________________
ચેપન્મ મહાપુરુષોનાં ચરિત આ સાંભળી તેને કહેવાનો પરમાર્થ ન સમજેલી સુમિત્રાએ કહ્યું, “હે શીલવતી! જે તારે તારા પતિ ઉપર અતિનેહ હોય તે હું તારા પતિને નિવેદન કરું. તારા હૃદયને પ્રિય પતિ મારા ઘરે રહે છે, તે હવે જેમ ઉચિત લાગે તેમ કર. તરત જ શીલવતીએ ‘તમે ખૂબ જી” એમ બોલતી તેને ભેટી પડા, વળી તેના ચરણમાં નમી પડી. ઊભી થતાં પહેલ વસ્ત્ર સરી પડ્યું, નીચેનું વસ્ત્ર પણ ઢીલું થયું. બંને નેત્રોમાં હર્ષાશ્રુ આવી ગયાં અને પ્રફુલિત થયાં. એમને કહ્યું કે, એકદમ મળવાની ઉત્કંઠા થઈ છે, તે મારા પતિને આજે જ લાવે અને વિરહાનલથી તપેલા મારા હદયને શાન્ત કરે. અત્યારે પલ્લિપતિ યક્ષયાત્રા નિમિત્તે ગયા છે, તે તે ન આવે ત્યાં સુધીમાં બેલાવી લાવ” એમ કહીને મને બે કડાં આભૂષણનું લેણું આપ્યું. સુમિત્રા મારી પાસે આવી. આ વૃત્તાન્ત મને કહ્યો. સૂર્ય અસ્ત પામે, એટલે સુમિત્રાની સાથે તેની પાછળ પાછળ ભયથી ચપળ ફરક્તા ડાબા નેત્રવાળો હું તેના ભવનમાં ગયા.
આ બાજુ મારા આગમનના કારણે હાંફળી-ફાંફળી થયેલી તેણે પરિવારને આમ તેમ બહાર મોકલીને દુઃખ જણાવનાર મહાશબ્દવાળું રુદન શરૂ કર્યું. સુમિત્રાએ સમજાવી એટલે શાંત થઈ આવેલા પતિને યથાગ્ય સત્કાર, ભેજનાદિક ઉચિત વિવેક કર્યો. સુમિત્રા ત્યાંથી ચાલી ગઈ. મને અંદરના ઓરડામાં મોકલ્યો. આલિંગન કરીને મહાકિંમતી શયનમાં સુવડાવ્યું.
એ સમયે તેના નામની બૂમ પાડતે બહાર પલ્લિપતિ આવ્યો. ત્યારે આકુલ-વ્યાકુલ બનેલી સર્પિણી સરખી શીલવતી “અરે! મહાકષ્ટ આવી પડ્યું !” એમ બેલની અંદર ગઈ. સ્તન ઉપર હાથ ફૂટતી મને કહેવા લાગી કે, “હે નિર્ભાગી ! તું હવે મર્યો સમજ. પલિપતિ આવી ગમે છે. હવે તારો કેઈ બચાવ નથી, માટે પલંગ નીચે છૂપાઈ જા. ભય પામતે ન દેખાઉં તેવી રીતે પલંગ નીચે હું સંતાઈ ગયે. પેલી બહાર ગઈ, પલિપતિના કંઠમાં હાથ નાખીને અંદર આવી. પિતાના શયન ઉપર બંને બેઠા. પલિપતિએ કહ્યું કે, “હે સ્વામિની! આ સેવકને અણધાર્યો કેમ બેલા? દાસનું જે કાર્ય હોય તે ત્યાં બેઠાં બેઠાં હુકમ કેમ ન કર્યો ? તારી આજ્ઞાથી યક્ષયાત્રા અટકાવીને એકદમ હું અહીં આવ્યો છું. તે હે સ્વામિની! જે કાર્ય કરવાનું હોય તેની આજ્ઞા કરે. સ્નેહઘેલા પતિને તેણે કહ્યું, “હે મુગ્ધ! શું તમે આટલું જાણતા નથી કે હું પરદેશથી આવેલી છું. તમારાં વચનામૃત શ્રવણ કરીને જીવું છું. તમારા સિવાય વિનાદનું અને બીજું કોઈ કારણ નથી. ગઈ કાલે તમને જોયા જ નહિ, તેથી નિદ્રા પણ ન આવી. અંગે સીદાય છે, ભજનની રુચિ થતી નથી. આ કારણે તમને બેલાવવા પડ્યા.” આમ બોલતી તેને પલ્લિપતિએ આલિંગન આપ્યું. ફરી પણ પલિપતિને કહ્યું, “હે આર્યપુત્ર! કદાચ પિતાને કમરૂપી રજજુપાશથી આકર્ષાયેલે મારે પતિ અહીં આવી ચડે તે આર્યપુત્ર તેને શું કરે?” “સિંહે કહ્યું કે, “ઘણું દ્રવ્ય આપીને તને સમર્પણ કરું.” ત્યારે ક્રરકર્મ કરનારી તેણે હાકેટો કરતાં કહ્યું કે, “કદાચ હું તમને વલ્લભ ન પણ હોઉં, તે પણ સજ્જન પુરુષોએ અનુરાગી જનને ત્યાગ કરે એગ્ય ન ગણાય. કદાચ કઈ બલાત્કારે પણ લઈ જાય તે તમારા સરખા પરાક્રમીએ લઈ જનારને સમર્પણ કરવી તે યુક્ત ન ગણાય.” એમ સાંભળીને પત્નિપતિએ કહ્યું કે, “હે સુંદરી! આમ કેમ બેલે છે?” શું મારાં બળ અને પરાક્રમથી તું અજાણ છે? આ તે તારે વલ્લભ છે એમ ધારીને મેં આમ કહ્યું, નહિતર યમરાજાથી પણ તારું રક્ષણ કરવાની ઈચ્છાવાળો છું. તે પછી બીજાથી રક્ષણ કેમ ન કરું ?” તેણે કહ્યું, “ઊંડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org