ્રભ ' થયા.
કાદવમાંથી જેમ કમલ ઉત્પન થાય છે, તેમ ભવરૂપી કાદવમાંથી પરહિત કરવાના વ્યવસાયવાળા, નિર્મલકાંતિવાળા કેઈક મહાપુરુષ પ્રગટે છે. જંબૂદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં કળાયુક્ત ચંદ્રમંડળ જેવી “ચંદ્રપુરી” નામની નગરી હતી. ત્યાં શત્રુપક્ષની મહાસેનાઓને નાશ કરનાર “મહાસેન” નામને રાજા વસતે હતે. તે રાજાને સંપૂર્ણ લક્ષણવાળી “ લહમણા” નામની મહાદેવી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર કર્યો. વસંત–વર્ણન
કેઈક સમયે વસંતત્રતુનું આગમન થયું. બાગ-બગીચાઓમાં વૃક્ષરાજી ખીલી હતી. કેયલના ટહુકાર ઉછળી રહેલા હતા. કામદેવને વેગ વૃદ્ધિ પામી રહેલે હતે. નગરની મંડલીઓ નગરમાં ટોળે મળીને રાસલીલાઓ પ્રવર્તાવતી હતી, ત્યારે તરુણવર્ગ મર્યાદા ઉલ્લંઘન કરવા તૈયાર થયે છતે આંબાની મંજરીની રજ મુસાફરોના દૃષ્ટિમાર્ગને રેકી રહેલી હતી–એવો વસંત-સમય વર્તતે હતા ત્યારે- વળી વસંત કે ?
વસંત માસમાં વનરાજીઓ ખીલી હતી, તિલકવૃક્ષ શેભતું હતું, આંબાની મંજરી અહંકારથી આંબાને ઢાંકી દેતી હોય, તેમ કુટતી હતી. કામદેવના કેતુ સમાન સહકારવૃક્ષના નવીન કુંપળના અગ્રભાગમાં ભ્રમરો ગુંજારવ કરતા હતા. પરદેશ ગયેલા પતિની પત્નીના વધ માટે હોય, તેમ કલિકાઓ પ્રગટી હતી. મુસાફરની પત્નીઓને જેને દેખી બળવાનું થાય, તેવા આંબાના નવીન પ૯ અગ્નિવર્ણવાળા થયા. હૃદય બળી જવાના ભયથી નયન–અશ્રવડે કરીને તેને સિંચ્યું. સહકાર–વનમાં કોયલડી પોતાના પતિને ન દેખવાથી બિચારી મરણ પામવાના વ્યવસાયથી જેમ ચિતામાં તેમ લાલ અશોકમાં જાય છે. “જેણે અધિક સુરત-સુખ અનુભવ્યું હોય અને તેનું જે કોઈ અભિમાન કરતું હોય, તેને કામદેવ-નરેન્દ્ર મારી નાખશે? એમ કેયલ ડિડિમ વગાડીને કહે છે. ખીલેલા સહકાર અને કિંશુકને દેખી ચંદ્ર અતિકૃશ થયા. વસંતમાસમાં પથિકવર્ગ અશકને દેખી શેકવાળે થાય છે, પુષ્પનાં બાણ ધારણ કરનાર રતિનાથ તરુણીને સહન કરે અતિ મુશ્કેલ છે. કારાગુ કે, તેનાં બાણ ઘણું છે – એ વાત સત્ય છે. આવા પ્રકારના વસંતમાસ– સમયે જીવલેક આનંદમાં વર્તતે હતા ત્યારે, શયનમાં સુખમાં સુતેલી લમણું રાણીએ સ્વ દેખ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org