________________
વરુણવર્માની આત્મકથા મૂળવાળા વૈરવૃક્ષનું કોઈ મહાન કારણ હોય તે મહિલાઓ છે. તે તે તમારે મહાન વૈરી છે. જો તમે તેના હાથમાં આવે છે તે તમને છેડે નહિ. એવા અધમ પુરુષ માટે તમે આમ દ્રવ્ય સાથે સમર્પણ કરવાની વાત કરે છે ” ત્યાર પછી ઉત્પન્ન થયેલા કાધવાળા તેણે કહ્યું કે, “જે કોઈ પ્રકારે તે મારા હસ્તગત થાય અને તેને જે કંઈ શિક્ષા કરું, તે તું પણું જોયા કરે.” તે પછી અવસર પ્રાપ્ત થયેલ જોઈને કહ્યું કે, જે એમ જ છે, તે તારે શત્રુ શય્યાની નીચે જ રહે છે. પછી દાંત પીસ અને ભ્રકુટી ચડાવતે ચમકતી તલવાર ગ્રહણ કરીને સેવક પુરુષને બોલાવીને કેશ ખેંચીને મને બહાર કાઢો. પછી હે રાજન! પલિપતિએ સેવકે પાસે મારા શરીરની ચામડી ખીલાથી ઉખેડીને વાધરી વડે મને બાંધ્યો. પુરુષે ત્યાંથી ચાલ્યા ગયા. તે પછી તે જ શયનમાં મારી સમક્ષ સ્વછંદચારી બનેએ અનેક આલિંગન, ચુંબન, વિલાસથી યુક્ત રતિસુખ ભોગવ્યું. તેને પરિશ્રમથી બને ઊંઘી ગયા. મેં મનમાં ચિંતવ્યું, • આ તે દેવના વિલાસે છે! આ તે કર્મ–પરિણતિ, અથવા મહિલામાં મૂંઝાયેલા હોય તેને આ કઈ ગણતરીમાં ગણાય ? પુરુષને કેદખાના સમાન, નરકનાં દ્વાર, સંકટનું એક કુલગૃહ, સમગ્ર પરાભવનું સ્થાન હોય તે સ્ત્રીઓ સાથે સંબંધ છે. તેની ખાતર ધનને વ્યય કરે છે, દુષ્ટની સેબત-સેવા કરે છે, જીવનની હેડ કરે છે, યુવતીને સમાગમ કરવા માટે માની પુરુષે માનને પણ ભંગ કરે છે. આ જગતમાં તેવી કોઈ વિડંબના નથી કે, જેની કીર્તિ દેશાંતરમાં પણ પહોંચી છે, તેવા સપુરુષ સ્ત્રીના સંગથી હંમેશાં તેવી વિડંબના ન પામે. હે રાજન ! ત્યાં તે સમયે મેં જાણ્યું કે શરીરની પીડાથી માનસિક પીડા અધિક છે. કારણ કે તે વર્તનના દેખવાથી ઉઠેલી ચિત્તની પીડામાં મારા શરીરને કાતરેલું હતું અને તે ચામડીથી શરીર બાંધ્યું હતું, તે પીડા હું ભૂલી ગયે. આમ વિચારતાં ઘણું આત—દુઃખ અનુભવ્યાં. ભવિતવ્યતા–વેગે ઉંદરડાઓ આવ્યા અને મારા બંધનની ગાંઠોનું ભક્ષણ કરતાં બંધ છૂટી ગયા. હું છૂટો થઈ ગયે. મારા કેપને વેગ વૃદ્ધિ પામે. તેનું ખડ્ઝ ગ્રહણ કર્યું. ખેંચીને પલિપતિને પડકાર્યો. એટલે તરત જ ગભરાતે ગભરાતે તે શયનમાંથી ઊભે . એક તલવારના ઝાટકાથી તાલફલની જેમ તેનું મસ્તક ધડથી છૂટું કર્યું. ભય અને ગભરાટથી ચપળ નેત્રવાળી દુરાચારિણી પત્નીને મેં કહ્યું, “હે ધૂત ! જલદી જવા માટે તૈયાર થઈ આગળ ચાલ, નહિતર હતી-ન હતી થઈ જઈશ.” સ્ત્રીસ્વભાવથી કંપતા શરીરવાળી તે આગળ ચાલી. હવે હું સ્વદેશ તરફ જવાનું બંધ કરી અટવીના માર્ગે ચાલ્યું. તે મારી પાછળ માર્ગમાં વસ્ત્રના ટુકડા માર્ગ ઓળખવા માટે નજર નાખતી નાખતી આવે છે, તે મારા લક્ષ્યમાં ન આવ્યું. માર્ગમાં વિષમ પર્વતે આવતા હતા. તેના મધ્યમાં ગન વૃક્ષઘટાઓ હતી. હદયમાં અતિ ક્ષેમ પ્રવતી રહેલ હતે. થોડી ભૂમિ સુધી ચાલ્યા એટલામાં જીવિતની આશાની માફક રાત્રિ પૂર્ણ થઈ અને તેના મને રથની જેમ ભવનના પ્રદીપ સૂર્ય ઉદય થયું. તે પત્નીએ માર્ગમાં વેરેલા વસ્ત્ર ટૂકડાના ચિહ્નને આધારે તે માગે પાછળ પાછળ સેના સાથે પલ્લિ પતિનો વાઘ નામનો પત્ર આવી પહોચે. એક વનની ઝાડીના સ્થાનમાં અમે છપાઈને રહેલા હતા, ત્યાં અમને તેઓએ દેખ્યા. તેણે કહ્યું, “હે માતાજી! માર્ગ જાણવા માટે નિશાની ચિહ્નરૂપે વસ્ત્રના ટુકડા માર્ગમાં નાખ્યા હતા. તે અનુસારે અમે અહીં આવ્યા છીએ.” મને મારી નાખતે હતું. ત્યારે ફરી પણ તેને ફેક્યો. ખદિરના કાષ્ઠના ખીલા વડે મને જકડીને તે દુરાચારિણીને લઈને તે ગયે. ન વર્ણવી શકાય તેવી દુઃખવાળી અવસ્થાને અનુભવ કરતો હું રહેશે ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org