SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવીરસ્તુતિ [ પાઇસૂત્ર, (૩) પૂર્વાનુયોગ, (૪) પૂર્વગત (પૂર્વ) અને (૫) ચૂલિકા એમ પાંચ ભેદો છે. શ્રીમલયગિરિસૂરિ કથે છે તેમ આ પાંચ પ્રકારના શ્રતનો પ્રાયઃ વ્યવચ્છેદ થયેલો છે. તેમાં પૂના ઉછેર માટે એટલું તારવી શકાય છે કે છેલ્લા ચૌદપૂર્વધર શ્રીસ્થલભદ્ર મુનીશ્વર છે, છેલ્લા દશપૂર્વધર શ્રીવાસ્વામી છે, લગભગ સાડાનવપૂર્વધર શ્રીઆર્યરક્ષિતસૂરિ છે અને છેલ્લા એકપૂર્વધર શ્રીદેવર્ધિગણિ ક્ષમાશ્રમણ છે. ભગવતીસૂત્ર (શ૦ ૨૦, ઉ૦ ૮, સૂટ ૬૭૮)માં અંતમાં બેથી માંડીને તે સેંકડો વાર ફરી ફરીને આવતું પરંતુ પ્રત્યેક વાર કંઇક વિશેષ વિશિષ્ટતાવાળું સૂત્ર તે “ગમિક કહેવાય છે. ગમના અભિધેય અને અભિધાનને આશ્રીને બે ભેદો પડે છે. જેમકે “ને મારતે મજાવવા પ્રમાણ એ દશવૈકાલિકના ચોથા અધ્યયનના આદ્ય સૂત્રના જુદા જુદા અર્થો થાય છે. (આ માટે જુઓ નદીસૂત્રની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિનું ૨૧૨ મું પત્ર). આ અર્થો એકના એક પાઠના જુદા જુદા પદચ્છેદોને આભારી છે, પરંતુ પાઠની સમાનતા હોવાથી તે ગમિક છે. અભિધાનને લઈને જે ગમો થાય છે તેના દ્રષ્ટાંત તરીકે સુઈ ને આકર્ષ, માસ સુધં છે, જે ગુi આયુર્ણ રજુ કરવામાં આવે છે. અર્થભેદે કરીને તે તે પ્રકારના પદેનાં સંયોગોથી અભિધાન–ગમ થાય છે. જેમાં ભાંગા, ગણિત વગેરેની બહુલતા હોય તે પણ ગમિક શ્રત કહેવાય છે એમ વિશેષાવશ્યકની નિમન-લિખિત ગાથા ઉપરથી જણાય છે – "भंगगणियाई गमियं जं सरिसगमंच कारणवसेण । गाहाइ अगमियं खलु कालियसुय दिहिवाए वा ॥ ५४९ ॥ भिङ्गगणितादि गमिकं यत् सदृशगमंच कारणवशेन । गाथादि अगमिकं खलु कालिकश्रुतं दृष्टिवादे पा ॥] ૧ આની માહિતી માટે જુઓ વીરભક્તામર (પૃ. ૧૯-૧ર). તેમજ પૃ. ૨૬-ર૩. ૨ પ્રાય' કહેવાનું કારણ એ છે કે પૂર્વગતના ચૌદ વિભાગે કે જેને પૂર્વના નામથી ઓળખાવાય છે તેને તે સર્વથા ઉચ્છદ ગયો નથી કંઈક નહિ જેવો ભાગ અત્યારે પણ ઉપલબ્ધ છે. આ વાતને હીરપ્રશ્નનો તૃતીય ઉલ્લાસ (પૃ. ૨૮ ) સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં નમોડર્રત જેવા અત્યારે મોજુદ પાઠને પૂર્વગત ગણાવેલ છે. ૩ તેર પૂર્વધર, બારપૂર્વધર અને અગ્યારપૂર્વધર અત્રે ઉલ્લેખ કર્યો નથી તેનું કારણ એ છે કે આ અવસર્પિણીમાં એવા કોઈ મહાનુભાવ થયા જ નથી. ક્યાં તો ચૌદ પૂર્વના જાણકાર થયા છે કે ક્યાં તો દશ પૂર્વના વચલા તેર, બાર અને અગ્યારના જાણકાર થયા નથી. આ વાતની પ્રતીતિ કરવી હોય તો જુઓ ઘનિર્યુક્તિની શ્રીદ્રોણાચાર્યકૃત ટીકાના ત્રીજા પત્રગત નિમ્ન-લિખિત ઉલ્લેખ ___"अस्यामवसर्पिण्यां चतुर्दशपूर्व्यन्तरं दशपूर्वधरा एव साताः, म त्रयोदशपूर्वधरा द्वादशपूर्वधरा एकादशપૂર્ણા વા”. ( ૪ પૂર્વધર, ત્રણપૂર્વધર વગેરેને સંભવ આ અવસર્પિણીમાં હતો કે નહિ તે સંબંધમાં સેનપ્રશ્ન (પૃ. ૧૦૪)ને નિગ્ન-લિખિત ઉલ્લેખ પ્રકાશ પાડે છે – ___"यथा चतुर्दशपूर्वधरा दशपूर्वधरा नवपूर्वधरा वा दृश्यन्ते तथा द्विपूर्वधराश्चतुःपूर्वधराः पञ्चपूर्वधरा वा भवन्ति न वेति प्रश्नः, अनोत्तरम्-जीतकल्पसूत्रवृत्यादी भाचारप्रकल्पाअष्टपूर्वान्तस्य श्रुतव्यवहारस्य उक्तत्वात एकब्यादि पूर्वधरा अपि भवन्तीति ज्ञेयम् ।" ' પ આ રહ્યો તે ઉલ્લેખ – "जबूहीवे णं दीवे भारहे वासे हमीसे ओसप्पिणीए देवाणुप्पियाण एर्ग वाससहस्स पुष्वगए भणुसज्जिसतिः" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy