SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ વિવિતા ] ऋषभपश्चाशिका. અત્રે એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે પૂર્વ ભવમાં પ્રાપ્ત કરેલા ક્ષાયિક સમ્યકત્વથી અલંકૃત પ્રસહસૂરિ મહાત્મા આ પંચમ આરાના અંતમાં દેવગતિમાંથી ચ્યવને આ પૃથ્વી ઉપર જન્મ લેનાર છે, એ વાતથી સિદ્ધ થાય છે કે આ પંચમ આરામાં ક્ષાયિક સમ્યકત્વધારી વ્યક્તિને સર્વથા અસંભવ નથી. કયું સમ્યકત્વ સ્વભવનુંજ પરભવનુંજ કે ઉભય-સ્વરૂપી હોઈ શકે છે?— આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તે પૂર્વે સ્વભાવનું અને પરભવનું સમ્યકત્વથી શું સમજવું તે જોઈ લઈએ. ધારો કે કોઈ મનુષ્ય તેના તે મનુષ્યભવમાં કોઈક પ્રકારનું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તો આ તેનું સમ્યકત્વ સ્વભવનું ગણાય છે અને જે તે પૂર્વ ભવના સમ્યક્ત્વ સહિત મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો હોય તો તેનું તે સમ્યકત્વ પરભવનું કહેવાય છે. (૧) ઔપશમિક સમ્યકત્વ સ્વભવનું જ હોય છે, કેમકે કોઈ પણ જીવ એક ગતિમાં ઉત્પન્ન કરેલા પથમિક સમ્યકત્વ સહિત બીજી ગતિમાં જઈ શકતો નથી. (૨) ક્ષાયોપથમિક સમ્યકત્વ સ્વભવનુંજ હોય કે પરભવનુંજ હોય કે સ્વભવનું તેમજ પરભવ એમ બન્ને પ્રકારનું હોય, એ બાબતસર સિદ્ધાનિકો અને કર્મગ્રન્થકારો વચ્ચે વિચારભિન્નતા છે. સૈદ્ધાનિકોના મત પ્રમાણે સાત નરકોમાંની પ્રથમની છે નરકો સુધીના જીવોનું આ સમ્યકત્વ સ્વભવનું યા પરભવનું પણ હોઈ શકે છે, જ્યારે સાતમી નરકના જીવોનું આ સમ્યકત્વ સ્વભવનુંજ હોઈ શકે છે. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચારે દેવગતિમાંના જીવોનું ક્ષાયોપથમિક સભ્યત્વ સ્વભવનું તેમજ પરભવનું એમ બન્ને પ્રકારે સંભવી શકે છે અને આ વાત તો મનુષ્યો અને સંજ્ઞી તિર્યંચોને પણ લાગુ પડે છે. કર્મગ્રન્થકારોની આ પરત્વે શું વિચાર ભિન્નતા છે તે સમજવાં તેમના મતમાંના ચાર નિયમ તરફ ધ્યાન આપવું ઉચિત છે. (ક) તિર્યંચ કે મનુષ્ય એ બેમાંથી કોઈ પણ ક્ષાયોપશમિક સમ્યકત્વ સહિત તો વૈમાનિકગતિ સિવાય અન્યત્ર જતાજ નથી. (ખ) “અસં ખેય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો સ્વર્ગ કે નરક ગતિમાંથી આવેલા હોતા નથી, કિન્તુ તેવા મનુષ્યો મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી જ આવેલા હોય છે. (ગ) નારક જીવો મરીને તર ૧ આ વિષય પ્રવચન-સારદ્વારના ૧૪૯ મા દ્વારની વૃત્તિમાં તેમજ પ્રશ્નોત્તર-સાર્ધશતક ગ્રન્થમાં પણ નજરે પડે છે. ૨ ઉપશમ-શ્રેણિમાં મૃત્યુ પામીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવને અપર્યાપ્તાવસ્થામાં પરભવનું ઔપશમિક સમ્યકત્વ હોય છે એવો મતાન્તર છે. ૩ આ ઉપરથી સમજી શકાય છે કે ક્ષાયોપથમિક સભ્યત્વ સહિત જીવ મરીને સાતમી નરકમાં જઈ શકે નહિ. ૪ આ ચાર નિયમોમાંથી પ્રથમ તેમજ અન્તિમ એ બે નિયમો સૈદ્ધાન્તિકોને માન્ય નથી, પરંતુ બાકીના બે નિયમો માન્ય છે. ૫ જે મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય પૂર્વ કોટિ યાને એક કરોડ પૂર્વ (૮૪ લાખને ૮૪ લાખે ગુણવાથી એક પૂર્વ થાય છે, અર્થાત પૂર્વ ૭૫૬૦૦૦૦૦૦૦૦૦૦) થી અધિક હોય તેને સંખેય વર્ષના આયુષ્ય વાળા ન કહેતાં “અસંખ્યય” વર્ષના આયુષ્યવાળા કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy