________________
૧૨૪
ચપન્ન મહાપુરુષોનાં ચરિત રૂપથી અધિક રૂપવાળી, આચારનું કુલગૃહ, વિનયનું સ્થાન, સકલ લેકને આનંદ આપનાર, ક્ષમામાં જેમ પૃથ્વી તેમ “પૃથ્વી' નામની મહાદેવી હતી. તે રાણીના કપલભાગમાંથી બહાર નીકળતો સ્ના-પ્રવાહ જ મુખ સ્વચ્છ કરતે હતે. કાન સુધી લાંબું નેત્રયુગલ જ નીલકમલની શેભા આપતું હતું. વિલાસ–પૂર્વક હાસ્ય કરવું તે જ ચંદનરાગ હતે.નિશ્વાસમાંથી નીકળતે વાયુ જ સુંગધી પટવાસ હતું, હોઠમાંથી ઉછળતા કાંતિસમૂહ એ જ વિલેપનની શોભા હતી. કમળ મનહર બલવું એ જ વીણું-વિનેદ હતા. બાહલતાઓ એ જ ક્રિડા કરવા માટે કમલના દાંડાઓ હતા. હાથ એ જ વિલાસ કરવા માટેનાં કમલે હતાં. સ્તનકલશે જ નિર્મલ દર્પણ હતા. પિતાના દેહની કાંતિ જ આભૂષણ હતી. કેમલ અંગુલિને રાગ એ જ અલતાને રસ હતો. આ પ્રમાણે અવયવોથી ભૂષિત ચાલતી સ્થલ-કમલિની ભવનને શોભાવતી હતી. આ પ્રમાણે તેની સાથે વિષયસુખ અનુભવતા સુપ્રતિષ્ઠિત રાજાને કેટલેક કાલ પસાર થયે.
કેઈક સમયે મહારાણી રાત્રિના છેલ્લા પહોરમાં સુખપૂર્વક સુતેલી હતી, ત્યારે ચૌદ મહાસ્વો દેખીને જાગી થકી પતિને કહે છે. પતિએ પણ પુત્રજન્મના અભ્યદયથી તેને અભિનંદન આપ્યું. ત્યાર પછી ગ્રેવેયક દેવકથી ચવીને તે જ રાત્રે ભાદરવા શુદિ પંચમીના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે, પૃથ્વીરાણીની કુક્ષિમાં ગર્ભ પણે ઉત્પન્ન થયો. અનુક્રમે વૃદ્ધિ પામે. જયેષ્ઠ મહિનાની શુકલ દ્વાદશીના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને ભેગ થયે છતે રાણીએ સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યો. “ભગવાન ગર્ભમાં હતા, ત્યારે માતા સુપા–સારા પડખાવાળાં થયાં.” તેથી ભગવંતનું “સુપાર્શ્વ એવું નામ પાડ્યું. પહેલાં જણુવેલ ક્રમે સૌધર્મ સ્વામીએ ભગવંતને જન્માભિષેક કર્યો. અનુક્રમે વૃદ્ધિ પામ્યા. પાણિગ્રહણ કર્યું.
પાંચ લાખ પૂર્વ કુમારપણું પાલન કરીને, ચૌદ લાખ પૂર્વ અને વીશ પૂર્વગ રાજ્યનું પાલન કરીને, લેકાંતિક દેથી પ્રતિબોધ પામેલા પ્રભુ યેષ્ઠ શુકલ તેરશના દિવસે વિશાખાનક્ષત્રમાં ચંદ્રને વેગ થયે છતે મહાવ્રતની પ્રતિજ્ઞારૂપ મેરુપર્વત પર આરૂઢ થયા. યક્ત રીતે ગ્રામાનુગ્રામ વિહાર કરતા પ્રિયંગુ વૃક્ષની છાયામાં પ્રિયંગુ મંજરી સરખા શ્યામ દેડવાળા પ્રભુને નવ મહિના સુધી છદ્મસ્થ–પર્યાય પાલન કર્યા પછી ફાગણ કૃષ્ણ છઠ્ઠના દિવસે દિવ્ય કેવલજ્ઞાન પ્રગટ થયું. દેએ સમવસરણની રચના કરી. ૯૩ ગણધરને દીક્ષા આપી. ધર્મકથા શરૂ કરી. તે આ પ્રમાણેધર્મદેશના - મિથ્યાત્વને પરિહાર કરે, ચારે કષાયેને દૂર કરવા, અવિરતિને છોડી દેવી, પ્રમાદાચરણ ન કરવું, પાપવાળા મન, વચન અને કાયાના પેગોને રેકવા, સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર અંગીકાર કરવાં, વિષય-સંગની નિંદા કરવી, કર્મક્ષયની અભિલાષા કરવી. તે સાંભળી ગણધર ભગવંતે કહ્યું, “ “હે ભગવંત ! એમ જ છે, એમાં સંદેહ નથી, કર્મ કેવા પ્રકારનું હોય કે જેને ક્ષય અભિલાષા કરવા યોગ્ય હોય ?' ભગવંતે કહ્યું- “હે સૌમ્ય! સાંભળ, મૂળભેદથી જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મો છે. ઉત્તરભેદને વિચાર કરીએ તે, જ્ઞાનાવરણીયના પાંચ ભેદ, દર્શનાવરણીય કર્મના નવ ભેદ, વેદનીયકર્મના બે ભેદ, મેહનીયકર્મના અફૂાવીશ ભેદ, આયુષ્યકર્મના ચાર ભેદ, નામકર્મના બેંતાલીશ, નેત્રકર્મના બે ભેદ અને અંતરાયકર્મના પાંચ ભેદો છે. આ કર્મોને ક્ષય થાય, તે શાશ્વત, પીડા વગરને, અનંતસુખવાળે મેલ મેળવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org