SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ર શ્રીવીરસ્તુતિ [છીનપાઈસૂત્ર જીવ, અજીવ અને જીવાજીવ, લોક, અલોક અને લોકાલોક; સત, અસત્ અને સદસત એમ ત્રણ ત્રણ રાશિને ઈચ્છનારા બૈરાશિક (કે જેમને વૃત્તિકારે ગશાલે પ્રવતાવેલા આજી. વિકો તરીકે ઓળખાવ્યા છે તેઓ) સાતે પરિકને દ્રવ્યાર્થિક, પયયાર્થિક અને ઉભયાર્થિક એમ ત્રિવિધ નયથી વિચારે છે. પૂર્વગતનાં સૂત્રોના અને સૂચન કરનારાં સૂત્રો સૂત્રમાં હોવાથી એને “સૂત્ર કહેવામાં આવે છે. સમસ્ત દ્રવ્ય, સમગ્ર પર્યાય, સકલ નો અને સર્વે ભંગ–વિકલ્પ ઉપર આ સૂત્ર પ્રકાશ પાડે છે. એના જુસૂત્ર યાને રજુક વગેરે પર પ્રકારો છે. એ પણ સૂત્રથી તેમજ અર્થથી હાલ તો ઉછેર ગયેલાં છે. કોઈ ગ્રન્થમાંનો કોઈ શ્લોક હોય તેની એવી રીતે વ્યાખ્યા કરવામાં આવે કે જેમાં બીજા શ્લોકોની જરા પણ અપેક્ષા ન રહે. એવી રીતે જાણે સૂત્રો પરસ્પર નિરપેક્ષ હોય તેવી રીતે તેની વ્યાખ્યા કરવી તે છિન્નરછેદ નયનું કામ છે. પરસ્પર સાપેક્ષ ગણીને વ્યાખ્યા કરવી તે અચ્છિન્નર છેદ નયનું કામ છે. સ્વસમયસૂત્રની પરિપાટી પ્રમાણે આ સૂત્રો છિન્નચ્છેદનયિક છે. આજીવિકસૂત્રની પરિપાટી અનુસાર તે અચ્છિન્ન છેદાયિક છે. ઐરાશિકોની પરિપાટી પ્રમાણે એ ત્રિકનયિક છે. સ્વમસય પ્રમાણે એ ચતુનયિક છે. એ રીતે ચાર બાવીસીઓ મળતાં એના ૮૮ પ્રકારો પડે છે. આ ઉપરથી એમ સમજાય છે કે ચાર જુદા જુદા દૃષ્ટિ–કોણથી સૂત્રના વિભાગો પાડતાં તે પ્રત્યેક જાતના વિભાગોની સંખ્યા બાવીસની આવે છે, પરંતુ આ વિભાગે પરસ્પર સમાન નથી, તેથી તો સૂત્રના ૮૮ પ્રકારો ગણવાયા છે. તીર્થ પ્રવર્તાવતી વેળા તીર્થકરો ગણધોને ઉદ્દેશીને સૌથી પ્રથમ પૂર્વગતનાં સૂત્રનો અર્થ કહે છે (તેથી એને “પૂર્વ કહેવામાં આવે છે). આ અર્થને લક્ષ્યમાં રાખીને ગણધરો ગણધરનામ ચરિતાર્થ થાય તે માટે દ્વાદશાંગી રચે છે. તેમાં અક્ષર-રચના આશ્રીને તેઓ આ પૂર્વેની રચના પ્રથમ કરે છે, એથી પણ એ “પૂર્વ કહેવાય છે. સ્થાપના આશ્રીને વિચાર કરીએ તો તેઓ સૌથી પ્રથમ આચારાંગ રચે છે અર્થાત્ દ્વાદશાંગીની રચના કરતાં તેઓ પ્રથમ પૂર્વ રચે છે અને આચારાંગનું નિર્માણ તો પછી થાય છે, છતાં જ્યારે આ બધી રચનાઓને કમસર ગોઠવવાને પ્રસંગ આવે છે ત્યારે આચારાંગને પ્રથમ સ્થાન અપાય છે, જ્યારે આ પૂર્વે કે જે દૃષ્ટિવાદના એક વિભાગરૂપ છે તેને બારમું સ્થાન અપાય છે. પૂર્વગતનાં ચૌદ વિભાગે કે જેને ચૌદ પૂર્વ તરીકે ઓળખાવાય છે તેનાં માપ અને નામો માટે વીરભક્તામરના સ્પષ્ટીકરણ (પૃ. ૫૯-૬૨)માં ૧ ગ્રન્થ–ગૌરવના ભયથી આનાં નામે અત્ર ન આપતાં સમવાયાંગ (સૂ૦ ૧૪૭) કે નંદીસૂત્ર (સૂ૦ ૫૭) જેવા ભલામણ કરવામાં આવે છે. २ "छिसो-द्विधा कृतः पृथक् कृतः छेदः -पर्यन्तो येन स छिन्नच्छेदः, प्रत्येकं विकल्पितपर्यन्त इत्यर्थः" (શ્રીમલયગિરિસૂરિકૃત નંદીવૃત્તિનું ૨૪૦ મું પાનું). ૩ આ પ્રમાણેની હકીકત શ્રી અભયદેવસૂરિએ સમવાયની ટીકાના ૧૩૦ મા પત્રમાં મતાન્તરથી દર્શાવી છે; બાકી પ્રથમ તો તેઓ એમ કળે છે કે શ્રતની રચના કરતાં ગણધરી આચારાદિના ક્રમે રચના પણ કરે છે અને સ્થાપના પણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy