SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ વિરચિતા ] वीरस्तुतिः યદ્યાર્થ ૧ * ૩ “ જેના જન્મને વિષે સિદ્ધાર્થ રાજાના મહેલ આનન્દ [અથવા વેગ] પૂર્વક નૃત્ય કરતી દેવાંગનાના સ્તન–તટથી તૂટી પડેલ ( મેાતીના ) હાર વડે તારામય બન્યો, જેણે પેાતાના જન્મ-અભિષેકને વિષે ઇન્દ્રના હ્રદયના ભાવ અવિધ(જ્ઞાન)થી જાણીને, ચરણના અગ્ર ભાગથી મેરૂને લીલાથી ચલાયમાન કર્યા, વળી જેણે બાળપણમાં, આકાશમાં વિભ્રમ પૂર્વક વધતા જતા સુરને વજાના જેવી કઠણ મુષ્ટિ મારીને વામન કર્યો, વિદ્યાના ઉપદેશના સમયે સુરપતિની સામે વિદ્યુતિને વિસ્તાર કરતા જેણે જગત્તે માટું આશ્ચર્યજનક એવું વિસ્તૃત વાડ્મય ઉત્પન્ન કર્યું, માતાપિતાના પ્રેમના અનુબંધ અધિક ાણીને, (સાંસારિક) સંગતિને ત્યજી દીધેલી ઢાવા છતાં દિવ્ય અલંકારાથી દેહને દીપાવતા જે (ગૃહાવાસમાં) રહ્યો, મિત્રો અને સજ્જનાની સાથે રાજ્યને (પણ) જીર્ણ તૃણની જેમ ત્યજી દઇને જેણે ગિરિરાજના જેવા અધિક વિસ્તારવાળા દૃઢ નિયમના ભારને વહન કર્યા, રવશરીરના સૌન્દર્યથી જેણે રતિના રૂપને પરાસ્ત કર્યું છે એવી અને ( પેાતાની) અત્યંત પ્રાર્થના કરતી એવી સંગમક દેવે ( વિક્ર્વેલી) સુરાંગનાની જેણે જરા પણ ગણના ન કરી, વળી અતિશય ક્રોધાતુર થયેલા ઇન્દ્રે વિશેષતઃ ફેંકેલા દ્વીપ્ત વજાથી ભેદાઇ જવાની શ્રાન્તિવાળા અને ( પેાતાના ) ચરણ-કમલના મૂળ સમીપ આવેલા ચમર ( ઇન્દ્ર )નું જેણે રક્ષણ કર્યું,' પ્રકટ તપશ્ચર્યારૂપ અગ્નિ વડે ધન કર્મના ( ધાડા) સમૂહને વિશેષે કરીને બાળી નાંખીને પ્રલય ( સમય )ના સૂર્યના તેજના જેવું વ્યક્ત અક્ષય જ્ઞાન જેણે ઉપાર્જન કર્યું તેમજ (આ) પૃથ્વીને વિષે મિથ્યાત્વથી અંધ (બનેલા) ભવ્ય લાકને ધણા વખત સુધી પ્રતિબાધ પમાડીને જેણે જન્મ, ધડપણ, મરણ અને રાગથી રહિત સ્થાન પ્રાપ્ત કર્યું, તે ત્રૈલેાક્યનું બંધન તેમજ રક્ષણ કરવામાં સમર્થ તેમજ નમ્ર ઇન્દ્રના મણિમય મુગટના ઉચ્ચ ભાગથી ધસાયેલા ચરણ-યુગલવાળા વર્ધમાન તીર્થપતિને (હે ભળ્યે !) તમે વન્દેન કરી.” ૧–૧૧ Jain Education International ૨૭૩ ૧-૬ જુઓ વીર-ભક્તામરના સ્પષ્ટીકરણના અનુક્રમે પૃ૦ ૬૯, ૯-૧૦, ૧૨, ૪૨, ૭૫-૭૬, અને ૧૯. ઋષભ ૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy